Home /News /entertainment /'ખુદ કે મુહ મીઠ્ઠુ મિયાં' Kanganaએ પોતાની જાતને ગણાવી 'સુપરસ્ટાર હોસ્ટ', અન્ય સ્ટાર્સ સાથે કરી સરખામણી
'ખુદ કે મુહ મીઠ્ઠુ મિયાં' Kanganaએ પોતાની જાતને ગણાવી 'સુપરસ્ટાર હોસ્ટ', અન્ય સ્ટાર્સ સાથે કરી સરખામણી
કંગના રણૌતે કરણ જોહર પર ફરી નિશાનો સાધ્યો
કંગના રનૌતે (Kangana Ranaut) સોશિયલ મીડિયા દ્વારા શોની સફળતા માટે પોતાને 'સુપરસ્ટાર હોસ્ટ' ગણાવી છે. તેણે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક લાંબી નોંધ શેર કરી છે, જેમાં તેણે શોની સફળતા અને તેના હોસ્ટિંગ વિશે ઘણું કહ્યું છે અને હંમેશની જેમ બોલિવૂડ સ્ટાર્સને નિશાન બનાવ્યા છે.
બોલિવૂડની 'ક્વીન' કંગના રનૌતે (Kangana Ranaut) તાજેતરમાં જ એકતા કપૂરના (Ekta Kapoor) રિયાલિટી શો 'લોક અપ'થી (Lock Upp) હોસ્ટિંગ ડેબ્યૂ કર્યું હતું. કંગના રનૌતનો આ શો શરૂઆતથી જ ચર્ચામાં છે. આ શોને દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. હવે હોસ્ટ કંગના રનૌતે લોકઅપને દર્શકો દ્વારા મળી રહેલા સકારાત્મક પ્રતિસાદ અને તેની સફળતા અંગે પ્રતિક્રિયા આપી છે. તેણે સોશિયલ મીડિયા દ્વારા શોની સફળતા માટે પોતાને 'સુપરસ્ટાર હોસ્ટ' ગણાવી છે. તેણે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક લાંબી નોંધ શેર કરી છે, જેમાં તેણે શોની સફળતા અને તેના હોસ્ટિંગ વિશે ઘણું કહ્યું છે અને હંમેશની જેમ બોલિવૂડ સ્ટાર્સને નિશાન બનાવ્યા છે.
પોતાની પોસ્ટમાં કંગનાએ લખ્યું- 'શાહરૂખ, અક્ષય કુમાર, પ્રિયંકા ચોપરા, રણવીર સિંહ જેવા ઘણા સફળ કલાકારોએ હોસ્ટિંગમાં પોતાનો હાથ અજમાવ્યો છે. તેઓ તેમની કારકિર્દીમાં ભલે સફળ રહ્યા હોય, પરંતુ તેઓ હોસ્ટિંગમાં નિષ્ફળ ગયા છે. તેઓ બધા નિષ્ફળ હોસ્ટ છે. અત્યાર સુધી માત્ર અમિતાભ બચ્ચન જી અને સલમાન ખાન જી અને કંગના રનૌત જ સુપરસ્ટાર હોસ્ટ બનવાનું ગૌરવ પ્રાપ્ત કરી શક્યા છે. આ લીગનો ભાગ બનવું એ એક સૌભાગ્યની વાત છે.
તેણે આગળ લખ્યું- 'કાશ મારે સ્પષ્ટ રીતે સમજાવવું ન પડ્યું હોત પરંતુ ઈર્ષાળુ મૂવી માફિયા મને અને મારા શોને બદનામ કરવા માટે ઘણુ બધુ કરી રહ્યા છે. તેથી મારે આ જરૂરી કામ કરવાનું હતું અને મને કોઈ વાંધો નથી. જો હું લોકો માટે સ્ટેન્ડ લઇ શક્તી હોઉં, તો હું મારા માટે પણ ઊભી રહી શકુ છું. આ પેઢીના એકમાત્ર સફળ હોસ્ટ બનવું અદ્ભુત છે.' #lockupp
તમને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા જ કંગનાએ તેના શોના 200 મિલિયન વ્યૂઝને પાર કર્યા બાદ કરણ જોહર પર કટાક્ષ કર્યો હતો. એક પોસ્ટ શેર કરતા તેણે લખ્યું- 'લોકઅપે 200 મિલિયન વ્યૂઝ પૂરા કર્યા છે, આખી ચંગુ-મંગુ સેના/પાપાજો અને તેમનું મીડિયા ચુપચાપ રડી રહ્યુ હશે. કેટલા પાપડ વણ્યા પછી 200 મિલિયન. આગળ જુઓ શું શું થાય છે. તારા રડવાના દિવસો આવી ગયા, પપ્પા જો.'
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર