Lock Upp માં પૂનમ પાંડેએ રડતા-રડતા કહ્યું, 'હું એકલી જ મરીશ'
Lock Upp માં પૂનમ પાંડેએ રડતા-રડતા કહ્યું, 'હું એકલી જ મરીશ'
લોક અપ શો પૂનમ પાંડે
Lock Upp : પૂનમ પાંડે (Poonam Pandey) લોક અપ શો (Lock Upp Show)માં ભાવુક થઈ ગઈ હતી, તે તેના પતિ સેમ બોમ્બેને યાદ કરી રડવા લાગી હતી, ત્યારે મુનાવર ફારુકી (Munawar Faruqui) અને અંજલી અરોરા (Anjali Arora)એ તેને શાંત પાડવાની કોશિસ કરી હતી.
લોક અપ (Lock Upp) માં દરરોજ નવા ટ્વિસ્ટ જોવા મળી રહ્યા છે. લોકઅપના કેદીઓ દ્વારા કરવામાં આવી રહેલા ધમાલને લોકો પસંદ કરી રહ્યા છે. શોના વ્યુઝ જણાવી રહ્યા છે કે લોકો શોના કોન્સેપ્ટને પસંદ કરી રહ્યા છે. હાલમાં જ ફરી એકવાર શોની બોલ્ડ કેદી પૂનમ પાંડે (Poonam Pandey) રડતી જોવા મળી હતી. શોની હોસ્ટ કંગના રનૌત (Kangana Ranaut) અને શોમાં ગેસ્ટ બનીને આવેલી અંકિતા લોખંડે (ankita lokhande)એ, તેમણે મુનાવર ફારુકી (Munawar Faruqui) અને અંજલી અરોરા (Anjali Arora) વચ્ચે જોવા મળેલી કેમેસ્ટ્રીનો આનંદ માણ્યો હતો, ત્યારબાદ પૂનમ ભાવુક થઈ ગઈ હતી અને પોતાના આંસુ રોકી શકી નહોતી.
પૂનમ પાંડે અગાઉ પણ શોમાં રડતી જોવા મળી હતી જ્યારે તેણે તેના પતિ સેમ બોમ્બે અને તેના લગ્ન વિશે ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. તાજેતરમાં તેણીને ખૂબ જ દુઃખ થયું કે તેણી તેના લગ્નને બચાવી શકી નથી અને શોમાં સેમ બોમ્બે યોને યાદ કરીને રડતી જોવા મળી હતી.
પૂનમને સૈમ બોમ્બેની યાદ આવી
ઉલ્લેખનીય છે કે, આ વીકેન્ડ શોમાં ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડે ગેસ્ટ તરીકે આવી હતી. શોમાં તેણે કેદીઓ સાથે ખૂબ મસ્તી કરી અને અંજલિ અને મુનવ્વરને ભેટ પણ આપી. પરંતુ અંકિતાના ગયા પછી પૂનમ સેમ બોમ્બેને યાદ કરીને ખૂબ રડવા લાગી. જ્યારે અંજલિએ તેને રડવાનું કારણ પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે, તે સેમ બોમ્બેને મિસ કરી રહી છે, જેની સાથે તેનું હવે બ્રેકઅપ થઈ ગયું છે.
રડતાં રડતાં કહ્યું- લગ્ન બચાવવા ખૂબ પ્રયાસ કર્યા
જૂના દિવસોને યાદ કરીને તેને રડતી જોઈને અંજલિ અને મુનવ્વરે તેને શાંત પાડવાનું શરૂ કર્યું. પરંતુ પૂનમ પોતાની ભાવનાઓને રોકી શકી નહીં અને રડતા રડતા બોલી- 'મેં લગ્ન બચાવવાની ઘણી કોશિશ કરી, પણ બચાવી ન શકી. મારા લગ્ન પણ ટકી શક્યા હોત યાર. પૂનમે આગળ કહ્યું, 'મને નથી લાગતું કે મને જીવનમાં કંઈ સારૂ મળશે. હું એકલી જ મરી જઈશ.
પૂનમની વાત સાંભળ્યા બાદ મુનવ્વરે કહ્યું કે, જે પણ થાય છે તે સારા માટે જ થાય છે, તારૂ પણ નસીબ ચોક્કસ સારું રહેશે, બસ ભગવાનમાં શ્રદ્ધા રાખો. અંજલિએ પૂનમને પણ સમજાવ્યું, ત્યારબાદ તેણે કહ્યું કે, લોકો તેના વિશે જે રીતે વાત કરે છે તે તેને પસંદ નથી. પાછળથી, પૂનમ શાંત થાય છે અને મજાકમાં મુનવ્વરને કહે છે, 'તેરા બ્રેક અપ તો હો રહા હૈ'. મુનવ્વરે ફરી કહ્યું, 'પવિત્ર સંબંધ તો બહાર છે'.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર