OSCAR 2019: ભારતીય ફિલ્મ 'પિરિયડ' બેસ્ટ ડોક્યુમેન્ટ્રી, વાંચો વિજેતાનું સંપૂર્ણ લિસ્ટ

News18 Gujarati
Updated: February 25, 2019, 1:48 PM IST
OSCAR 2019: ભારતીય ફિલ્મ 'પિરિયડ' બેસ્ટ ડોક્યુમેન્ટ્રી, વાંચો વિજેતાનું સંપૂર્ણ લિસ્ટ
પિરિયડ, બેસ્ટ ડોક્યુમેન્ટ્રી ફિલ્મ શોર્ટ સબ્જેક્ટ

બ્રિટિશ રોક બેન્ડ 'ક્વીન' અને તેના લીડ સિંગર ફ્રેડી મર્ક્યુરીની લાઈફ પર બનેલી બાયોગ્રાફિકલ મ્યુઝિકલ ફિલ્મ 'બોહેમિયન રાપ્સોડી' સૌથી વધુ ચાર કેટેગરીમાં વર્ષ 2019નાં ઓસ્કર અવોર્ડ જીતી છે.

  • Share this:
બોલિવૂડ ડેસ્ક: અમેરિકાનાં લોસ એન્જલસનાં ડોલ્બી થિએટરમાં 91મો ઓસ્કાર એવોર્ડ યોજવામાં આવ્યો. અમેરિકન સમય પ્રમાણે મોડી સાંજે અને ભારતીય સમય પ્રમાવે વહેલી સવારે આ એવોર્ડ શોનું આયોજન થયું. જેમાં ભારતીય ડોક્યુમેન્ટ્રી ફિલ્મને 'બેસ્ટ ડોક્યુમેન્ટ્રી ફિલ્મ શોર્ટ સબ્જેક્ટ' થી નવાઝવામાં આવી. 25 વર્ષિય ઇરાની-અમેરિકન વિદ્યાર્થીની રાયકા ઝેહતાબ્ચીએ આ ફિલ્મ બનાવી હતી. જેને ભારતીય પ્રોડ્યુસર ગુનીત મોન્ગાએ કો-પ્રોડ્યુસ કરી છએ.

આ ઉપરાંત પાંચ કેટેગરીમાં નોમિનેટ થયેલી બાયોગ્રાફિકલ કોમેડી ડ્રામા ફિલ્મ 'ગ્રીન બુક' 3 ઓસ્કર અવોર્ડ્સ જીતી ગઈ હતી. 'ગ્રીન બુક'ને બેસ્ટ ફિલ્મનાં એવોર્ડ ઉપરાંત બેસ્ટ સપોર્ટિંગ એક્ટર મહેરશાલા અલી અને બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીનપ્લેનો એમ ત્રણ ઓસ્કર મળ્યા છે. જ્યારે બ્રિટિશ રોક બેન્ડ 'ક્વીન' અને તેના લીડ સિંગર ફ્રેડી મર્ક્યુરીની લાઈફ પર બનેલી બાયોગ્રાફિકલ મ્યુઝિકલ ફિલ્મ 'બોહેમિયન રાપ્સોડી' પણ પાંચ કેટેગરીમાં નોમિનેટ થઇ હતી. જેમાંથી જેમાંથી તે સૌથી વધુ ચાર કેટેગરીમાં વર્ષ 2019નાં ઓસ્કર અવોર્ડ જીતી છે. 'બોહેમિયન રાપ્સોડી'ને બેસ્ટ એક્ટર (રામી મલેક), બેસ્ટ ફિલ્મ એડિટિંગ, બેસ્ટ સાઉન્ડ એડિટિંગ અને બેસ્ટ સાઉન્ડ
મિક્સિંગના ઓસ્કર પ્રાપ્ત થયા હતા.

91મા ઓસ્કર અવોર્ડ્સ વિનરની લિસ્ટ

  • બેસ્ટ ફિલ્મઃ ગ્રીન બુક
  • બેસ્ટ ડિરેક્ટરઃ આલ્ફાન્સો ક્વારોં (રોમા)

  • બેસ્ટ એક્ટરઃ રામી મલેક (બોહેમિયન રાપ્સોડી)

  • બેસ્ટ એક્ટ્રેસઃ ઓલિવિયા કોલમેન (ધ ફેવરિટ)

  • બેસ્ટ સપોર્ટિંગ એક્ટરઃ મહેરશાલા અલી (ગ્રીન બુક)

  • બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસઃ રેજિના કિંગ (ઈફ બીલ સ્ટ્રીટ કુડ ટોક)

  • બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીનપ્લેઃ ગ્રીન બુક

  • બેસ્ટ ઓરિજિનલ સ્કોરઃ બ્લેક પેન્થર

  • બેસ્ટ ઓરિજિનલ સોંગઃ ‘શેલો’ (અ સ્ટાર ઈઝ બોર્ન)

  • બેસ્ટ અડેપ્ટેડ સ્ક્રીનપ્લેઃ બ્લેકક્લાન્સમેન

  • બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મઃ રોમા (મેક્સિકો)

  • બેસ્ટ એનિમેટેડ ફીચર ફિલ્મઃ સ્પાઈડર-મેનઃ ઈન્ટુ ધ સ્પાઈડર-વર્સ

  • બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટઃ પિરિયડ. એન્ડ ઓફ સેન્ટેન્સ

  • બેસ્ટ ડોક્યુમેન્ટરી ફીચરઃ ફ્રી સોલો

  • બેસ્ટ લાઈવ એક્શન શોર્ટઃ સ્કિન

  • બેસ્ટ એનિમેટેડ શોર્ટઃ બાઓ

  • બેસ્ટ સિનેમેટોગ્રાફીઃ આલ્ફોન્સો ક્વારોં (રોમા)

  • બેસ્ટ પ્રોડક્શન ડિઝાઈનઃ બ્લેક પેન્થર

  • બેસ્ટ કોશ્ચ્યુમ ડિઝાઈનઃ બ્લેક પેન્થર

  • બેસ્ટ હેર એન્ડ મેકઅપઃ વાઈસ

  • બેસ્ટ સાઉન્ડ એડિટિંગઃ બોહેમિયન રાપ્સોડી

  • બેસ્ટ સાઉન્ડ મિક્સિંગઃ બોહેમિયન રાપ્સોડી

  • બેસ્ટ વિઝ્યુઅલ ઈફેક્ટ્સઃ ફર્સ્ટ મેન

  • બેસ્ટ એડિટિંગઃ બોહેમિયન રાપ્સોડી

First published: February 25, 2019, 1:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading