SSR CASE: રિયાની પૂછપરછ ચાલુ, 2 કલાક બાદ ED ઓફિસમાંથી બહાર નીકળ્યો ભાઇ શોવિક

News18 Gujarati
Updated: August 7, 2020, 6:59 PM IST
SSR CASE: રિયાની પૂછપરછ ચાલુ, 2 કલાક બાદ ED ઓફિસમાંથી બહાર નીકળ્યો ભાઇ શોવિક
સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) મામલામાં ફરથી FIR દાખલ કર્યા બાદ CBIએ બિહાર પોલાસની તપાસ તેમનાં હાથમાં લીધી છે.

સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) મામલામાં ફરથી FIR દાખલ કર્યા બાદ CBIએ બિહાર પોલાસની તપાસ તેમનાં હાથમાં લીધી છે.

  • Share this:
મુંબઇ: સુશાંત સિંહ રાજપૂત કેસ (Sushant Singh Rajput Case)માં CBI અને EDએ તપાસ શરૂ કરી દીધી છે. EDએ મની લોન્ડ્રિંગનાં એક કેસમાં માં સુશાંત સિંહની ગર્લફ્રેન્ડ (Rhea Chakraborty)ને સમન્સ બજાવ્યાં છે. આ મામલે મુંબઇ સ્થિત EDની ઓફિસમાં રિયાની પૂછપરછ ચાલૂ છે. રિહાની સાથે સાથે તેનાં ભાઇ અને પિતા પણ EDની ઓફિસમાં હાજર છે. સુશાંતનાં પિતા કેકે સિંહે રિયા પર સુશાંતનાં અકાઉન્ટમાંથી 15 કરોડ રૂપિયા ઉપડ્યા હોવાનો આરોપ લગાવ્યો છે. મળતી માહિતી મુજબ EDની પૂછપરછ 5-6 કલાક ચાલી શકે છે. ED રિયા સાથે સખત વલણ અપનાવી શકે છે.

સુશાંતનાં કેસની તપાસ કરનારી ટીમને ખુદ જોઇન્ટ ડિરેક્ટર સત્યવ્રત મોનિટર કરી રહ્યાં છે. આ મામલામાં જોડાયેલી તમામ તપાસનાં મહત્વપૂર્ણ પાસાઓ અંગે દિલ્હી સ્થિત EDનાં ડિરકે્ટર સંજય મિશ્રાને માહિતી આપી રહ્યાં છે. જે પણ નિર્દેશ મળે છે તેનાં મુજબ તપાસ કરવામાં આવી રહી છે.

ED ઓફિસ આવેલા રિયા ચક્રવર્તનાં ભાઇ શોવિક ત્યાંથી નીકળી ગયો છે. 2 કલાકથી વધુ સમય તે EDની ઓફિસમાં હતો. જે બાદ તેને ત્યાંથી જવા કહેવામાં આવ્યું હતું. આપને જણાવી દઇએ કે સુશાંત સિંહની મોત મામલે CBI દ્વારા દાખલ FIRમાં તેનું પણ નામ છે




-મુંબઇમાં પ્રવર્તન નિર્દેશાલયની ઓફિસમાં સુશાંતનાં પૂર્વ બિઝનેસ મેનેજર શ્રૃતિ મોદીની પણ પૂછપરછ થઇ રહી છે. EDએ તેને આજે એજન્સીમાં હાજર થવા સમન્સ બજાવ્યું હતું.



-જાણકારી મુજબ રિયા ચક્રવર્તીથી તેનાં બેંક સ્ટેટમેન્ટ, ઇનકમ ટેક્સ રિટર્ન્સ, ઇનકમ સોર્સ અને બચચત અંગે પૂછપરછ કરવામાં આવી છે.
-સુશાંતે સ્પટેમ્બર 2019થી જાન્યુઆરી 2020 વચ્ચે 2 કંપની બનાવી હતી. EDએ રિાય પાસે તેની ડિટેલ્સ માંગી છે. રિયાએ તે સંપત્તિઓનાં દસ્તાવેજ મંગાવ્યા છે.

આ પણ વાંચો- માસ્ક પહેરી વાદળી ડ્રેસમાં EDની ઓફિસ પહોંચી રિયા ચક્રવર્તી, જુઓ PHOTOS
આ પણ વાંચ- Exclusive: સુશાંતને માનસિક બીમાર સાબિત કરવા માંગતી હતી રિયા, SCમાં બિહાર પોલીસનું સોગંદનામું

-રિયા તેનાં પિતા અને ભાઇ જે 2 કંપનીઓનાં ડિરેક્ટર છે તેમની સાથે પૂછપરછ થઇ રહી છે.



બોમ્બે હાઇકોર્ટનાં ચીફ જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ એ એસ ગડકરીની બેંચ બે અરજી પર સુનાવણી કરી રહી હતી. અરજીમાં મુંબઇ પોલીસ દ્વારા સુશાંત સિંહ રાજપૂત કેસનાં હેન્ડિંલગ અને તેનાં પર મીડિયા રિપોર્ટિંગ સાથે જોડાયેલો મદ્દો હતો.



બોમ્બે હાઇકોર્ટે શુક્રવારે કહ્યું હતું કે, સુશાંત સિંહ રાજપૂતનાં મોત મામલે CBI તપાસ કરવાની માંગણી પર સુનવણીમાં કોઇ ઉતાવળ ન થઇ થશે. કારણ કે સુપ્રીમ કોર્ટ આ મામલાને સાંભળી રહી છે. કેન્દ્રમાં મહારાષ્ટ્ર સરકાર દ્વારા કેસને હેન્ડલ કરવાની રીત પર પ્રશ્ન ઉઠાવ્યો છે.
Published by: Margi Pandya
First published: August 7, 2020, 3:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading