Sushant Case: દીપિકાએ NCBને આપ્યો જવાબ- કાલે થશે પૂછપરછ, તપાસમાં કરશે સહયોગ

News18 Gujarati
Updated: September 24, 2020, 6:40 PM IST
Sushant Case: દીપિકાએ NCBને આપ્યો જવાબ- કાલે થશે પૂછપરછ, તપાસમાં કરશે સહયોગ
દીપિકા પાદુકોણ, એક્ટ્રેસ

Sushant Singh Rajput Case Live: NCBએ બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન અને રકુલ પ્રીત સિંહ સહિત અનેયને ડ્રગ્સ કેસમાં સમન્સ બજાવ્યા છે.

  • Share this:
મુંબઇ: બોલિવૂડમાં ડ્રગ્સનાં કથિત કેસની તપાસ કરી રહેલાં માદક પદાર્ત નિયંત્રણ બ્યૂરોને બોલિવૂડમાં ડ્રગ્સનાં સેવન અને તેનાં ખરીદ વેચાણની તપાસને વધારતાં A લિસ્ટની હસ્તીઓનાં નામ સામે આવ્યાં છે. આ મામલે હાલમાં કેટલાંકને સમન્સ બજાવી દેવામાં આવ્યાં છે જ્યારે કેટલાંકનાં નામ પર હજુ પડદો છે. આજે આ કેસમાં રકૂલ પ્રિત સિંહની પૂછપરછ થશે.

NCB આજે ડ્રગ્સ મામલે રકુલ પ્રીત સિંહની સાથે સાથે સુશાંત સિંહ રાજપૂતની ટેલેન્ટ મેનેજર શ્રુતિ મોદી અને ડિઝાઇનર સિમોન ખંભાટાની પૂછપરછ કરશે. તમામને સમન્સ બજાવવામાં આવી ગયા છે.

સુશાંત સિંહ રાજપૂતનાં મોત સાથે જોડાયેલાં બોલિવૂડનાં ડ્રગ્સ મામલાની તપાસ કરી રહ્યાં છે. નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) તપાસ એજન્સીએ આજે ડ્રગ્સ કેસમાં પૂછપરછ માટે રકુલ પ્રીત સિંહને બોલાવી છે. ઘણી એક્ટ્રેસિસનાં નામ સામે આવ્યાં બાદ આજે પહેલો દિવસ છે જ્યારે રિયા બાદ અન્ય એક્ટ્રેસિસની પૂછપરછ થશે.

આ પણ વાંચો- ડ્રગ્સ કેસમાં આવી રીતે ખુલી દીપિકા અને શ્રદ્ધાની પોલ, WhatsApp ચેટ આવી કામ

LIVE UPDATE


    • 26  સ્પટેમ્બરે થનારી NCBની પૂછપરછ માટે ગોવાથી મુંબઇ આવવાં નીકળી બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન







  • એબીગેલ પાંડે અને સમન જોહરનાં ઘરેથી NCBને મળ્યું ડ્રગ્સ, જે બાદ NCBનાં અધિકારી હવે બંનેને ફરી પૂછપરછ માટે બોલાવ્યાં છે.

  • દીપિકા પાદુકોણ NCBની પૂછપરછ માટે ગોવાથી મુંબઇ આવવાં નીકળી ગઇ છે. હાલમાં તે ગોવા એરપોર્ટ પર જઇ રહી છે ત્યાંથી તે ચાર્ટડ પ્લેન દ્વારા મુંબઇ આવશે. રકુલ પ્રીત અને દીપિકાથી કાલે NCB પૂછપરછ કરશે.

  • NCBએ ટેલિવીઝન એક્ટર અબીગેલ પાંડે અને સનમ જોહરનાં ઘરે રેઇડ પાડી હતી. આ દરમિયાન મારિજુઆના ડ્રગ્સ મળી આવ્યું હતું. બંનેનું નામ ડ્રગ્સની તસ્કરીમાં આવ્યું છે. આ બંનેને NCBએ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યાં છે.

  • એક્ટ્રેસ દીપિકા પાદુકોણ હાલમાં ગોવામાં છે અને NCB કાલે તેની પૂછપરછ કરશે. દીપિકા આજે ગોવાથી ચાર્ટડ વિમાનમાં મુંબઇ પરત આવશે. તેનું નામ પણ ડ્રગ્સ કેસમાં આવ્યું છે.

  • ડ્રગ્સ મામલે ફેશન ડિઝાઇનર સિમો ખંભાટા અને સુશાંતની પૂર્વ મેનેજર શ્રુતિ મોદીની NCBએ કરી પૂછપરછ. રકુલપ્રીત સિંહની કાલે થશે પૂછપરછ

  • NCBએ ધર્મા પ્રોડક્શનનાં ડિરેક્ટર ક્ષિતિજ પ્રસાદને સમન બજાવ્યા છે. તેમને પણ શુક્રવારે સવારે 11 વાગ્યે NCBની ઓફિસ આવવાં કહ્યું છે, તેનું નામ એક ડ્રગ તસ્કરે લીધુ હતું.

  • NCB આજે એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ (Rakul Preet Singh)ની પૂછપરછ કરવાની હતી. પણ રકુલપ્રીત તરફથી કહેવામાં આવ્યું કે તેને સમન મળ્યું નથી. જે બાદ NCBએ આ મામલે પ્રતિક્રિયા આપી. બાદમાં જાણકારી મળી કે રકુલપ્રીતને સમન મળી ગયુ છે. હવે NCB તેની શુક્રવારે પૂછપરછ કરશે. તો NCB દીપિકા પાદુકોણની પણ શુક્રવારે પૂછપરછ કરવાની છે.

  • NCBએ રકુલ પ્રીત અંગે જાણકારી આપી, એક્ટ્રેસને બુધવારે સમન્સ જારી કરવામાં આવ્યું હતું. NCBની ટીમે તેને વિભિન્સ સ્તર પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ અત્યાર સુધી કોઇ પ્રતિક્રિયા મળી નથી.





  • સુશાંત સિંહ રાજપૂતનાં મોતથી જોડાયેલાં ડ્ર્ગ્સ કેસમાં પૂછપરછ માટે તેની પૂર્વ મેનેજર શ્રુતિ મોદી પણ NCBની ઓફિસ પહોંચી ગઇ છે. સિમોન ખંભાટાની સાથે તેની આજે પૂછપરછ કરવામાં આવશે.

  • એક્ટ્રેસ રકૂલ પ્રીતે ડ્રગ્સ કેસમાં NCB તરફી સમન્સ મળ્યાનો ઇન્કાર કર્યો છે. એક ચેનલ સાથે વાતચીતમાં એક્ટ્રેસે આ માહિતી આપી છે.

  • ડ્રગ્સ કેસમાં NCBએ મુંબઇમાં કેટલીક જગ્યા પર છાપામારી કરી છે. ટીવી એક્ટર સનમ અબિગેલથી મળેલી માહિતી અનુસાર NCB મુંબઇમાં ઘણી જગ્યા પર છાપામારી કરી છે. આ સમાચારની ડિટેઇલ્સની ઇન્તેઝાર છે.

  • NCBએ દીપિકા પાદુકોમને તેનું નિવેદન કરવાં માટે 25 સ્પટેમ્બરે બોલાવી છે, સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરને 26 સપ્ટેમ્બરનાં બોલાવ્યાં છે.

  • NCBએ બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન, અને રકુલ પ્રીત સિંહને સમન્સ બજાવ્યા છે.

Published by: Margi Pandya
First published: September 24, 2020, 10:13 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading