'નોટબંધી કરતા પણ મોટી ભૂલ છે લોકડાઉન': કમલ હાસનનો PM મોદીને પત્ર

News18 Gujarati
Updated: April 6, 2020, 11:22 PM IST
'નોટબંધી કરતા પણ મોટી ભૂલ છે લોકડાઉન': કમલ હાસનનો PM મોદીને પત્ર
ફાઈલ તસવીર

કમલ હાસને પોતાના પત્રમાં લખ્યું હતું કે વડાપ્રધાન દ્વારા દેશભરમાં લોકડાઉનનો નિર્ણય અસંતુષ્ટ છે. તેમને એવું લાગે છે કે લોકડાઉન મોદી સરકાર દ્વારા કરવામાં આવેલી નોટબંધી પણ મોટી ભૂલ છે.

  • Share this:
કોરોના વાયરસના પ્રકોપના પગલે ભારત સરકાર દ્વારા 3 સપ્તાહ માટે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં અનેક લોકોને દરરોજના જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. દેશમાં ગરીબ લોકોને બે ટંકના ભોજન માટે ખૂબ જ મહેનત કરવી રહે છે. જ્યારે આ લોકડાઉનના પગલે અનેક લોકો બેરોજગાર થઈ ચૂક્યા છે. હવે આ વાત સાઉથના સુપરસ્ટાર એક્ટર અને રાજકિય નેતા કમલ હાસન માટે પણ ચિંતાનું કારણ બની ગઈ છે. તેમણે એક પત્ર થકી પોતાની વાત લખી હતી.

કમલ હાસને પોતાના પત્રમાં લખ્યું હતું કે વડાપ્રધાન દ્વારા દેશભરમાં લોકડાઉનનો નિર્ણય અસંતુષ્ટ છે. તેમને એવું લાગે છે કે લોકડાઉન મોદી સરકાર દ્વારા કરવામાં આવેલી નોટબંધી પણ મોટી ભૂલ છે.

કમલ હાસને લખ્યું છે કે મેં 23 માર્ચે લખેલા પોતાના લેટરમાં વિનંતી કરી હતી. કે આવી સ્થિતિ ઉત્પન ના કરવામાં આવે જેના કારમે દેશભરના ગરીબોને તકલિફનો સામનો કરવો પડે. જોકે, બીજા દિવસે લોકડાઉનની જાહેરાત કરવામાં આવ્યું હતું. એવી જ રીતે જેવી રીતે નોટબંધીની જાહેરાત કરી હતી. પરંતુ અમે તમારા ઉપર વિશ્વાસ દાખવ્યો હતો. પરંતુ હું ખોટો હતો. અને તમને પણ ખોટા હતા. સમયે તમને ખોટા ઠેરવ્યા.

ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોના વાઈરસના સંક્રમિતોના દર્દીઓનો આંકડો 4500ને પાર કરી ગયો છે.સૌથી વધારે 33 કેસ મહારાષ્ટ્રમાં સામે આવ્યા છે. દેશમાં અત્યાર સુધી કોરોનાના કારણે 132 લોકોના મોત થયા છે, જેમાં સૌથી વધારે 46 લોકોના મોક મહારાષ્ટ્રમાં જ થયા છે.

આ આંકડાઓ covid19india.org વેબસાઈટ પ્રમાણે છે. જો કે, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, સોમવારે 9 વાગ્યા સુધી સંક્રમિતોની સંખ્યા 4067 છે. જેમાંથી 291 સ્વસ્થ થઈ ચુક્યા છે, જ્યારે 109 દર્દીઓનું મોત થયું છે.
First published: April 6, 2020, 11:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading