Home /News /entertainment /18 વર્ષ જુનો કાળિયાર કેસ, 48 કલાકમાં જેલની બહાર ભાઈજાન

18 વર્ષ જુનો કાળિયાર કેસ, 48 કલાકમાં જેલની બહાર ભાઈજાન

  કાળિયાર શિકાર કેસનો દોષી સલમાન ખાનને જામીન મળી ગયા છે જેનાથી તેમના પરિવાર અને ફેન્સમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. જોધપુર સેશન્સ કોર્ટે 50 હજાર રૂપિયાના બોન્‍ડ પર સલમાન ખાનને જામીન આપી દીધી છે અને હવે આ કેસની આગામી સુનાવણી 7 મેના રોજ કરવામાં આવશે. 20 વર્ષ જુના કાળિયારના શિકારના મામલામાં 48 કલાક સુધી જેલમાં રહ્યાં પછી શનિવારે સલમાનને રાહત મળી ગઇ છે.

  સલમાનના ફેન્સમાં ખુશીનો માહોલ
  સલમાન ખાનના ફેન્સમાં ખુશીની લહેર છવાઇ ગઇ છે. જોધપુર કોર્ટની બહાર સલમાનના ફેન્સ ફટાકડા ફોડીને ઉજવણી કરી રહ્યાં છે. જ્યારે તેના પરિવારમાં પણ ખુશીની લાગણી છવાઇ ગઇ છે. સલમાનના જામીનની ખુશી તેના ઘરની બહાર પણ જોવા મળી રહી છે. ફેન્સ બંન્ને જગ્યાએ કોઇ તહેવાર હોય તેવી ઉજવણી કરી રહ્યાં છે. જ્યારે પોલીસે કોર્ટની બહાર અને તેના ઘરની બહાર સુરક્ષા વધારી દીધી છે.

  સલમાનના વકીલને હતી ખાતરી
  સલમાનના વકીલ મહેશ બોરાએ કહ્યું કે, તેમને જામીન મળ્યાં છે પરંતુ પ્રક્રિયાને પુરી કરતાં હજી એક બે કલાક લાગી શકે છે. તે આજે સાંજે બહાર આવી શકે છે. નોંધનીય છે કે સલમાન ખાનના વકીલ મહેશ બોરાએ સવારે જ કહ્યું હતું કે, આજે જ જજ સાહેબને નિર્ણય સંભળાવવાની અપીલ કરીશું. જો આવું નહીં થાય તો લિંક કોર્ટમાં જઇને પિટિશન કરીશું. પરંતુ આજે જ સુનાવણી કરાવીશું. તે વધારે રાહ જોઇ નથી શકતા. જ્યારે સરકારી વકીલ ભવાની સિંહ ભાટીનું કહેવું છે કે કોર્ટે આખો મામલો સાંભળી લીધો છે. હવે આ જજ પર આધાર રાખે છે કે તે આજે સુનાવણી કરશે કે નહીં.


  જજની કાલે મોડી રાતે બદલી થતાં આવ્યો હતો કેસમાં ટ્વિસ્ટ
  આ કેસની સુનાવણી કરી રહેલા જોધપુર સેસન્સ કોર્ટના જજ રવિન્દ્રકુમાર જોષીની બદલી થઇ ગઇ છે. તો હવે સલમાનના કેસની સુનાવણી પર મોટો પ્રશ્નાર્થ આવી ગયો હતો. કાલે રાતે સલમાનના કેસની સુનાવણી કરનારા જજ રવિન્દ્રકુમાર જોષીનું પ્રમોશન સાથે બદલી કરી દેવામાં આવી હતી. તેમની સાથે રાજસ્થાનમાં કુલ 84 અન્ય જજોની પણ ટ્રાન્સફર કરી દેવામાં આવી છે. જેના કારણે શંકા સેવાઇ રહી હતી કે શનિવારે આજે તેના કેસમાં સુનાવણી થશે કે નિર્ણય પાછો ઠેલાશે.

  બિશ્નોઇ સમાજ હાઇકોર્ટમાં કરશે અરજી
  બિશ્નોઇ સમાજના વકીલ, મહીપાલ બિશ્નોઇના જણાવ્યાં પ્રમાણે, 'સલમાનને જામીન મળ્યાં પછી કોર્ટે આદેશ આપ્યો છે કે તે કોર્ટની પરવાનગી વગર દેશ છોડીને જઈ નથી શકતો. કોર્ટે આ કેસમાં આગળની સુનાવણીની તારીખ 7 મે નક્કી કરવામાં આવી છે.' નોંધનીય છે કે બિશ્નોઇ સમાજ રાજસ્થાન હાઇકોર્ટમાં અરજી કરવાના છે.

  બહેનો સલમાનની વ્હારે
  સલમાન ખાનની બંન્ને બહેનો અલવીરા અને અર્પિતા સવારથી જ કોર્ટમાં આવી ગઇ હતી. સવારે અલવીરાએ મીડિયાએ ઘેરી લેતા સલમાનના બોડીગાર્ડ શેરાની થોડી ઝપાઝપી પણ થઇ ગઇ હતી. પહેલા હાફમાં જ્યારે કહેવામાં આવ્યું કે આ કેસની સુનાવણી લંચ પછી કરવામાં આવશે ત્યારે તેઓ કોર્ટમાંથી જતા રહ્યાં હતાં અને બાદમાં બે વાગે ફરી આવી ગયા હતાં. જેમ સુનાવણી થઇ કે સલમાનને જામીન મળી છે ત્યારે તેઓ ખુશીથી એકબીજાને ભેટી પડી હતી.

  સલમાનને જેલમાં પહોંચાડનાર બિશ્નોઇ સમાજ
  આ કેસમાં સલમાન ખાનને કોર્ટ સુધી પહોંચાડનાર રાજસ્થાનનો બિશ્નોઈ સમાજ છે. બિશ્નોઈ સમાજ પ્રકૃત્તિ અને પ્રાણીઓ પ્રત્યે ખૂબ ઊંડી શ્રદ્ધા ધરાવવા માટે જાણીતો છે. પ્રકૃતિ પ્રેમીઓ અને વિષ્ણુના ઉપાસક બિશ્નોઈ સમાજે જ કાળિયારના શિકારના કેસમાં સલમાન ખાનને કોર્ટ પહોંચાડ્યો હતો. બિશ્નોઈ સમાજની સ્થાપના 15મી સદીમાં ગુરુ જમ્બેશ્વરે કરી હતી. જોકે, અમુક લોકોનું કહેવું છે કે બિશ્નોઈ શબ્દ વિષ્ણુમાંથી લેવામાં આવ્યો છે, જેઓ બિશ્નોઈ સમાજના મુખ્ય દેવાતા છે. એવું પણ કહેવામાં આવે છે કે બિશ્નોઈ શબ્દ વીસ એટલે કે 20 અને નવ એટલે કે 9ને મળીને બન્યો છે. આ બંને સાથે મળીને 29 થાય છે. કહેવામાં આવે છે કે બિશ્નોઈ સમાજના ગુરુ જમ્બેશ્વરે 29 નિયમ બનાવ્યા હતા, જેનું પાલન કરવું દરેક બિશ્નોઈનો ધર્મ હોય છે.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Black Buck Poaching Case, Jodhpur central jail, સલમાન ખાન

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन