Home /News /entertainment /Love Hostel Movie Review : વિક્રાંત મેસી, સાન્યા મલ્હોત્રા, બોબી દેઓલની લવ હોસ્ટેલ ફિલ્મ કેવી છે? શું જોવા લાયક ખરી?

Love Hostel Movie Review : વિક્રાંત મેસી, સાન્યા મલ્હોત્રા, બોબી દેઓલની લવ હોસ્ટેલ ફિલ્મ કેવી છે? શું જોવા લાયક ખરી?

લવ હોસ્ટેલ રિવ્યૂ

Love Hostel Review : લવ હોસ્ટેલ (Love hostel) ફિલ્મમાં કથા હરિયાણાના ગ્રામીણ વિસ્તારમાં સેટ થયેલી છે. જેમાં સમાજ, રાજકારણ અને સત્તા ધરાવતા લોકો તેમના પરિવારના ગૌરવ માટે કઈ રીતે ઠંડા કલેજે રક્ત વહાવે છે અને શોષણ કરે છે તે બતાવવામાં આવ્યું છે

વધુ જુઓ ...
લવ હોસ્ટેલ (Love hostel)

દિગ્દર્શક: શંકર રમન (Shanker Raman)

કલાકારો: વિક્રાંત મેસી (Vikrant Massey), સાન્યા મલ્હોત્રા (sanya malhotra), બોબી દેઓલ (bobby deol)

Love Hostel Movie Review : લવ હોસ્ટેલ (Love hostel) નામ થોડું અનોખું લાગે છે. આજે પણ સમાજ પ્રેમ લગ્ન (Love marriage)ને પાપ અને ભારતીય સંસ્કૃતિ વિરુદ્ધ માને છે. ત્યારે આ ફિલ્મમાં દેશના વિવિધ સ્થળોએ યુવાન યુગલોને જે રક્તપાત અને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તે દર્શાવવાનો પ્રયાસ કર્યો છે. શંકર રમન (Shanker Raman)ના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં વિક્રાંત મેસી (Vikrant Massey), સાન્યા મલ્હોત્રા (sanya malhotra) અને બોબી દેઓલ (bobby deol) મુખ્ય ભૂમિકામાં છે. આ બધા કલાકારોએ સારું કામ કર્યું છે, જોકે સ્ક્રિપ્ટ થોડી ખેંચાયેલી હોય તેવું લાગે છે.

આ ફિલ્મમાં કથા હરિયાણાના ગ્રામીણ વિસ્તારમાં સેટ થયેલી છે. જેમાં સમાજ, રાજકારણ અને સત્તા ધરાવતા લોકો તેમના પરિવારના ગૌરવ માટે કઈ રીતે ઠંડા કલેજે રક્ત વહાવે છે અને શોષણ કરે છે તે બતાવવામાં આવ્યું છે. તેની વાસ્તવિક બનાવવા માટે બધા પાત્રોની બોલી અને સંવાદો હરિયાણવી છે. આ ડાયલોગ્સ તળપદી ભાષા અને અપશબ્દોથી ભરેલા છે. જો કે, કેટલાક દ્રશ્યોમાં પંચ લાઇન્સ ચુકી જવાઈ છે. જેના કારણે ફિલ્મમાં સ્વાદ ઉમેરાયો હોત અને ગુણવત્તા ઉચ્ચ સ્તર પર લઈ જવાઈ હોત.

વિક્રાંત મેસીએ હંમેશની જેમ આ ફિલ્મમાં પોતાના અભિનયથી પ્રભાવિત કર્યા છે. તેણે અહેમદ/આશુ શોકીનનું પાત્ર ભજવ્યું છે. આ વાર્તામાં રાજકારણ અને સત્તા કઈ રીતે તંત્રને પ્રભાવિત કરે છે અને આપણા દેશની અંદર ધર્મના આધારે કોઈ પરિવાર અથવા વ્યક્તિને કઈ રીતે ગેરમાર્ગે દોરે છે તે બતાવાયું છે. વિક્રાંત ભલે ટિપિકલ એક્શન કે થ્રિલર હીરો ન હોય, પરંતુ તેના ઓન-સ્ક્રીન પરફોર્મન્સે તેને હંમેશાથી અલગ પાડ્યો છે.

સાન્યા મલ્હોત્રાએ જ્યોતિ દિલાવરની ભૂમિકા ભજવી છે. જે બાબલી, બોલ્ડ અને બ્યુટીફૂલ યુવતી છે. સાન્યાએ પાત્રને ન્યાય આપ્યો છે તેવું કહી શકાય. આ ફિલ્મનું અન્ય એક મુખ્ય પાત્ર ડાગર છે, જે બોબી દેઓલ દ્વારા ભજવવામાં આવ્યું છે. જે ગુંડાનું પાત્ર છે. આ પાત્ર એક ઠંડા કલેજાના ખૂનીનું છે અને તે પણ બતાવે છે કે કેવી રીતે કોઈ વ્યક્તિ સંકુચિત માનસ ધરાવતું અને સમાજના અન્ય કોઈ પણ ધર્મ કે સમુદાયની વિરુદ્ધ હોઈ શકે છે.

આ પણ વાંચોUpcoming Movie : જ્હોન, હ્રિતિક અને રણબીર કપૂરની અપકમિંગ ફિલ્મ, જુઓ ક્યારે રિલીઝ થશે

રાજ અરુણ સાથે સપોર્ટિંગ કાસ્ટે પણ સારું કામ કર્યું છે. આ ફિલ્મ એક વખત જોવાય તેવી છે. નાના પડદા પર તે કેટલું પ્રભાવશાળી હશે તેની ખાતરી નથી, પરંતુ લવ હોસ્ટેલ મોટા પડદા પર વધુ સારો અનુભવ હોઈ શકે છે.
First published:

Tags: Bobby deol, Bollywood Latest News, Bollywood News in Gujarati, Film Review, Movie Review, Review, Sanya Malhotra સાન્યા મલ્હોત્રા, Vikrant Massey