Lok Sabha Election 2019: EVM પર વિપક્ષની બબાલ મામલે સ્વરા ભાસ્કરની ટ્વિટ

એક્ઝિટ પોલનાં પરિણામ જોતા વિપક્ષી પાર્ટીઓ ફરી એક વખત EVMને મુદ્દો બનાવી રહી છે

એક્ઝિટ પોલનાં પરિણામ જોતા વિપક્ષી પાર્ટીઓ ફરી એક વખત EVMને મુદ્દો બનાવી રહી છે

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી:  લોકસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ એક્ઝિટ પોલે જે પ્રમાણેનાં પરિણામ બતાવ્યા હતાં તેનાંથી વિપક્ષની ઉંઘ ઉડી ગઇ. એક્ઝિટ પોલનાં પરિણામ જોતા વિપક્ષી પાર્ટીઓ ફરી એક વખત EVMને મુદ્દો બનાવી રહી છે. તમામ વિપક્ષી પાર્ટીઓએ ચૂંટણી પંચને EVM અંગે ફરિયાદ થઇ છે. EVM પર વિપક્ષની બબાલ બાદ બોલિવૂડ તરફથી રિએક્શન આવવાનાં શરૂ થઇ ગયા છે. સોશિયલ મીડિયા પર બેબાક વિચાર મુકનારી સ્વરા ભાસ્કરે ટ્વિટ કરીને વિપક્, પર નિશાન સાધ્યું છે.

  સ્વરાએ ટ્વિટમાં કહ્યું છે કે, 'જો ઇવીએમ સાથે કંઇક છેડછાડ થઇ હોત તો તેને બદલવાની વાત સાચી છે, તો વિપ્કષી પાર્ટી કોર્ટ કેમ નથી જતી.. કે પછી કંઇક અન્ય? ઇવીએમનો વિરોધ કરી રહેલી પાર્ટીઓને કહ્યું કે, જો તેમને ઇવીએમથીકંઇ સમસ્યા છે તો તે કોર્ટ જઇને તેનો નિર્ણય લે. ઉલ્લેખનીય છે કે, સ્વરા ભાસ્કરે કોંગ્રેસને ખુલ્લા સ્વરે સમર્થન કર્યુ છે. કોંગ્રેસ મેનિફેસ્ટોમાં દેશનાં દરેક વર્ગ માટે વિઝન છે. મોદી અને રાહુલ ગાંધીમાં કોણ પ્રધાનમંત્રી બનવાને યોગ્ય છે. આસવાલ પર સ્વરાએ કહ્યું કે, રાહુલ સંવિધાન, એકતા, રોજગાર અને ખેડૂતની વાત કરે છે જો તે પ્રધાનમંત્રી બને છે તો આ વાત કરે છે તો તે સારા પ્રધાનમંત્રી સાબિત થશે.'  સ્વરા આ પહેલાં ઘણી વખત રાજકીય મુદ્દાઓ પર બોલી ચૂકી છે. થોડા દિવસ પહેલાં તેણે કન્હૈયા કુમારને સપોર્ટ કરતી ટ્વિટ કરી હતી અને બાદમાં તે કન્હૈયાનાં સપોર્ટમાં બેગુસરાય પણ પહોંચી હતી. અને તેની રેલીમાં ભાષણ પણ આપ્યું હતું.
  Published by:Margi Pandya
  First published: