એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ લીઝા હૈડન (Lisa Haydon)એ ફરી એક વખત તેનાં ફેન્સની સાથે ગૂડ ન્યૂઝ શેર કરી છે. જી હાં, લીઝા (Lisa) ત્રીજી વખત માતા બનવાની છે. લીઝા બે દીકરાઓની માતા છે. અને ત્રીજી વખત હાલમાં ગર્ભવતી છે. લીઝા હૈડન (Lisa Haydon)એ એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે હિંચકા પર સુતી નજર આવે છે. આ વીડિયોમાં તે ફેન્સ સાથે વાત કરી રહી છે. અને જણાવી રહી છે કે કંઇપણ પોસ્ટ કરવાનું મન નથી થઇ રહ્યું. આળસ આવી રહી છે.
લીઝા ફેન્સ સાથે તેની પ્રેગ્નેન્સી અંગે વાત કરવાં માંગતી હતી પણ આળસનાં કારણે જણાવી શકી નહીં. વીડિયોમાં આગળ લીઝાનો દીકરો જેક આવે છે અને તેની માતાનાં પેટમાં બેબી સિસ્ટર છે તેમ જણાવે છે. લીઝા હેડને (Lisa Haydon)એ આ વીડિયોની કેપ્શનમાં લખ્યું છે, #3 આ જૂનમાં આવી રહ્યું છે. આપને જણાવી દઇએ કે, લીઝા (Lisa) તેની ફિટનેસનું ખુબજ ધ્યાન રાખે છે અને તેની પહેલી બે પ્રેગ્નેન્સીમાં પણ તે તેની ફિટનેસને કારણે ચર્ચામાં રહી છે.
29 જૂન વર્ષ 2016માં લીઝાએ તેનાં ભારતીય મૂળનાં બ્રિટિશ બોયફ્રેન્ડ ડીનો લાલવાણી સાથે લગ્ન કર્યા હતાં. લીઝા લગ્ન પહેલાં જ ગર્ભવતિ થઇ ગઇ હતી. લગ્નનાં સાત મહિના બાદ તે માતા બની. તેનાં પહેલાં દીકરાનું નામ જેક છે તેનો જન્મ 17 સ્પટેમ્બર 2017માં થયો હતો., લીઝાએ ડીનો લાલવાણીની સાથે ડેસ્ટિનેશન વેડિંગ કર્યા હતાં.
ડીનો લાલવાની પ્રખ્યાત ઉદ્યોગપતિ ગુલુ લાલવાણીનો દીકરો છે. લીઝાએ ફૂકેટમાં લગ્ન કર્યા હતાં. આ ડેસ્ટિનેશન વેડિંગ ખુબજ સુંદર રહ્યાં હતાં. આ બધુ જ એક ફેરીટેલ વેડિંગ જેવું હતું. ક્રિશ્ચિયન રીતિ રિવાજથી તેમનાં લગ્ન થયા હતાં
લીઝાએ તેનાં લગ્નમાં ખુબજ સુંદર ગાઉન પહેર્યું હતું. રેત પર સમુંદર કિનારે ડીનોએ તેને રિંગ પહેરાવી હતી. આપને જણાવી દઇએ કે, લીઝાએ તેનાં મિત્રોનાં કહેવાં પર મોડલિંગ શરૂ કરી હતી.
જેથી તે તેનાં ઘરનું ભાડું ભરી શકે. જે બાદ તેણે ઓસ્ટ્રેલિયામાં મોડલિંગ કર્યું અને વર્ષ 2007માં તે ભારત આવી ગઇ. અને અહીં પણ તેણે મોડલિંગ કર્યું.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર