Home /News /entertainment /

Lock Upp: અંજલી અરોરાનો કરણવીર બોહરા પર સનસનાટીભર્યો આરોપ, 'મારી પાસે આવ્યા અને કહ્યું...'

Lock Upp: અંજલી અરોરાનો કરણવીર બોહરા પર સનસનાટીભર્યો આરોપ, 'મારી પાસે આવ્યા અને કહ્યું...'

અંજલી અરોરાએ કરણવીર બોહરા પર ગંભીર આરોપ લગાવ્યો

Lock Upp ના લાસ્ટ એપિસોડમાં અંજલિ અરોરા (Anjali Arora) સાથી કેદી મુનાવર ફારુકી (Munawar Faruqui) સાથે વાત કરતી જોવા મળી હતી, જેમાં તે જણાવે છે કે, કરણવીર બોહરા (Karanvir Bohra) એ તેની પાસે આવી જે કહ્યું, તે સાંભળી તેના હોશ ઉડી ગયા.

વધુ જુઓ ...
    Lock Upp: કંગના રનૌત (Kangana Ranaut) ના લોકઅપમાં દરરોજ નવો ડ્રામા જોવા મળી રહ્યા છે. શોમાં બે ટીમો છે એક ઓરેન્જ અને એક બ્લૂ. બંને ટીમના કેટલાક લોકો વચ્ચે સારી બોન્ડિંગ જોવા મળી રહી છે તો કેટલાક એકબીજા પર આરોપ લગાવતા જોવા મળી રહ્યા છે. હાલમાં જ ઓરેન્જ ટીમના કેદી અંજલિ અરોરા (Anjali Arora) એ પોતાની જ ટીમના કેદી કરણવીર બોહરા (Karanvir Bohra) પર એક સનસનાટીભર્યો આરોપ લગાવી મુનાવર ફારુકી (Munawar Faruqui) ને કહ્યું કે, કરણવીરે તેને જે કહ્યું, તે સાંભળી તેના હોશ ઉડી ગયા હતા.

    લેટેસ્ટ એપિસોડમાં, સોશિયલ મીડિયા પ્રભાવક અંજલિ અરોરા સાથી કેદી ફારુકી સાથે વાત કરતી જોવા મળી હતી. આ દરમિયાન તેણે કરણવીર બોહરા પર સનસનાટીભર્યો આરોપ લગાવ્યો અને કહ્યું, 'કરણવીર તેની પત્નીની તસવીર લઈને મારી પાસે આવ્યો અને કહ્યું, આ ગેમમાં આ હું અને તું છે'. મને સમજાયું નહિ.'

    અંજલિ અરોરાની વાત સાંભળીને મુનવ્વર ચોંકી ગયો

    મુનવ્વરે વધુ પૂછવા પર અંજલિએ કહ્યું કે, કરણ મને પ્રેમ સંબંધ બાંધવાનું કહેતો હતો. મુનવ્વર આ સાંભળીને ચોંકી ગયો અને કહ્યું, 'શું તમે સિરિયસ છો?' અંજલિએ વધુમાં કહ્યું, કરણે મને કહ્યું કે આજ વેચાય છે. હું ઉંમર લાયક છું પણ તમે યુવાન છો અને તમે મને પસંદ કરવા લાગશો તો લોકોને પણ ગમશે. તમારે દર્શકોને બતાવવું પડશે કે, તમે મારા માટે પાગલ થઈ ગયા છો.

    અંજલિએ મુનવ્વરને કહ્યું, આ વાત સિક્રેટ જ રાખો

    મુનવ્વરે તેને પૂછ્યું, આટલું બધું જણાવવામાં તે આટલો સમય કેમ લગાડ્યો, શું તું ખરેખર તને પસંદ કરે તેની રાહ જોઈ રહી હતી? જેના પર અંજલિએ કહ્યું, 'બિલકુલ નહીં' મુનવ્વરે અંજલિને ચીડવતા કહ્યું કે, તે શરમાઈ રહી છે, જોકે અંજલિએ આ બધું હસી કાઢ્યું. તેણે મુનવ્વરને આ વાત ગુપ્ત રાખવા અને તેને કોઈને જાહેર ન કરવા કહ્યું.

    આ પણ વાંચોઅજીબોગરીબ ડ્રેસ માટે રણવીર સિંહને ટ્રોલ કરી રહ્યા છે યુઝર્સ, ડ્રેસની કિંમત જાણી ચોંકી જશો

    મુનવ્વરે કહ્યું- કરણવીર ખૂબ જ સ્માર્ટલી ગેમ રમી રહ્યો છે

    મુનવ્વરે અંજલિને કહ્યું કે, હું આ જેલમાં દરેક વ્યક્તિને સમજી ગયો છું અને કરણવીર બોહરા બંને બાજુથી સારું મેળવીને ખૂબ જ સ્માર્ટ રીતે રમી રહ્યો છે. તે અંજલિને કહે છે કે, તે તેને રિયાલિટી શો તરીકે નથી વિચારી રહ્યો પરંતુ વધુ 24*7 જોબની જેમ વિચારી રહ્યો છે જ્યાં તેણે આંખો અને કાન ખુલ્લાં રાખવા પડશે અને આનંદ માણવો પડશે, ગેમ આપમેળે રમવાનું શરૂ થઈ જશે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Bollywood Latest News, Bollywood News in Gujarati, Kangana ranaut, Lock Upp

    આગામી સમાચાર