એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ લીઝા રેએ ફિલ્મ 'સાહો'નાં મેકર્સ પર ફોટો કોપી કર્યાનો આરોપ લગાવ્યો છે. લીઝાએ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર એક તસવીર શેર કરી છે અને લાંબી પોસ્ટ લખી છે. લીઝએ તેની પોસ્ટમાં આરોપ લગાવ્યો છે કે, 'સાહો' મેકર્સે સમકાલીન આર્ટિસ્ટ શિલો શિવ સુલેમાનનું આર્ટવર્ક કોપી કર્યું ચે. તેને તેમનાં એક પોસ્ટરમાં વાપર્યું છે. લીઝાએ બંને તસવીરો પણ શેર કરી છે. જેમાં એક ઓરિજનલ આર્ટવર્કની છે. અને બીજી તસવીર સાહોનું પોસ્ટર છે. જેમાં પ્રભાસ અને શ્રદ્ધા નજર આવે છે.
લીઝા આ પોસ્ટ શેર કરતાં લખે છે કે, 'આપણે આગળ આવીને બોલવું જોઇએ. આ મેકર્સને સત્ય જણાવવું જોઇએ. આ સાચુ નથી. આ સામે આવું જ જોઇએ. આ બિગ બજેટ ફિલ્મનાં પ્રોડ્કશનમાં શિલોની ઓરિજનલ તસવીર તોડી મરોડીને ઉપયોગમાં લેવામાં આવી છે. આ પ્રેરણા નથી પણ ખુલ્લેઆમ ચોરી છે. આ આખી દુનીયામાં ક્યાંય પણ સ્વીકાર્ય નથી. પ્રોડક્શને ક્યારેય પણ આર્ટિસ્ટ સાથે સંપર્ક કરી તેની પરવાનગી લીધી નથી કે ન તેને ક્રેડિટ આપવાની જરૂર જાણી છે. આ યોગ્ય નથી.'
આ તસવીર ફિલ્મનાં ગીત 'બેબી વો્ટ યૂ ટેલ મી'નાં એક પોસ્ટરની છે. પોસ્ટરનાં બેકગ્રાઉન્ડમાં એવું જ ભળતું આર્ટ વર્ક છે જેવું લીઝાએ શેર કરેલી તસવીરમાં જોવા મળે છે. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર કટાક્ષ કરતાં લીઝાએ કહ્યું કે, આ કથિત પ્રેરણાનાં નામે અન્યની કહાનીઓ ચોરીને આગળ વધે છે. જોકે, લીઝાનાં આ આરોપો પર 'સાહો'નાં મેકર્સ પર અત્યાર સુધીમાં કોઇ જ રિએક્શન આપ્યું નથી.