વિજય દેવરાકોંડા ટૂંક સમયમાં બોલિવૂડમાં 'લાઈગર' ફિલ્મથી ડેબ્યુ કરશે. વિજય દેવરાકોંડાની ફિલ્મ 'લાઇગર' 25 ઓગસ્ટના રોજ રિલીઝ થવાની છે. વિજય દેવરાકોંડા તથા અનન્યા પાંડે હાલમાં ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. 31 જુલાઈના રોજ મુંબઈમાં વિજય દેવરાકોંડા તથા અનન્યા એક મોલમાં ગયા હતા પરંતુ ત્યાં ભીડ બેકાબૂ થઈ ગઈ હતી જેને કંટ્રોલ કરવી મુશ્કેલ થઈ ગઈ હતી.
વિજય દેવરાકોંડા ટૂંક સમયમાં બોલિવૂડમાં 'લાઈગર' ફિલ્મથી ડેબ્યુ કરશે. વિજય દેવરાકોંડાની ફિલ્મ 'લાઇગર' 25 ઓગસ્ટના રોજ રિલીઝ થવાની છે. વિજય દેવરાકોંડા તથા અનન્યા પાંડે હાલમાં ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. 31 જુલાઈના રોજ મુંબઈમાં વિજય દેવરાકોંડા તથા અનન્યા એક મોલમાં ગયા હતા પરંતુ ત્યાં ભીડ બેકાબૂ થઈ ગઈ હતી જેને કંટ્રોલ કરવી મુશ્કેલ થઈ ગઈ હતી. એટલું જ નહીં એક યુવતીની તો આ ઈવેન્ટમાં બેભાન થઈ ગઈ હતી. આ પહેલા કોઈ દુર્ઘટના સર્જાય તરત શોને કેન્સલ કરવામાં આવ્યો.
ભીડ બેકાબૂ થઈ
વિજય દેવરાકોંડા (Vijay Deverakonda) અને અનન્યા પાંડે (Ananya Panday) અત્યારે પોતાની ફિલ્મ 'લાઈગર' (Liger)ના પ્રમોશનમાં વ્યસ્ત છે. રવિવાર સાંજે નવી મુંબઈમાં આવેલા એક મોલમાં 'લાઇગર'ની સ્ટાર-કાસ્ટ પહોંચી હતી. વિજય અને અનન્યાને જોવા મોટી સંખ્યામાં ફેન્સ આવ્યા હતા. લોકો વિજયને મળવા માગતા હતા, એટલે સુધી કે કેટલાક લોકો તો રડવા લાગ્યા. કેટલીક છોકરીઓ વિજયના પોસ્ટર લઈ તેને આઈ લવ યુ વિજય કહીને બૂમો પાડતી હતી. ભીડ વધુ હોવાથી એક યુવતી બેભાન થઈ ગઈ હતી. કેટલાંક લોકોએ તેને પાણી આપ્યું હતું અને ભીડમાંથી બહાર કાઢી હતી. આ દરમિયાન ચાહકો વધતા જ જતા હતા. ઇવેન્ટની એન્કરે પણ વિનંતી કરી હતી કે ચાહકો સ્ટેજથી થોડાં પાછળ રહે, પરંતુ આ વિનંતી પણ કામ આવી નહોતી. વિજય દેવરાકોંડાએ જાતે ચાહકોને અપીલ કરી હતી. જોકે, ભીડને જોતાં સલામતી માટે સ્ટાર-કાસ્ટ ઇવેન્ટ અડધી મૂકીને જતી રહી હતી.
વિજયે હિંદી તથા મરાઠીમાં ચાહકોને અપીલ કરી હતી. તેણે કહ્યું હતું, 'ડાર્લિંગ્સ, હું તમને ઘણો જ પ્રેમ કરું છું. હું અહીંયા તમારી સાથે વાત કરવા આવ્યો હતો, પરંતુ હવે લાગતું નથી કે આ શક્ય બનશે. મહેરબાની કરીને થોડાં શાંત થાઓ. દરેક લોકો થોડાં પાછળ હટે.' વિજયે ઇવેન્ટ બાદ સો.મીડિયામાં એક પોસ્ટ શૅર કરી હતી. વિજયે કહ્યું હતું, 'તમારા પ્રેમથી ગદગદિત થઈ ગયો. આશા છે કે તમે બધા સલામત રીતે ઘરે પહોંચ્યા હશો. હું ત્યાં વધુ સમય રહેવા માગતો હતો. સૂતી વખતે તમારી વિશે જ વિચારતો હતો.'
While promoting #Liger at a mall in Mumbai today, Vijay Deverakonda and Ananya Panday witnessed a massive turnout that got uncontrollable. The young heartthrob experienced the craze. Keeping in mind the safety of the cast and the crowd, the team had to leave the premises midway. pic.twitter.com/MvpNNfkqAg
'લાઇગર'ને પૂરી જગન્નાથે ડિરેક્ટ કરી છે. ફિલ્મ કરન જોહરના બેનર ધર્મા પ્રોડક્શન હેઠળ બની છે. ફિલ્મમાં વિજય દેવરાકોંડા બોક્સરના રોલમાં છે. ફિલ્મ હિંદી, તેલુગુ, તમિળ, મલયાલમ તથા કન્નડમાં થિયેટરમાં રિલીઝ થશે.
Published by:Priyanka Panchal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર