મુંબઇ: કલર્સનાં પોપ્યુલર રિયાલિટી શો 'બિગ બોસ' સિઝન 11ની સફળતા બાદ આ શોનાં ફેન્સ નવાં સીઝનની આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે. શોનાં મેકર્સે અત્યારથી જ નવાં સીઝનની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પણ આ વખતે આપને શોમાં ઘણાં બદલાવ જોવા મળશે. રિપોર્ટ્સ મુજબ બિગ બોસ-12 આ વખતે એક મહિનો વહેલા શરૂ થવા જઇ રહ્યું છે એટલે કે સેપ્ટેમ્બર મહિનામાં. ગત સિઝન 1 ઓક્ટોબરથી શરૂ થઇ હતી. એવામાં ગત સિઝન કરતાં આ સિઝન એક મહિના પહેલાં શરૂ થવા જઇ રહી છે જેનાંથી તેનાં ચાહકો ખુબજ એક્સાઇટેડ છે. બિગ બોસ સિઝન 11નું થીમ પાડોસી હતું તો આ વખતનું થીમ કપલ્સ છે. જે અંગે પ્રોમોમાં પહેલેથી જ ખુલાસો કરી દેવામાં આવ્યો છે. અહીં જેમ અમે આપને જણાવ્યું કે, સલમાન આ મહિને પ્રોમો શૂટ કરશે. તો રિપોર્ટ્સ પર મોહોર લગાવતા હવે સલમાન ખાને આ શોનો પહેલો પ્રોમો શૂટ કરી લીધો છે.
આજતકમાં આવેલી રિપોર્ટ મુજબ, ચેનલ ઇચ્છે છે કે શોની થીમ કંઇક રસપ્રદ અંદાજમાં લોન્ચ કરવામાં આવે. મેકર્સે સલમાનનાં કેટલાંક પોપ્યુલર ગીતો પર તેનાં ડાન્સ સ્ટેપ્સની સાથે આ લોન્ચ કરવાનો નિર્ણય કર્યો છે. 'જાણાકીર મુજબ, સલમાન ખાન ફિલ્મ મુજસે શાદી કરોગી ફિલ્મનાં ગીત 'એક બાર જો જાયે જવાની...' વાળો ટોવેલ ડાન્સ સ્ટેપ કરતો નજર આવશે. આ ઉપરાંત તે ટાઇગર ઝિન્દા હૈ..'નાં સોન્ગ 'દિલ દિયા ગલ્લાં' અને 'દબંગ'નાં તેનાં બેલ્ટવાળો સ્ટેપ આ પ્રોમોમાં કરતો નજર આવશે.'
સલમાન ખાનની એક તસવીર ઇનસ્ટાગ્રામ પર વાઇરલ થઇ રહી છે. જેમાં તે અનિલ કપૂર અને જેકી શ્રોફની ફિલ્મ 'રામ લખન'નાં પોસ્ટરની સામે ઉભો છે અને સાથે જ 'કરણ-અર્જુન'નું પોસ્ટર પણ લાગેલુ છે. એવું કહેવાય છે કે આ શોનો પ્રોમો દ્વારા પ્રખ્યાત જોડીને ટ્રિબ્યુટ આપ્યુ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર