Lockdown3 : દૂરદર્શન પર TRPના રેકોર્ડ સર્જ્યા બાદ આજથી રામાણય, મહાભારતનું બે ચેનલ પર પુન:પ્રસારણ

TRPમાં 2020ના રેકોર્ડ તોડનારી બે મહાન સીરિયલ ફરીથી ટેલિવિઝન પર પ્રસારીત થશે.

લૉકડાઉન3.0માં આજથી બે ખાનગી ચેનલ પર રામાયણ અને મહાભારતનું પ્રસારણ થશે.

  • Share this:
    નવી દિલ્હી : દેશમાં 30 વર્ષ બાદ લૉકડાઉનના કારણે પ્રસારીત થયેલી રામાયણ (Ramayan) અને મહાભારત (Mahabharat)એ 30 વર્ષે પર TRPમાં ભુક્કા બોલાવ્યા હતા. સતત 3 અઠવાડિયા સુધી રામાણય નંબર 1 અને મહાભારત નંબર 2 શૉ રહ્યો. આ સફળતાના કારણે દૂરદર્શનના (DoorDarshan) અચ્છેદિન આવી ગયા હતા. જોકે, આ સફળતાથી ચોંકી ગયેલી દેશની બે ખાનગી ચેનલોએ આ બંને શોનું પૂન: પ્રસારણ કરવાનું આયોજન કર્યુ છે. આજથી સ્ટાર પ્લસ (StarPlus) પર રામાયણ અને કલર્સ (Colors) પર મહાભારતનું પ્રસારણ થશે.

    રામાનંદ સાગરની ‘રામાયણ’ આજથી એટલે કે ચાર મેથી સાંજે સાડા સાત વાગે સ્ટાર પ્લસ પર શરૂ થશે. ચેનલ તરફથી ટ્વીટ કરવામાં આવી હતી, અયોધ્યાવાસી, પુરુષોમાં સર્વોત્તમ, સૌથી પ્રિય મર્યાદા પુરુષોત્તમ શ્રીરામની વાત ‘રામાયણ’, ચાર મેથી સોમવારથી રવિવાર રોજ રાત્રે સાડા સાત વાગે સ્ટાર પ્લસ પર.



    ‘મહાભારત’ નું કલર્સ પર પ્રસારણ

    બી આર ચોપરાનો શો ‘મહાભારત’ પણ દૂરદર્શન બાદ હવે કલર્સ ચેનલ પર આજથી એટલે કે ચાર મેથી રોજ સાંજે સાત વાગે ટેલીકાસ્ટ કરવામાં આવશે.



    બંને સીરિયલના કારણે દેશના 40 દિવસના લૉકડાઉનને દેશવાસીઓએ સંયમ પૂર્વક વીતાવ્યું તેવું કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી. લોકોમાં પોઝિટિવિ અને ધીરજનો સંચાર થયો છે. ભારતીય દર્શકોએ પોતાના ઘરોમાં બેસીને સહપરિવાર આ સીરિયલો જોઈ હતી. આ સીરિયલોના વિસરાઈ ગયેલા સિતારાઓ પણ ફરી આ પૂન: પ્રસારણના કારણે ચમકમાં આવી ગયા હતા.
    Published by:Jay Mishra
    First published: