બોલિવૂડના મહાન અભિનેતાઓમાં રાજકુમાર રાવ (Rajkummar rao)નું નામ શામેલ છે. 2010માં દિબાકર બેનર્જીની LSD: લવ, સેક્સ ઔર ધોખાથી બોલિવૂડમાં પદાર્પણ કરનાર રાજકુમારે ફિલ્મોમાં અવનવા અને પડકારજનક પાત્રો ભજવી સફળ કલાકારોમાં નામ નોંધાવી દીધું છે. આજકાલ તે તેના લગ્ન (Rajkummar rao's Marriage)ને લઈ સમાચારોમાં છવાયો છે. તેણે તેની ગર્લફ્રેંડ પત્રલેખા (Patralekhaa) સાથે લગ્ન કર્યા છે. તેમના લગ્નની તસવીરો અને વિડીયો હજી પણ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવે છે.
રાજકુમાર રાવની નેટ વર્થ
હાલમાં રાજકુમાર રાવની અંદાજિત નેટવર્થ 6 મિલિયન ડોલર એટલે કે રૂ. 44 કરોડ છે. તે એક ફિલ્મ માટે 4થી 5 કરોડ રૂપિયા અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે લગભગ 1 કરોડ રૂપિયા લેતો હોવાનો અંદાજ છે. અત્યારે રાજકુમાર સિંગાપોર સ્થિત એક્ટિવ લેઝર બ્રાન્ડ એક્ટિમેક્સ (Actimaxx), ફેશન ઈ-કોમર્સ વેબસાઈટ bewakoof.com અને ઈલેક્ટ્રોનિક રિસેલર કેશિફાઈ (Cashify) સહિતની બ્રાન્ડ માટે કામ કરે છે.
કાર અને બાઈકનો શોખ, અંધેરીમાં વૈભવી મકાન
રાજકુમારની પાસે ઘણી કારો છે. જેમાંની એક Audi Q7 છે. જેની કિંમત લગભગ 70 લાખ રૂપિયા છે. આ ઉપરાંત તેની પાસે મર્સિડીઝ CLA 200 પણ છે. જેની કિંમત 30થી 60 લાખ રૂપિયા છે. તેની પાસે હાર્લી ડેવિડસન ફેટ બોય પણ છે. જેની કિંમત 19 લાખ રૂપિયાથી શરૂ થાય છે. તે અંધેરીના ઓબેરોય સ્પ્રિંગ્સમાં વૈભવી ઘર ધરાવે છે. આ સ્થળે વિકી કૌશલ અને મનોજ બાજપાઈ જેવા અન્ય બોલીવુડ કલાકારોના પણ ઘર છે.
રાજકુમાર રાવ પાસે ઘડિયાળનું પણ સારું કલેક્શન છે. તેને ઘડિયાળો પહેરવાનો શોખ છે. તેની ઘડિયાળોની કિંમત લાખોમાં છે. તે ઘણા પ્રસંગોએ લક્ઝુરિયસ અને મોંઘી ઘડિયાળો પહેરતો જોવા મળ્યો છે.
ઉલ્લેખનીય છે કે, બોલિવૂડમાં એન્ટ્રી કર્યા બાદ રાજકુમાર રાવે કાઈ પો છે (2013), બરેલી કી બરફી (2017) અને જજમેન્ટલ હૈ ક્યા (2019) જેવી ફિલ્મોમાં જોરદાર અભિનય કર્યો હતો. તેણે હંસલ મહેતાની 2014ની ફિલ્મ સિટીલાઈટ્સ અને ALTબાલાજી સિરીઝ બોસઃ ડેડ/એલાઈવમાં તેની પત્ની સાથે પણ કામ કર્યું છે. હવે તે આગામી કોમેડી ફિલ્મ બધાઈ દોમાં ભૂમિ પેડનેકર સાથે જોવા મળશે. આ ફિલ્મ 2022ની 4 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ શકે છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર