Home /News /entertainment /'જુગ જુગ જીયો' નાં જેવાં ડિટ્ટો મ્યૂઝિક અને ધૂન છે પાકિસ્તાની 'નાચ પંજાબન' ગીતનાં, જુઓ VIDEO
'જુગ જુગ જીયો' નાં જેવાં ડિટ્ટો મ્યૂઝિક અને ધૂન છે પાકિસ્તાની 'નાચ પંજાબન' ગીતનાં, જુઓ VIDEO
ઓરિજિનલ 'નાચ પંજાબન' પાકિસ્તાની સોન્ગ
Controversy on Pakistani Song Naach Panjaban : સિંગર અબરારે સોશિયલ મીડિયામાં કરન જોહર તથા ધર્મા પ્રોડક્શન પર મંજૂરી વગર ગીત લેવાનો આક્ષેપ મૂક્યો છે. અબરારે કહ્યું હતું, 'મેં મારું ગીત 'નાચ પંજાબન' કોઈ પણ ભારતીય ફિલ્મને વેચ્યું નથી. હું વળતર લઈ શકું. કરન જોહર જેવા પ્રોડ્યૂસર્સે ગીતની નકલ કરવી જોઈએ નહીં. મારા છઠ્ઠા ગીતની કૉપી કરવામાં આવી છે.' જોકે આ મામલે ટી સિરીઝ દ્વારા કરણ જોહરની તરફેણમાં ટ્વિટ કરવામાં આવ્યું છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: હાલમાં સોશિયલ મીડિયા પર ખુબજ બબાલ મચી છે. ફિલ્મ 'જુગ જુગ જીયો '(Jug Jug Jeeyo) ની સ્ટોરી અને સોન્ગ ચોરવાનો કરણ જોહર પર આરોપ લાગ્યો છે. 'જુગ જુગ જિયો'ના ટ્રેલરમાં ગીત 'નાચ પંજાબન' (Naach Panjaban) પાકિસ્તાની ગીતનું કૉપી વર્ઝન છે. આના વિરુદ્ધ પાકિસ્તાની સિંગર અબરાર ઉલ હકે અવાજ ઉઠાવ્યો છે. સિંગર અબરારે સોશિયલ મીડિયામાં કરન જોહર તથા ધર્મા પ્રોડક્શન પર મંજૂરી વગર ગીત લેવાનો આક્ષેપ મૂક્યો છે. અબરારે કહ્યું હતું, 'મેં મારું ગીત 'નાચ પંજાબન' કોઈ પણ ભારતીય ફિલ્મને વેચ્યું નથી. હું વળતર લઈ શકું. કરન જોહર જેવા પ્રોડ્યૂસર્સે ગીતની નકલ કરવી જોઈએ નહીં. મારા છઠ્ઠા ગીતની કૉપી કરવામાં આવી છે.' જોકે આ મામલે ટી સિરીઝ દ્વારા કરણ જોહરની તરફેણમાં ટ્વિટ કરવામાં આવ્યું છે. આ ટ્વિટ મુજબ ટી સિરીઝ પાસે આ ગીતનાં હક વર્ષ 2002થી છે.
T Seriesની ટ્વિટ
T-Series એ ટ્વિટ કર્યું, "અમે 1 જાન્યુઆરી, 2002 ના રોજ સંબંધિત પક્ષ પાસેથી ગીતના અધિકારો કાયદેસર રીતે મેળવ્યા હતા અને તે Lollywood Classicsની YouTube ચેનલ પર પણ ઉપલબ્ધ છે, જેની માલિકી અને Moviebox Records લેબલ દ્વારા સંચાલિત છે. જ્યારે ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળની ફિલ્મ 'જુગ જુગ જિયો'નું આ ગીત રિલીઝ થશે, ત્યારે તેનો ઉલ્લેખ ક્રેડિટ સેક્શનમાં પણ કરવામાં આવશે."
આ સાથે ટી-સિરીઝે ધર્મા પ્રોડક્શન્સ અને મૂવીબોક્સને પણ ટેગ કર્યા છે, સાથે જ ટ્રેકની યુટ્યુબ લિંક પણ શેર કરી છે.
" isDesktop="true" id="1211855" >
કોણ છે પાકિસ્તાની સિંગર અબરાર ઉલ હક અરબાર ઉલ હક (Abrar Ul Haq) સિંગર, સોંગ રાઇટર તથા પોલિટિશિયન છે. તેને 'કિંગ ઑફ પાકિસ્તાની પોપ' (King Of Pakistani Pop) નું ટાઇટલ મળ્યું છે. કરન જોહરની ફિલ્મ 'જુગ જુગ જિયો'નું ટ્રેલર 22 મેના રોજ રિલીઝ કરવામાં આવ્યું હતું. ટ્રેલર ચાહકોને ઘણું જ પસંદ આવ્યું છે. જોકે, ટ્રેલર રિલીઝ થતાં જ વિવાદો પણ થયો છે.
I have not sold my song “ Nach Punjaban” to any Indian movie and reserve the rights to go to court to claim damages. Producers like @karanjohar should not use copy songs. This is my 6th song being copied which will not be allowed at all.@DharmaMovies@karanjohar
ફિલ્મની સ્ટોરી તથા ફિલ્મના એક ગીત પર ચોરીના આક્ષેપો મૂકવામાં આવ્યા છે. વિશાલ સિંહે કરન જોહર પર વાર્તા ચોરી કરવાનો આક્ષેપ કર્યો છે, જ્યારે પાકિસ્તાની સિંગર અબરાર ઉલ હકે કહ્યું હતું કે ગીત 'નાચ પંજાબન' તેનું સોંગ છે અને તે કરન જોહર સામે લીગલ એક્શન લેશે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર