Lockup winner Munawar Faruqui ની GF નાઝીલા સિતાશી સાથે માણી બાઇક રાઇડ, જુઓ વીડિયો
Lockup winner Munawar Faruqui ની GF નાઝીલા સિતાશી સાથે માણી બાઇક રાઇડ, જુઓ વીડિયો
મુન્નાવર ફારુકિ તેની GF નાઝીલા સાથે બાઇક પર રાઈડ માનતા જોવા મળ્યો, જુઓ વિડીયો
'લોકઅપ' સિવાય મુનવ્વર ફારૂકી (Munawar Faruqui) પોતાની અંગત જિંદગીને લઈને પણ ઘણી હેડલાઈન્સ બનાવી રહ્યા છે. હાલમાં જ મુનવ્વર તેની ગર્લફ્રેન્ડ નાઝીલા સિતાશી (Munawar faruqui GF nazila sitashi) સાથે જોવા મળ્યો હતો.
મુંબઈ 'લોક અપ' સીઝન 1ના વિજેતા (Lockup winner season 1) બનવાની સાથે મુનાવર ફારુકીએ (Munawar Faruqui) લાખો લોકોના દિલ પણ જીતી લીધા છે. સમગ્ર શો દરમિયાન તેને દર્શકોનો ઘણો સપોર્ટ મળ્યો. કંગના રનૌત (Kangana Ranaut) ના હોસ્ટ શો 'લોકઅપ'માં જબરદસ્ત પ્રદર્શન કરતી વખતે, મુનવ્વર ફારૂકીએ ન માત્ર ટ્રોફી જીતી પરંતુ મોટી ઈનામની રકમ પણ મેળવી. હવે જ્યારથી તે શોમાંથી બહાર આવ્યો છે ત્યારથી તે સતત હેડલાઈન્સમાં રહે છે. 'લોકઅપ' સિવાય મુનવ્વર ફારૂકી પોતાની અંગત જિંદગીને લઈને પણ ઘણી હેડલાઈન્સ બનાવી રહ્યા છે. હાલમાં જ મુનવ્વર તેની ગર્લફ્રેન્ડ નાઝીલા સિતાશી (Munawar faruqui GF nazila sitashi) સાથે જોવા મળ્યો હતો.
લોક અપ વિનર મુનવ્વર ફારૂકી જ્યારથી કંગના રનૌત શોમાંથી બહાર આવી છે ત્યારથી ચર્ચામાં છે. કોમેડિયન તાજેતરમાં તેની ગર્લફ્રેન્ડ નાઝીલા સિતાશી સાથે શુક્રવારની રાત્રે મૂવી ડેટ પર જોવા મળ્યો હતો, જ્યાં પાપારાઝીએ પ્રેમી યુગલને એકસાથે પકડ્યા હતા. આ દરમિયાન બંનેએ સાથે પોઝ પણ આપ્યા હતા.
તેની મૂવી ડેટ બાદ મુનવ્વર પણ નાઝીલા સાથે બાઇક રાઇડ પર ગયો હતો, જેનો વીડિયો પણ સામે આવ્યો છે. સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ મુનવ્વરનો આ વિડિયો શેર કર્યો છે, જેમાં બંને એકસાથે બાઇક રાઈડ પર નીકળતા જોઈ શકાય છે. ઘણા યુઝર્સે વીડિયો પર ફની ફીડબેક આપી છે. પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં મુનવ્વરને હેલ્મેટ પહેરતો જોઈ શકાય છે જ્યારે તેની ગર્લફ્રેન્ડ નજીલા પાછળની સીટ પર બેઠેલી જોવા મળે છે.
'લોકઅપ'ની સક્સેસ પાર્ટીમાં મુનવ્વર ફારૂકીની ગર્લફ્રેન્ડ નઝીલા પણ સામેલ થઈ હતી. આ દરમિયાન તેણે નાઝીલા સાથે મિરર સેલ્ફી પણ લીધી હતી, જે ઘણી ચર્ચામાં રહી હતી. આ પછી મુનવ્વર ફારૂકી તેની ગર્લફ્રેન્ડ નાઝીલાનો જન્મદિવસ પણ સેલિબ્રેટ કરતો જોવા મળ્યો હતો. તેમની જોડીને ચાહકોમાં ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.
Published by:Rahul Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર