Home /News /entertainment /તુનિષા બાદ આ સોશિયલ મીડિયા સ્ટારે કરી લીધું સુસાઇડ, ઘરમાં જ ફાંસી પર લટકેલો મળ્યો મૃતદેહ

તુનિષા બાદ આ સોશિયલ મીડિયા સ્ટારે કરી લીધું સુસાઇડ, ઘરમાં જ ફાંસી પર લટકેલો મળ્યો મૃતદેહ

Photo : @leena_nagwanshi Instagram

Leena Nagwanshi Suicide: તુનિષા (Tunisha) પછી હવે 22 વર્ષની આ ઇન્સ્ટાગ્રામ મોડેલે આત્મહત્યા કરી લીધી છે. તેણે ઘરમાં ગળે ફાંસો ખાઇને મોતને વ્હાલુ કરી લીધું છે. આ મામલે પોલીસે પણ સ્ટેટમેન્ટ જાહેર કર્યુ છે.

Leena Nagwanshi Suicide: એક્ટ્રેસ તુનિષા શર્માના (Tunisha Sharma) મોતના સમાચારથી લોકો હચમચી ગયા છે. તેવામાં આ વચ્ચે વધુ એક આત્મહત્યાના સમાચાર સામે આવી રહ્યાં છે. એક 22 વર્ષની ઇન્સ્ટાગ્રામ મોડલ (Instagram Model) લીના નાગવંશી (Leena Nagwanshi)એ ગળે ફાંસી લગાવીને સુસાઇડ કરી લીધું છે.

લીનાનો મૃતદેહ તેના ઘરના ધાબા પર લટકેલો મળ્યો હતો. તેના મૃતદેહની આસપાસ કોઇ સુસાઇડ નોટ નથી મળી અને તે વાતની પુષ્ટિ પણ નથી થઇ શકી કે લીનાએ આખરે આવુ પગલુ શા કારણે ભર્યુ.

આ પણ વાંચો :  Sushant Singh Rajput Case માં આવ્યુ મોટુ અપડેટ, રિયા ચક્રવર્તીએ પોસ્ટમાં કંંઈક આવુ કહ્યું, જાણો...

લીના નાગવંશી ઇન્સ્ટાગ્રામ પર પોતાની ગ્લેમરસ રીલ્સ માટે ફેમસ હતી. તે યુટ્યુબ પર પણ ખૂબ જ એક્ટિવ રહેતી હતી. તેની રીલ્સને ખૂબ પસંદ કરવામાં આવી હતી. લીનાના ઈન્સ્ટાગ્રામ પર 10 હજારથી વધુ ફોલોઅર્સ છે. લીનાએ કથિતરૂપે આત્મહત્યા કરી તેને ગણતરીના કલાકો જ થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેનો મૃતદેહ ઘરના ધાબા પર ફાંસી લગાવેલો લટકેલો મળ્યો હતો.

જણાવવામાં આવી રહ્યું છે કે લીનાએ 26 ડિસેમ્બરે સુસાઇડ કર્યુ હતુ. મીડિયા રિપોર્ટ્સ અનુસાર લીનાની માતા માર્કેટ ગયા હતા અને તે જ્યારે પરત ફર્યા ત્યારે ધાબાનો દરવાજો બંધ હતો. ઘણી બૂમો પાડ્યા પછી પણ જ્યારે દરવાજો ન ખુલ્યો તો તેને તોડવામાં આવ્યો અને ત્યાં લીનાનો મૃતદેહ મળ્યો હતો.

લીનાના મૃતદેહની આસપાસ કોઇ સુસાઇડ નોટ નથી મળી. પોલીસે લીનાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને શરૂઆતની તપાસમાં તેને આત્મહત્યા જ જણાવવામાં આવી રહી છે. ચોંકાવનારી વાત એ છે કે લીના નાગવંશીએ પોતાની મોતના ત્રણ દિવસ પહેલા જ ક્રિસમસ પર ઇન્સ્ટાગ્રામ રીલ્સ બનાવીને શેર કરી હતી. તેવામાં આ સમાચાર સામે આવ્યા બાદ લીનાના ફોલોઅર્સ પણ આઘાતમાં સરી પડ્યા છે.

આ પણ વાંચો :  તુનિષા શર્મા પંચમહાભૂતમાં વિલીન, ગોડદેવ સ્મશાન ઘાટમાં અંતિમ સંસ્કાર થયા, સ્મશાનભૂમિમાં માતા બેભાન

તાજેતરમાં જ એક્ટ્રેસ તુનિષા શર્માએ પણ આત્મહત્યા કરી


તાજેતરમાં જ ટીવી એક્ટ્રેસ તુનિષા શર્માએ પણ આત્મહત્યા કરી લીધી હતી. મંગળવારે સાંજે મુંબઈના મીરા રોડ સ્મશાનગૃહમાં 20 વર્ષીય તુનિષાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તુનિષાની માતાની હાલત ખૂબ જ ખરાબ હતી.



તુનિષાની લાશ ટીવી શો અલીબાબા - દાસ્તાન એ કાબુલના સેટ પર મળી આવી હતી. આ પછી, તુનીશાના બોયફ્રેન્ડ શીઝાન મોહમ્મદ ખાનની આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. તુનિષા અને શીજાનનું થોડા દિવસો પહેલા બ્રેકઅપ થયું હતું.
First published:

Tags: Committed suicide, Social media, Social Media Star, Suicide-note

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો