Home /News /entertainment /Liger box office collection: બોક્સ ઓફિસ પર વિજય દેવરાકોંડાની ચમક ફીકી પડી, ત્રીજા દિવસે 'લાઈગર' એ માત્ર આટલી જ કમાણી કરી

Liger box office collection: બોક્સ ઓફિસ પર વિજય દેવરાકોંડાની ચમક ફીકી પડી, ત્રીજા દિવસે 'લાઈગર' એ માત્ર આટલી જ કમાણી કરી

ત્રીજા દિવસે 'લાઈગર'નો ધબડકો

Liger box office collection: બોલિવૂડ ફિલ્મો એક પછી એક બોક્સ ઓફિસ પર ફ્લોપ થઈ રહી છે. જેની આતુરતાપૂર્વક રાહ જોવાવી હતી તે 'લાઈગર' ફિલ્મ ગયા અઠવાડિયે રિલીઝ થઈ છે. જેમાં વિયજ દેવરાંકોંડાનો એક MMA ફાઈટરની મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યો હતો. આ ફિલ્મથી મેકર્સને ઘણી આશા હતી પરંતુ ફિલ્મ આશા પ્રમાણે પ્રદર્શન કરી ન શકી.

વધુ જુઓ ...
    બોલિવૂડ ફિલ્મો એક પછી એક બોક્સ ઓફિસ પર ફ્લોપ થઈ રહી છે. જેની આતુરતાપૂર્વક રાહ જોવાવી હતી તે 'લાઈગર' ફિલ્મ ગયા અઠવાડિયે રિલીઝ થઈ છે. જેમાં વિયજ દેવરાંકોંડાનો એક MMA ફાઈટરની મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યો હતો. આ ફિલ્મથી મેકર્સને ઘણી આશા હતી પરંતુ ફિલ્મ આશા પ્રમાણે પ્રદર્શન કરી ન શકી. બોલિવૂડ હંગામા રિપોર્ટના અનુસાર, શનિવારે ફિલ્મે લગભગ 4.10 થી 4.50 કરોડની કમાણી કરી છે.

    ફિલ્મનું કલેક્શન


    ફિલ્મના કલેક્શન વિશે વાત કરવામાં આવે તો લાંબો સમય સુધી રાહ જોયા બાદ વિજય દેવરાકોંડા અને અનન્યા પાંડે સ્ટારર ફિલ્મ 'લાઇગર' 25 ઓગસ્ટે રિલીઝ થઈ હતી. આ ફિલ્મનું ઓપનિંગ ડે પર વર્લ્ડવાઇડ 33.12 કરોડનું કલેક્શન હતું. આ સાથે જ બીજા દિવસનું કલેક્શન પણ સામે આવ્યું છે. બીજા દિવસે 'લાઇગર'ની કમાણીમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો હતો.

    બોક્સ ઑફિસ ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર, આ ફિલ્મે શુક્રવારે ફક્ત 16.75 કરોડનું કલેક્શન કર્યું છે. આ સાથે જ 'લાઇગર'ના કલેક્શનની તુલના 'લાલ સિંહ ચઢ્ઢા' સાથે કરવામાં આવે તો આમિર ખાનની ફિલ્મે બીજા દિવસે 7.26 કરોડનું કલેક્શન કર્યું હતું. 125 કરોડના બજેટમાં બનેલી 'લાઇગર'ના તેલુગુ વર્ઝને સૌથી વધુ કમાણી કરી છે.

    જે રીતે અનન્યા પાંડે અને વિજય દેવરાકોંડા પ્રમોશન કરી રહ્યા એ મુજબ તો લાગતું હતું કે ફિલ્મ સારી કમાણી કરશે, પરંતુ પહેલા અને બીજા દિવસની કમાણી તો નિરાશાજનક રહી છે. વીકએન્ડમાં આ ફિલ્મ સારું કલેક્શન કરી શકે એવી પણ શક્યતા છે.

    વિજય દેવરાકોંડાનું બોલિવૂડમાં ડેબ્યુ


    વિજય દેવરાકોંડાએ 'લાઇગર'થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો છે. આ ફિલ્મમાં વિજય દેવરાકોંડા, રામ્યા કૃષ્ણન, રોનિત રોય અને મકરંદ દેશપાંડે લીડ રોલમાં છે. આંતરરાષ્ટ્રીય બોક્સર માઇક ટાયસને પણ 'લાઇગર'માં કેમિયો કર્યો છે. આ ફિલ્મને કરણ જોહરે પ્રોડ્યુસ કરી છે. કદાચ આ જ કારણ છે કે લોકો સાઉથના એક્ટરની ફિલ્મનો બહિષ્કાર કરવાની માગ કરી રહ્યા છે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: બોલીવુડ ન્યૂઝ

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन