કાર્તિકની સામે એક યુવકે સારાને કહી 'ભાભી', તો અભિનેત્રીએ આપ્યું આવું રિએક્શન

News18 Gujarati
Updated: February 14, 2020, 1:19 PM IST
કાર્તિકની સામે એક યુવકે સારાને કહી 'ભાભી', તો અભિનેત્રીએ આપ્યું આવું રિએક્શન
કાર્તિક અને સારા

કાર્તિક આર્યને આ વીડિયો પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

  • Share this:
આજે લવ આજ કલ 2 થિયેટરમાં રજૂ થઇ ગઇ છે. ત્યારે સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જે આ ફિલ્મના શૂટિંગ દરમિયાનનો હશે તેવું લાગે છે. કાર્તિક આર્યન અને અભિનેત્રી સારા અલી ખાન વચ્ચે એક સમયે પ્રેમ હતો અને બંનેએ એકબીજાને ડેટ કર્યા છે તે વાત બધા જાણે છે. જો કે સારા અને કાર્તિકે આ વિષે ક્યારેય અધિકૃત જાહેરાત નથી કરી.

ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક યુવક કાર્તિક આર્યનની સામે સારા અલી ખાનને 'ભાભી' કહીને બોલાવે છે. જે સાંભળીને સારા આશ્ચર્યચકિત થઇ જાય છે.

કાર્તિક આર્યને આ વીડિયો પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયોમાં બે યુવકો સાથે કાર્તિક આર્યન ફૂટબોલ રમી રહ્યા છે. જો કે આ દરમિયાન પાછળથી સારા કાર્તિક પાસે આવે છે. અને આ બે યુવક માંથી એક યુવક સારાને ભાભી કહીને બોલાવે છે. જે પછી સારા કાર્તિકને તેમ કહીને ફટકાર લગાવે છે કે તે જ આ શીખવ્યું છે ને!.
 
View this post on Instagram
 

Bhabhi kisko bola ☺️


A post shared by KARTIK AARYAN (@kartikaaryan) on


જે પછી તે આ યુવક પાસે જઇને ગુસ્સાથી બોલે છે કે ભાભી કોને બોલ્યું હૈ! જો કે આ વીડિયોને સોશિયલ મીડિયામાં ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. અને લોકોએ કમેન્ટ કરીને અલગ અલગ પ્રતિક્રિયા પણ આપી છે. ત્યારે આજે વેલેન્ટાઇન ડે પર આ બંનેની ફિલ્મ લવ આજ કલ 2 રીલિઝ થઇ ગઇ છે. ક્રિટીક્સે તેને મિક્સ પ્રતિક્રિયા આપી છે.
First published: February 14, 2020
વધુ વાંચો
अगली ख़बर