સંજૂથી નારાજ થયા ડૉન અબૂ સલેમ, ફિલ્મ નિર્મતાઓને મોકલી લીગલ નોટિસ

સંજૂથી નારાજ થયા ડૉન અબૂ સલેમ, ફિલ્મ નિર્મતાઓને મોકલી લીગલ નોટિસ
ફિલ્મ સંજૂના તે દશ્યો જેમા તે અબૂ સલેમથી હથિયારોની ડિલીવરી આપે છે

 • Share this:
  સંજય દત્તની બાયોપિક 'સંજૂ' પર જેલમાં બંધ ડોન અબૂ સલેમે નારાજગી વ્યકત કરી છે. અબૂ સલેમે 'સંજૂ' નિર્માતાઓને લીગલ નોટિસ મોકલી છે. સલેમે આરોપ મૂક્યો છે કે ફિલ્મની માહિતી સંપૂર્ણપણે ખોટી છે. નોટિસ જાહેર કરી, રાજકુમાર હિરાની અને વિધુ વિનોદ ચોપડાને 15 દિવસમાં જવાબ આપવા કહ્યુ છે. જો 15 દિવસમાં નિર્માતા જવાબ આપશે નહીં તો અને માફી નહીં માંગે તો અબૂ સલેમના વકીલ માનહાનીનો કેસ દાખલ કરી શકે છે.

  પ્રાપ્ત માહિતી મુજબ, અબૂ સેલેમ ફિલ્મમાં એ દ્રશ્ય વિશે નારાજ છે કે, જેમાં રણબીર કપૂર (જે સંજય દત્તની ભૂમિકા ભજવી રહ્યો છે) તે કહે છે કે તેઓએ હથિયારની સપ્લાઇ સલેમ સાથે જોડાયેલ કેટલાક લોકોએ કરી હતી. સલેમનું કહેવું હતું કે, તેમનો કોઈ પણ સાથી આ રીતે શસ્ત્રો અને ગોળાની સપ્લાઇ કરતા નથી.  ફાઇલ તસવીર


  આ પૂરો વિવાદ રાજકુમાર હિરાનીની નિર્દેશિત ફિલ્મ 'સંજૂ' બાદ સામે આવ્યો છે. આ ફિલ્મના એક દ્રશ્યમાં સંજય દત્તને હથિયારોની ડિલિવરી લેતો બતાવવામાં આવ્યો છે. ફિલ્મમાં એક લેખક (અનુષ્કા શર્મા) કપૂરને પોતાની જિંદગીની કહાનીઓ સંભળાવતા સંજય દત્ત (રણબીર કપૂર) એ દિવસનો પૂરવો છે કે તેમણે હથિયારોની ડિલીવરી તેમના ઘર પર લીધી હતી.

  આ સીનમાં અબૂ સલેમને વેનની અંદર બેસીને સંજયને હથિયાર આપતો બતાવવામાં આવ્યો છે. સંજય દત્તે હંમેશાં કહેતા આવ્યા કે અબૂ સલેમે જ તેને હથિયાર સપ્લાય કર્યા હતા. જો કે અબૂ સલેમ મુજબ તે ક્યારેય હથિયારોની સપ્લાઇ નથી કરતા. અને આ મામલે તેઓ પોતાની જાતને નિર્દોષ સાબિત કરવા માટે કેસ લડી રહ્યા છે.

  સંજય દત્તની બાયોપિક પૂરી રીતે સંજય દત્ત દ્વારા બતાવવામાં આવેલા તથ્યો પર આધારિત છે અને હથિયાર ડિલીવરી વાળા સીનને પણ સંજય દત્તના બ્યૂરોના અનુસાર જ બતાવવામાં આવ્યો છે. પરંતુ હવે અબૂ સલેમ આ સીન પર પરેશાન છે. અને તેઓ આ મામલે માફીનું સ્પષ્ટીકરણ ઇચ્છે છે.
  First published:July 27, 2018, 11:32 am