અજય દેવગન (Ajay Devgn) અને કરિશ્મા કપૂર (Karishma Kapoor) હંમેશા સારા મિત્રો છે. રવીના ટંડન (Raveena Tandon) કરિશ્મા કપૂર ઉપરાંત અજય દેવગનના લિંક અપની અફવાઓ પણ રવિના ટંડન સાથે ખૂબ જ જોડાયેલી હતી.
નવી દિલ્હીઃ બોલિવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂર (Karishma Kapoor) અને અજય દેવગણે (Ajay Devgn) 1990ના દાયકામાં ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. બંનેએ 'જીગર', 'સુહાગ', 'શક્તિમાન' સહિત અનેક બેક ટુ બેક હિટ ફિલ્મો આપી. દર્શકોએ પણ તેમને સાથે જોવાનું પસંદ કર્યું હતું. બંને એકબીજાના ઘણા સારા મિત્રો પણ બની ગયા હતા, પરંતુ ટૂંક સમયમાં જ તેમના લગ્નની ચર્ચા પણ મીડિયામાં શરૂ થઈ ગઈ હતી. તે સમયે કહેવામાં આવી રહ્યું હતું કે, ટૂંક સમયમાં અજય દેવગન કપૂર પરિવારનો જમાઈ બનવા જઈ રહ્યો છે.
આખરે, આ અફવાઓનો અંત લાવવા માટે, કરિશ્મા કપૂરે પોતે આગળ આવીને ખુલાસો કરવો પડ્યો. વાસ્તવમાં, એક ઇન્ટરવ્યુમાં, જ્યારે કરિશ્મા કપૂરને તેના અને અજય દેવગનના લગ્ન વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તે ખુલાસો કર્યો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ત્યારે કરિશ્મા કપૂરે કહ્યું હતું કે, તે અને અજય દેવગન માત્ર મિત્રો છે. અજય દેવગનને કરિશ્મા કપૂર માટે શું લાગતુ હતુ, તેણે આ વાત ક્યારેય કરિશ્મા કપૂરને નથી કહી, પરંતુ કરિશ્માએ ચોક્કસપણે સ્પષ્ટ કર્યું કે બંને વચ્ચે પ્રેમ સંબંધ શક્ય નથી.
અમે માત્ર સારા મિત્રો છીએ
કરિશ્મા કપૂરે કહ્યું હતું કે, એક સાથે ઘણી ફિલ્મો કર્યા પછી પણ તે પોતાને બાળક સમજે છે. તો કોઈ કેવી રીતે આશા રાખી શકે કે તે લગ્ન કરશે. આ તેની સમજની બહાર હતું અને તે સમયે તે રમુજી લાગતું હતું. તમને જણાવી દઈએ કે, અજય દેવગન અને કરિશ્મા કપૂર હંમેશા સારા મિત્રો છે. રવીના ટંડન (Raveena tandon) કરિશ્મા કપૂર ઉપરાંત અજય દેવગનના લિંક અપની અફવાઓ પણ રવિના ટંડન સાથે ખૂબ જ જોડાયેલી હતી.
અજય દેવગન, કરિશ્મા કપૂર, રવીના ટંડન
શું અજય દેવગન-કરિશ્મા રિલેશનશિપમાં હતા?
એક સમય હતો જ્યારે રવિના ટંડન અને અજય દેવગન ઈન્ટરવ્યુમાં એકબીજા વિરુદ્ધ ઉગ્રતાથી બોલતા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રવિના ટંડને અજય દેવગન વિશે કહ્યું હતું કે, તે પહેલા તેને ડેટ કરી રહ્યો હતો, પરંતુ કરિશ્મા કપૂર માટે તેણે રવિના ટંડન સાથે બ્રેકઅપ કરી લીધું હતું. ખાસ વાત એ છે કે, કરિશ્મા કપૂર સાથે અજય દેવગનની જોડી તે સમયે હિટ રહી હતી.
રવિના ટંડને તો ત્યાં સુધી કહ્યું કે, અજય દેવગણે તેને ઘણી ફિલ્મોમાંથી કાઢી મૂકી અને ફિલ્મો કરિશ્મા કપૂરના ખાતામાં ગઈ. અજય દેવગને પણ 1994માં ફિલ્મફેરને આપેલા ઈન્ટરવ્યુમાં રવિના ટંડનને જૂઠી કહી દીધી હતી. ત્યારબાદ તેણે કહ્યું કે, રવિનાએ મનોચિકિત્સક પાસે જવું જોઈએ.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર