ધ કપિલ શર્મા શોમાં લાઈટ ગઈ, દર્શકોએ સપનાને કહી આવી વાત, video viral

News18 Gujarati
Updated: November 24, 2019, 9:32 PM IST
ધ કપિલ શર્મા શોમાં લાઈટ ગઈ,  દર્શકોએ સપનાને કહી આવી વાત, video viral
વાયરલ વીડિયોની તસવીર

આ વીડિયોમાં દર્શકો કપિલ શર્મા અને સપના બનેલા કૃષ્ણા અભિષેકને એક પછી એક ફરમાઈશો કરી રહ્યા હતા. પરંતુ દર્શકોની આ ફરમાઈશોની કપિલે પોતાની સ્ટાઈલમાં મજકા ઉડાવી હતી.

  • Share this:
મુંબઈઃ ટીવીનો સૌથી વધાર પૉપ્યુલર શૉ ધ કપિલ શર્મા શૉ ( The Kapil Sharma show) છાસવારે ચર્ચામાં રહે છે. આ વખતે કપિલ શર્મા (Kapil Sharma)ના શૉમાં ચાલું શૂટિંગ દરમિયાન લાઈટ જતી રહી હતી. પરંતુ હાજર ઑડિયન્સ કપિલ શર્મા પાસે અલગ અલગ પ્રકારની માંગણી કરી રહ્યા છે.

આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર ભારે વાયરલ થયો છે. આ વીડિયોને શૉની જજ અર્ચના પૂરન સિંહએ (Archana Puran Singh) રેકોર્ડ કર્યો છે. આ સાથે જ અર્ચના પૂરન સિંહે પણ ઈન્સ્ટાગ્રામ ઉપર આ વીડિયોને શૅર કર્યો હતો.

આ પણ વાંચોઃ-નિત્યાનંદ આશ્રમ કેસઃ DPS સ્કૂલની સંચાલિકા મંજૂલા શ્રોફની સાધ્વીઓ સાથેની તસવીર વાયરલ

આ વીડિયોમાં દર્શકો કપિલ શર્મા અને સપના બનેલા કૃષ્ણા અભિષેકને એક પછી એક ફરમાઈશો કરી રહ્યા હતા. પરંતુ દર્શકોની આ ફરમાઈશોની કપિલે પોતાની સ્ટાઈલમાં મજકા ઉડાવી હતી. આ વચ્ચે કપિલ શર્મા હાજર દર્શકોને બ્રેક ડાન્સ કરતા દેખાયા હતા. જોકે, દર્શક તેનાથી સંતોષ નથી માનતા અને ગીત ગાવાની માંગણી કરી હતી.

આ પણ વાંચોઃ-માતાની ઈચ્છા પૂરી કરવા માટે હેલિકોપ્ટરમાં જાન લઈને નીકળ્યો દુલ્હો, દુલ્હન અજાણ

આ પણ વાંચોઃ-ભાઈએ સગી બહેનને બનાવી ગર્ભવતી, દોઢ વર્ષ બાદ વિદેશથી ઘરે આવેલા પતિના ઉડ્યા હોશઑડિયન્સમાં હાજર એક દર્શક કહે છે કે, કપિલ ગીત ગાશે અને સપના નાચશે, જેના ઉપર કપિલ તેને ટોન્ટ મારતા કહે છે કે, 'હાં હાં બાદશાહ અકબર, ' તેમના આ પ્રકારના જવાબ ઉપર હાજર લોકો ભારે હસ્યા હતા. અર્ચના પૂરન સિંહે આ વીડિયો શેર કર્યો છે. અને લખ્યું છે કે, 'શું થાય છે જ્યારે લાઈટ જતી રહે', અર્ચના પૂરન સિંહના આ વીડિયો ઉપર ફેન્સ ખૂબ જ કમેન્ટ કરી રહ્યા છે.
First published: November 24, 2019, 8:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading