Home /News /entertainment /સત્ય ઘટના પર આધારીત 11 Crime ડોક્યુમેન્ટરી ફિલ્મનું List, જુઓ - કઈં ડોક્યુમેન્ટ્રી ક્યાં જોઈ શકાશે

સત્ય ઘટના પર આધારીત 11 Crime ડોક્યુમેન્ટરી ફિલ્મનું List, જુઓ - કઈં ડોક્યુમેન્ટ્રી ક્યાં જોઈ શકાશે

સત્ય ઘટના પર આધારીત ક્રાઈમ ડોક્યુમેન્ટ્રી ફિલ્મ

આ ડોક્યુમેન્ટરીઝ અને સિરિયલ વાસ્તવિક જીવનની ઘટનાઓ પર આધારિત છે. સમાજમાં અનેક એવા ગુનેગારો છે, જેમને આપણે સમાજમાં સાચવી રહ્યા છીએ. અહીંયા એવી ડોક્યુમેન્ટરીઝ વિશે જાણકારી આપવામાં આવી છે, જે તમે ઓનલાઈન જોઈ શકો છો.

ક્રાઈમ ડોક્યુમેન્ટરી (Crime documentaries) અને ડોક્યુ-સિરીઝ લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે. આ કારણોસર ‘ક્રાઈમ પેટ્રોલ’ અને ‘સાવધાન ઈન્ડિયા’ જેવી સીરિયલ આજે પણ દર્શકોને પસંદ આવી રહી છે. આ ડોક્યુમેન્ટરીઝ અને સિરિયલ વાસ્તવિક જીવનની ઘટનાઓ પર આધારિત છે. સમાજમાં અનેક એવા ગુનેગારો છે, જેમને આપણે સમાજમાં સાચવી રહ્યા છીએ. જો તમને ક્રાઈમ સ્ટોરીઝ પસંદ છે, તો આ સ્ટોરીઝ જોઈને તમે સાવધાન અને સતર્ક રહી શકો છો. અહીંયા એવી ડોક્યુમેન્ટરીઝ વિશે જાણકારી આપવામાં આવી છે, જે તમે ઓનલાઈન જોઈ શકો છો.

હાઉસ ઓફ સિક્રેટ્સ: ધ બુરારી ડેથ્સ (House of Secrets: The Burari Deaths)

આ ડોક્યુમેન્ટરી 2018ની ઘટના વિશે જાણકારી આપે છે. જેનાથી આખા દેશમાં લોકોને આઘાત લાગ્યો હતો. ન્યૂઝ અને ટીવી ચેનલ પર આ ઘટના વિશે ચર્ચા થઈ રહી હતી. આ ડોક્યુમેન્ટરીમાં એક જ પરિવાર વિશે વાત કરવામાં આવી રહી છે, જ્યાં ત્રણ પેઢીઓનો સમાવેશ થાય છે. જેમને પોતાના જ ઘરમાં લટકાવી દેવામાં આવ્યા હતા. પરિવારના સૌથી વૃદ્ધ વ્યક્તિ દાદીનું ગળું દબાવી દેવામાં આવ્યું હતું. ઘરના બાકી રહેલ અન્ય 10 સભ્યોને લટકાવી દેવામાં આવ્યા હતા. આ તમામ લોકોએ આપઘાત કર્યો હતો કે તેમની હત્યા કરવામાં આવી હતી? આ ઘટનાની વાસ્તવિકતા ખૂબ જ ભીષણ છે.

ક્રાઈમ સ્ટોરીઝ: ઈન્ડિયા ડિટેક્ટીવ્સ (Crime Stories: India Detectives)

આ ક્રાઈમ સ્ટોરીઝ વર્ષ 2020 ની શરૂઆતમાં બેંગ્લોરમાં થયેલ ગુનાઓ પર આધારિત છે. જેમાં હત્યાથી લઈને બાળકોના અપહરણ શામેલ છે. જેમાં ગુનાયો નોંધાયો ત્યારથી જ ગુન્હેગારને પકડવાની તપાસ અને પ્રક્રિયા રજૂ કરવામાં આવી છે.

દિલ્હી રાયોટ્સ- અ ટેલ ઓફ બર્ન એન્ડ બ્લેમ (Delhi Riots — A tale of Burn & Blame) (Voot)

કમલેશ.કે મિશ્રાની આ ડોક્યુમેન્ટરી ગયા વર્ષે 23 ફેબ્રુઆરીના રોજ નોર્થ ઈસ્ટ દિલ્હીમાં થયેલ હિંસા પર આધારિત છે. જેમાં આઈ વિટનેસના ફ્રર્સ્ટ હેન્ડ એકાઉન્ટ્સ રજૂ કરવામાં આવ્યા છે. જેમાં હિંસા થઈ હતી અને ખૂની ખેલ ખેલાયો હતો. આ હિંસામાં 53 લોકોના મૃત્યુ થયા હતા અને 500 થી વધુ લોકોને ઈજા થઈ હતી. તે દિવસે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દિલ્હીમાં આવ્યા હતા. આ તમામ વાસ્તવિકતા ડોક્યુમેન્ટરીમાં રજૂ કરવામાં આવી છે.

ધ તલવાર: બિહાઈન્ડ ક્લોઝ્ડ ડોર (The Talwars: Behind Closed Doors) (Disney+ Hotstar)

આ ડોક્યુમેન્ટરી નોઈડાની આરુષિ તલવારની હત્યા પર આધારિત છે. જેમાં તેના માતા પિતા જ શંકાસ્પદ હોવાનું બહાર આવ્યું છે. આ કહાની જોઈને તમે કદાચ વિચારમાં પડી જશો.

વાઈલ્ડ વાઈલ્ડ કંટ્રી (Wild Wild Country)

વાઈલ્ડ વાઇલ્ડ કન્ટ્રી ડોક્યુમેન્ટરીમાં ભારતીય ગુરુ ઓશો રજનીશ અને તેમના પંથની કહાનીને રજૂ કરવામાં આવી છે. શું તમે જાણો છો કે વિનોદ ખન્ના પણ તેમના પંથનો ભાગ હતા? તે ઓરેગોનમાં રહેતા હતા અને તેમણે તેમના ગુરુ ઓશો હેઠળ સેક્સ્યુઆલિટીનું જ્ઞાન મેળવ્યું હતું.

આ પણ વાંચોઆ પાંચ વકીલો બન્યા છે બોલીવૂડના સિતારાઓ માટે સંકટમોચન, તેમની ફી જાણી ચોંકી જશો

મની માફિયા (Money Mafia) (Discovery Plus)

તેલગી સ્કેમથી લઈને મેહુલ ચોક્સીએ કરેલ ગોટાળાની આ ડોક્યુમેન્ટરીમાં રજૂઆત કરવામાં આવી છે. પ્રભાવશાળી લોકોએ સફળતા મેળવવા માટે કેવા ગુનાઓનો સહારો લીધો, તે આ ડોક્યુમેન્ટરીમાં બતાવવામાં આવ્યું છે.

મુઝફ્ફરનગર બાકી હૈ (Muzaffarnagar Baaqi Hai) (Netflix)

વર્ષ 2013માં રાજ્યની વિધાનસભાની ચૂટંણી પહેલા ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં સાંપ્રદાયિક રમખાણો થયા હતા. આ ડોક્યુમેન્ટરી તે ઘટના પર આધારિત છે, જેમાં લોકોના જીવનને નુકસાન થયું હતું અને સામૂહિંક હિંસા કરવામાં આવી હતી.

બેડ બોય બિલિયોનર: ઈન્ડિયા ‘Bad Boy Billionaires: India’ (Netflix)

આ ડોક્યુમેન્ટરી સીરિઝમાં ટાયકૂનની પ્રગતિ અને અધોગતિ વિશે રજૂઆત કરવામાં આવી છે. દારૂના વેપારી વિજય માલ્યા, હીરાના વેપારી નીરવ મોદી અને ચિટ ફંડ ઓપરેટર સુબ્રત રોય, આ તમામ ભાગેડુઓ છેતરપિંડી તેમજ ભ્રષ્ટાચારના આરોપોમાં ફસાયેલા છે.

ઓપરેશન બ્લેક ટોર્નાડો (Operation Black Tornado) (YouTube)

આ ડોક્યુમેન્ટરી 26/11ના મુંબઈમાં થયેલ આતંકવાદી હુમલા પર આધારિત છે. આ હુમલામાં પાકિસ્તાનથી ઇસ્લામિક આતંકવાદી સંગઠન, લશ્કર-એ-તૈયબાના 12 સભ્યોનું એક ગ્રુપ કડક સુરક્ષા વચ્ચે સીમા પાર કરીને આવી પહોંચ્યું હતું અને બોમ્બ અટેક કર્યા હતા. 4 દિવસ સુધી આ હુમલાઓ કરવામાં આવ્યા હતા. આ ડોક્યુમેન્ટરીમાં માત્ર બોમ્બ અટેક નહીં, પરંતુ પોલીસની કામગીરી અને સંરક્ષણ ઓપરેશન પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

લાલ બહાદુર શાસ્ત્રી’ઝ ડેથ (Lal Bahadur Shastri's Death) (Zee5)

આ ડોક્યુમેન્ટરી ડ્રામામાં ભારતના બીજા પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીના મૃત્યુ વિશે તપાસ કરવામાં આવે છે. તાશકન્તની યાત્રા દરમિયાન તેમનું અકાળે મૃત્યુ થયું હતું. તેમના પુત્ર અને પૌત્ર શ્રી સુનિલ શાસ્ત્રી અને શ્રી સિદ્ધાર્થ નાથ સિંહે તેમનું મોત એક ષડયંત્ર હોવાનો દાવો કર્યો હતો.

આ પણ વાંચોરસપ્રદ સ્ટોરી: આ 11 મૂળ ભારતીય એક્ટર્સનો હોલીવુડમાં છે દબદબો

ફ્લિપ સાઈડ: અ ટ્રુથ ધેટ કુડ નોટ રિચ યુ (The Flip Side: A Truth That Could Not Reach You) (YouTube)

આ ડોક્યુમેન્ટરીમાં ફિલ્મ મેકર ઉત્પલ કલાલ અને સિનેમેટોગ્રાફર કૌસ્તુભ માંચેકર વાસ્તવિકતા જાણવા માટે અમદાવાદના મોટેરામાં આશારામ બાપુના આશ્રમની મુલાકાત લે છે. યુ ટ્યુબ પર યુકે પિક્ચર્સ એન્ટરટેઇનમેન્ટ ચેનલ પર આ ડોક્યુમેન્ટરી તમે જોઈ શકો છો.
First published:

Tags: Bollywood News in Gujarati, Crime latest news, Important Bollywood News

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો