હૈદરાબાદ: તેલુગૂ સિનેમાના દિગ્ગજ ફિલ્મકાર કે.વિશ્વનાથનું હૈદરાબાદમાં નિધન થઈ ગયું છે. તેઓ 92 વર્ષના હતા. તેમને 2016માં પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે સન્માનથી નવાઝવામાં આવ્યા હતા.
તેલુનૂ સિનેમાના જાણીતા અભિનેતા જૂનિયર એનટીઆરે ટ્વિટ કરીને કે. વિશ્વનાથના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, વિશ્વનાથ એ લોકોમાં સામેલ છે, જેમણે તેલુગૂ સિનેમાને દેશની બહાર પ્રસિદ્ધિ અપાવી. તેમમે શંકરભરણમ અને સાગર સંગમ જેવી શાનદાર ફિલ્મો બનાવી છે. તેમનું નિધન એક અપૂર્ણિય ક્ષતિ છે. મારી સંવેદનાઓ તેમના પરિવાર સાથે છે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે.
తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలుగా వ్యాపింపజేసిన వారిలో విశ్వనాధ్ గారిది ఉన్నతమైన స్థానం. శంకరాభరణం, సాగర సంగమం లాంటి ఎన్నో అపురూపమైన చిత్రాలని అందించారు. ఆయన లేని లోటు ఎన్నటికీ తీరనిది. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలనుకుంటున్నాను. pic.twitter.com/3Ub8BwZQ88
કે. વિશ્વનાથની તબિયત છેલ્લા કેટલાક દિવસથી સારી નહોતી. તેમના પરિવારમાં બે દીકરા અને એક દીકરી છે.
કે. વિશ્વનાથનો જન્મ 19 ફેબ્રુઆરી 1930ના ગુંટૂર જિલ્લામાં થયો હતો. તેમણે 1965માં આત્મા ગૌરવ ફિલ્મ સાથે ફિલ્મ ડિરેક્ટર તરીકે પોતાની ઈનિંગ્સ શરુ કરી હતી. તેમણે પોતાના કરિયરમાં 50થી વધારે ફિલ્મોનું નિર્દેશન કર્યું. તેઓ ફિલ્મકાર બનતા પહેલા એક શાનદાર અભિનેતા પણ રહી ચુક્યા છે, જેમન તેલુગૂ, તમિલ અને કન્નડ ફિલ્મોમાં કામ કર્યું છે.
તેમને 2016માં દાદાસાહેબ ફાળકે એવોર્ડ અને 1992માં પદ્મશ્રીથી નવાજવામાં આવી ચુક્યા છે. પોતાના કરિયરમાં 10 ફિલ્મફેર એવોર્ડ, પાંચ નેશનલ એવોર્ડ અને પાંચ નંદી એવોર્ડ પોતાના નામે કરી ચુક્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર