બોલિવૂડ અભિનેતા કાદર ખાનનું 81 વર્ષે કેનેડાની હોસ્પિટલમાં નિધન

કાદર ખાન (ફાઇલ ફોટો)

કાદર ખાને આશરે 300 જેટલી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે હિન્દી અને ઉર્દૂમાં 250 જેટલી ફિલ્મો માટે ડોયલોગ્સ પણ લખ્યા છે.

  • Share this:
બોલિવૂડના પીઢ અભિનેતા કાદર ખાનનું આજે નિધન થયું છે. કાદર ખાનને છેલ્લા સાત દિવસથી ખરાબ સ્વાસ્થ્યને કારણે કેનેડાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અભિનેતાની નાજુક સ્થિતિને લઇને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. તેમના અંતિમ સંસ્કાર  કેનેડામાં કરવામાં આવશે.

બોલિવૂડના જાણીતા એક્ટર અને સંવાદ લેખક કાદર ખાનનું 81 વર્ષે નિધન કેનેડામાં થયું છે. કાદર ખાનની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઇ હતી. રિપોર્ટ મુજબ ડોકટરોની ટીમ સતત તેમની સ્થિતિમાં સુધારો થાય તે માટેના પ્રયાસો કર્યા હતા પણ સ્થિતિ ખૂબ જ નાજુક હોવાથી ડોકટરે તેમને વેન્ટિલેટર પર રહેવાની સલાહ આપી હતી.

સોમવારે પુત્રએ નિધનના સમાચારને અફવા ગણાવી હતી

સોશિયલ મીડિયામાં છેલ્લા એક દિવસથી અફવા ચાલી હતી કે કાદર ખાનનું નિધન થઈ ચુક્યું છે. આ અફવા બાદ કાદર ખાનના પ્રશંસકો તેમને શ્રદ્ધાંજલિ આપતી પોસ્ટ કરવા લાગ્યા હતા. પરંતુ કાદર ખાનના પુત્ર સરફરાઝે સોમવારે ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાતચીત કરતા જણાવ્યું કે તેમના પિતાના નિધનના સમાચાર ફક્ત અફવા જ છે. સરફરાઝે કહ્યુ હતુ કે, "આ ખોટી વાત છે. અફવા છે. મારા પિતા હોસ્પિટલમાં દાખલ છે."

કાદર ખાન પ્રોગેસિવ સુપ્રાન્યૂક્લીયર પાલ્સી ડિસઓર્ડર નામની બીમારીથી પીડિત હતા. આ બીમારીને કારણે તેમના દિમાગ પર ગંભીર અસર પહોંચી હતી. તેમને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી હતી. કેનેડાની હોસ્પિટલ ખાતે ડોક્ટરની એક ટીમ તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી હતી.

કાદર ખાને આશરે 300 જેટલી ફિલ્મોમાં કામ કર્યું છે.

ગયા વર્ષે કાદર ખાને ઘૂંટણની સર્જરી કરાવી હતી, જે બાદથી તેમની તબિયતમાં સતત ખરાબ થઈ રહી છે. આ પહેલા પણ તેમના નિધનની અનેક અફવાઓ સોશિયલ મીડિયામાં આવી ચુકી છે. કાદર ખાને આશરે 300 જેટલી ફિલ્મોમાં કામ કર્યું છે. આ સાથે જ તેમણે હિન્દી અને ઉર્દૂમાં 250 જેટલી ફિલ્મો માટે ડોયલોગ્સ પણ લખ્યા છે.

કેનેડામાં કરવામાં આવશે અંતિમ સંસ્કાર

કેનેડાના સમય અનુસાર, 31 ડિસેમ્બરે સાજે 6 વાગ્યે તેમનું મૃત્યુ થયું હતુ. તેઓ લાંબા સમય સુધી બીમાર હતા. બપોરે તેઓ કોમામાં ચાલ્યા ગયા. તેઓ 16-17 અઠવાડિયાથી હોસ્પિટલમાં દાખલ હતા. તેમની અંતિમવિધિ કેનેડામાં કરવામાં આવશે. તેમનો પૂરો પરિવાર કેનેડા છે.

ક્યાં થયો હતો જન્મ

કાદર ખાનનો જન્મ 22 ઓક્ટોબર, 1937ના રોજ અફઘાનિસ્તાનના કાબુલમાં થયો હતો. ઇન્ડો-કેનેડિયન મૂળના હતા. કાદર ખાને 300 કરતાં વધારે ફિલ્મોમાં કામ કર્યુ અને 1970 અને 1980માં ઓળખીતા સ્ક્રીનરાઇટર પણ રહ્યાં. કાદર ખાનએ ફિલ્મોમાં પ્રવેશ કરતાં પહેલાં સિવીલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને પણ ભણાવ્યા હતા. કદાર ખાનની તેમની સંવેદનશિલ અને કોમેડી પાત્રો બંને માટે એક ખાસ ઓળખ બનાવી ચુક્યા હતા. ગોવિંદા સાથે કાદાર ખાનની અદભૂત ટ્યુનિંગ થઈ ગઈ હતી.
First published: