Salman Khan:સિદ્ધુ મૂસેવાલાના હત્યારા લોરેન્સ બિશ્નોઇએ જેલમાં ટીવી ઇન્ટરવ્યુ આપ્યું છે. જેમાં તેણે સ્વીકાર્યુ કે તે સલમાન ખાનને જાનથી મારી નાંખવા માંગે છે.
નવી દિલ્હી: પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યાના થોડા દિવસ બાદ જ બોલીવુડ સ્ટાર સલમાન ખાનને જાનથી મારી નાંખવાની ધમકી મળી હતી. આ મામલે હવે મોટો ખુલાસો થયો છે. મૂસેવાલાના હત્યારા લોરેન્સ બિશ્નોઇએ પોતે સ્વીકાર્યુ છે કે સલમાનને ધમકી આપનાર શખ્સ તે જ હતો. તેનું કહેવું છે કે તે સલમાન ખાનનો અહંકાર તોડવા માંગતો હતો.
સલમાન ખાન પાસે માફી મંગાવવા માંગે છે લોરેન્સ બિશ્નોઇ
રિપોર્ટ અનુસાર, લોરેન્સનું કહેવું છે કે કાળિયારની હત્યાના કેસમાં સલમાન ખાન તેના સમાજની માફી માંગે. નહીંતર તે તેનો જડબાતોડ જવાબ આપશે. તેણે કહ્યું કે, સલમાન ખાને આ કેસમાં અત્યાર સુધી તેના સમાજની માફી નથી માંગી, જેના પગલે બાળપણથી જ તેના મનમાં સલમાનને લઇને ગુસ્સો છે.
તેનું કહેવું છે કે તે સલમાન ખાનનો અહંકાર તોડી નાંખશે. બિશ્નોઇએ કહ્યું, તેણે અમારા દેવતાના મંદિરમાં આવીને માફી માંગવી જોઇએ. તેણે અમારા સમાજના લોકોને પૈસા પણ ઓફર કર્યા હતા. અમે સલમાન ખાનને પૈસા માટે નહીં પરંતુ ઉદ્દેશ્ય માટે મારીશું.
બિશ્નોઇએ કહ્યું, કે તેણે જ સલમાન ખાનને જાનથી મારી નાંખવાની ધમકી આપપી હતી. તેણે મારા સમાજને નીચુ દેખાડ્યુ છે. અમારા વિસ્તારમાં આવીને જીવ હત્યા કરી છે. અમે ઇચ્છીએ છીએ કે તે માફી માંગે. નહીંતર પરિણામ ભોગવવા માટે તૈયાર રહે.
જણાવી દઇએ કે સિદ્ધૂ મૂસેવાલાની હત્યાના થોડા દિવસ બાદ જ સલમાન ખાનના પિતા સલીમ ખાનને વોક કરતી વખતે બેંચની નીચેથી એક ચિઠ્ઠી મળી હતી. જેમાં એક્ટરને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી. મહિનાઓ બાદ લોરેન્સ બિશ્નોઇએ આ વાતને સ્વીકાર હતી કે એક્ટરને ધમકી આપનાર બીજુ કોઇ નહીં પરંતુ તે જ હતો.
તે સમયથી મુંબઇ પોલીસને શંકા હતી કે ધમકી આપનાર બીજુ કોઇ નહીં પરંતુ બિશ્નોઇ ગેંગ જ છે. તે બાદ સલમાનના બાંદ્રા સ્થિત ઘરની સુરક્ષા વધારવામાં આવી હતી. વર્ષ 1998માં રાજસ્થાનના કાળિયારના શિકાર મામલે બિશ્નોઇ ગેંગે સલમાન ખાનને મારવાના સમ ખાધા હતાં.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર