દિગ્ગજ બંગાળી અભિનેતા સૌમિત્ર ચેટર્જીનું નિધન, 85 વર્ષની ઉંમરે દુનિયાને કહ્યું અલવિદા

પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત દિગ્ગજ અભિનેતા સૌમિત્ર ચેટર્જીનું કોલકાતાની હૉસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન

પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત દિગ્ગજ અભિનેતા સૌમિત્ર ચેટર્જીનું કોલકાતાની હૉસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન

 • Share this:
  કોલકાતાઃ બંગાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા સૌમિત્ર ચેટર્જી (Soumitra Chatterjee passes away)નું નિધન થયું છે. તેઓએ 85 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહ્યું છે. સૌમિત્ર ચેટર્જી લાંબા સમયથી બીમાર હતા જેના કારણે તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા, તેમ છતાંય તેમની સ્થિતિ બગડતી જઈ રહી હતી. હાલમાં જ સૌમિત્ર ચેટર્જી (Soumitra Chatterjee)ની હેલ્થ અપડેટ જાહેર કરવામાં આવી હતી. જેમાં ડૉક્ટર્સે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે તેમને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે, પરંતુ તેઓ સારવારને રિસ્પોન્સ નથી આપી રહ્યા.

  સૌમિત્ર ચેટર્જીની તબિયત ખરાબ થતાં તેમને શહેરની ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર કરી રહેલા ડૉક્ટર્સની ટીમે તેમની તબિયતમાં સુધાર કરવાના તમામ પ્રયાસ કર્યો. ડૉક્ટર્સે જણાવ્યું કે, દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત ચેટર્જી લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા પરંતુ તેઓ કોઈ પ્રતિક્રિયા નહોતા આપી રહ્યા.

  આ પણ વાંચો, પાકિસ્તાનમાં પણ ધૂમધામથી ઉજવાઈ દિવાળી, કરાચીના મંદિરમાં જોવા મળ્યો સુંદર નજારો  આ પણ વાંચો, દિવાળી બાદ પણ સતત 4 દિવસ બંધ રહેશે બેંક, જતાં પહેલા ચેક કરી લો આ લિસ્ટ

  ડૉક્ટર્સે જણાવ્યું હતું કે, તમામ પ્રયાસો છતાંય તેમની શારીરિક પ્રણાલી પ્રતિક્રિયા નહોતી આપી રહી. ચેટર્જીની સ્થિત પહેલાથી વધુ ખરાબ થઈ ગઈ અને અંતે 85 વર્ષની ઉંમરે તેમણે અંતિમ શ્વાસ લીધા. નોંધનીય છે કે, સૌમિત્ર ચેટર્જી 6 ઓક્ટોબરે કોરોના વાયરસની સંક્રમિત થયા હતા અને તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ બાદમાં સંક્રમણ મુક્ત પણ થઇ ગયા હતા પરંતુ તેમની તબિયત બગડતી ગઈ હતી.
  Published by:Mrunal Bhojak
  First published: