Home /News /entertainment /Janmashtami 2021: આજનાં દિવસે કૃષ્ણના TOP 10 ગીતો જન્માષ્ટમી ખાસ બનાવશે

Janmashtami 2021: આજનાં દિવસે કૃષ્ણના TOP 10 ગીતો જન્માષ્ટમી ખાસ બનાવશે

Janmashtami 2021

Janmashtami 2021: હિન્દી ફિલ્મોમાં કૃષ્ણ પર ઘણાં ગીતો છે. એમાં પણ આજે કૃષ્ણ જન્મોત્સવ છે. આજે જન્માષ્ટમી છે. તેથી જ તો આજે શ્રીકૃષ્ણ પર ફિલ્માવામાં આવેલાં હિન્દી ફિલ્મી ગીતો પર એક નજર કરીએ. અને આ વખતની જન્માષ્ઠમિએ આ ગીતો સાંભળીને આજનાં દિવસે કૃષ્ણમય થઇ જઇએ. કારણ કે, કૃષ્ણ ભજન, કૃષ્ણનાં ગીતો અને દહી હાંડીની રસમ વગર તો કૃષ્ણ જન્મોત્સવ અધુરો છે.

વધુ જુઓ ...
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: હિન્દી ફિલ્મોમાં કૃષ્ણ પર ઘણાં ગીતો છે. એમાં પણ આજે કૃષ્ણ જન્મોત્સવ છે. આજે જન્માષ્ટમી છે. તેથી જ તો આજે શ્રીકૃષ્ણ પર ફિલ્માવામાં આવેલાં હિન્દી ફિલ્મી ગીતો પર એક નજર કરીએ. અને આ વખતની જન્માષ્ઠમિએ આ ગીતો સાંભળીને આજનાં દિવસે કૃષ્ણમય થઇ જઇએ. કારણ કે, કૃષ્ણ ભજન, કૃષ્ણનાં ગીતો અને દહી હાંડીની રસમ વગર તો કૃષ્ણ જન્મોત્સવ અધુરો છે.

મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે- મોઘલ-એ-આઝમ ફિલ્મનું આ ગીત ભલે 19માં ફિલ્માવવાંમાં આવ્યું હોય પણ આજે 60 વર્ષ બાદ પણ આ ગીત લોકોનાં મોઢે એટલું જ પોપ્યુલર છે અને તે લોકોનાં મનમાં ખાસ સ્થાન ધરાવે છે.

" isDesktop="true" id="1128842" >

મોહે રંગ દો લાલ- દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ સ્ટાર બાજીરાવ મસ્તાનીનું આ કૃષ્ણ ભક્તિ ગીત મોહે રંગ દો લાલ... નંદ કે લાલ.. પણ આજનાં દિવસે તમારી પ્લે લિસ્ટમાં શામેલ કરી લો... તેનું મ્યૂઝિક અને ભાવનાઓ સાંભળીને મન મંત્રમુગ્ધ થઇ જશે.

" isDesktop="true" id="1128842" >

કાન્હા સોજા જરા- બાહુબલી ફિલ્મનું આ ગીત... દેવસેના અને બાહુબલીનાં પ્રેમનો પહેલો એકરાર છે. અનુષ્કા શર્મા અને પ્રભાસ પર ફિલ્માવવામાં આવેલાં આ ગીતમાં અનુષ્કાનો ડાન્સ ખુબજ સુંદર છે તો ગીતનાં બોલ પણ ઘણાં જ સુંદર છે.

" isDesktop="true" id="1128842" >

" isDesktop="true" id="1128842" >

રાધે રાધે રાધે..- ડ્રિમગર્લ ફિલ્મનું આયુષ્માન ખુરાના અને નુસરત ભરુચા પર ફિલ્માવવામાં આવેલું ગીત રાધે રાધે રાધે.. તેરે બીના કૃષ્ના આધે આધે આધે.. પણ આજનાં દિવસે તમારી પ્લે લિસ્ટમાં ઉમેરી લો...

કાન્હા- શુભ મંગલ સાવધાન ફિલ્મમાં આયુષ્માન ખુરાના અને ભૂમિ પેડનેકર પર ફિલ્માવવામાં આવેલું આ ગીત તેમનાં પ્રેમનો એકરાર કરતું ગીત છે. આજનાં દિવસે તમારી પ્લે લિસ્ટમાં ઉમેરી લેજો મજા આવશે સાંભળવાની.

" isDesktop="true" id="1128842" >

મૈયા યશોદા- હમ સાથ સાથ હૈ.. ફિલ્મનું આ ગીત સૈફ અલી ખાન અને કરિશ્મા કપૂર પર ફિલ્માવવામાં આવ્યું છે. આ ગીતમાં સોનાલી બેન્દ્રે અને તબ્બુએ પણ ડાન્સ કર્યો છે. ગીતમાં કવિતા કૃષ્ણમૂર્તી, અલકા યાજ્ઞિક અને અનુરાધા પોંડવાલનો અવાજ છે. ગીતનો ડાન્સ અને તેનાં બોલ દર્શકોનાં મનમાં વસી ગયા છે.

" isDesktop="true" id="1128842" >

રાધા કેસે ના જલે- લગાન ફિલ્મનું આ ગીત આશા ભોંસલે અને ઉદિત નારાયણે ગાયુ છે. આમિર ખાન અને ગ્રેસી સિંહ પર ફિલ્માવવામાં આવેલું આ ગીત રાધા-કૃષ્ણનો પ્રેમ અને કૃષ્ણની પ્રેમલીલા દર્શાવે છે.

" isDesktop="true" id="1128842" >

વો કિસના હૈ- ક્રિષ્ના- ધ વોરિયર પોએટ ફિલ્મનું આ ગીત.. કૃષ્ણજન્મોત્સવ પર કેવી રીતે ચૂકી શકાય. સુખવિંદરનો અવાજ ગીતમાં જીવ રેડી દે છે. આ ગીતમાં કૃષ્ણવંદના અને તેમનું ચારિત્ર્ય દર્શાવવામાં આવ્યું છે.

" isDesktop="true" id="1128842" >

યશોમતી મૈયા સે બોલે નંદલાલા- સત્યમ શીવમ સુંદરમ ફિલ્મનું આ ગીત કૃષ્ણભક્તિનું ગીત છે. જેમાં ભગવાન માતા યશોદાને ફરિયાદ કરે છે કે રાધા કેમ ગોરી છે અને હું કેમ કાળો છું..

ગો ગો ગો.. ગોવિંદા- મટકી ફોડ પર ફિલ્માવવામાં આવેલું 'ઓહ માય ગોડ' ફિલ્મનું આ ગીત સોનાક્ષી સિન્હા અને પ્રભુદેવા પર ફિલ્માવવામાં આવ્યું છે. જે તમારા કૃષ્ણજન્મોતસ્વનાં દિવસે પ્લે લિસ્ટમાં ઉમેરવાં જેવું ખરું..

બડા નટખટ હૈ રે ક્રિષ્ન કનૈયા- યશોદા મૈયાને રાધા ફરિયાદ કરે છે કૃષ્ણ અંગે તેમ આ ગીતમાં દર્શાવવામાં આવ્યું છે. અને પોતાનો કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ જાહેર કરે છે. અમર પ્રેમ ફિલ્મનું આ ગીત આજનાં દિવસે સાંભળવા જેવું ખરું..
First published:

Tags: Janmashtami 2021, Lord krishna, Shri Krishna