જિમમાં જવાનો ચોર રણબીર બનાવી રહ્યો છે બૉડી, જુઓ તેનો Latest Look

News18 Gujarati
Updated: November 15, 2019, 2:21 PM IST
જિમમાં જવાનો ચોર રણબીર બનાવી રહ્યો છે બૉડી, જુઓ તેનો Latest Look
રણબીર કપૂર તેની અપકમિંગ ફિલ્મ 'શમશેરા' માટે બૉડી બનાવી રહ્યો છે

રણબીર કપૂર તેની અપકમિંગ ફિલ્મ 'શમશેરા' માટે બૉડી બનાવી રહ્યો છે

  • Share this:
મુંબઇ: રણબીર કપૂર હલમાં અયાન મુખર્જીની સુપરનેચરલ થ્રિલર ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' પર કામ કરી રહ્યો છે. આ સાથે જ રણબીર કપૂર તેની અપકમિંગ ફિલ્મ માટે ખાસ મહેનત કરતો નજર આવી રહ્યો છે.

આવું અમે એટલે કહી રહ્યાં છે કારણ કે રણબીર કપૂરે તેની અપકમિંગ ફિલ્મ 'શમશેરા' માટે બૉડી બનાવવાનું શરૂ કરી દીધુ છે. આ સાથે જ તેની બીજી ફિલ્મની પણ ચર્ચાઓ થવા લાગી છે. હાલમાં બ્રહ્માસ્ત્રનું શૂટિંગ પૂર્ણ થઇ ગયુ છે પણ તેનાં પોસ્ટ પ્રોડક્શન અને પ્રમોશનનું કામ ચાલુ છે તો સાથે સાથે રણબીર તેની અપકમિંગ ફિલ્મની તૈયારીઓમાં પણ લાગી ગયો છે.કરણ મલ્હોત્રાનાં ડિરેક્શનમાં બનનારી આ ફિલ્મ શમશેરામાં સંજય દત્ત અને વાણી કપૂર પણ અહમ રોલમાં નજર આવશે. આ ફિલ્મ ઍક્શન-ઍડવેન્ચરથી ભરપૂર હશે. તેથી જ આ ફિલ્મ માટે રણબીર તેની ફિઝિક પર કામ કરી રહ્યો છે. આ પહેલાં તેણે તેની ફિલ્મ સંજૂ માટે પણ જિમમાં ઘણો પરસેવો પાડ્યો હતો.સૌ કોઇ જાણે છે કે જિમમાં જવું રણબીર કપૂરને જરાં પણ પસંદ નથી. તેમ છતાં તેણે તેની અપકમિંગ ફિલ્મ શમશેરા માટે જિમમાં પરસેવો પાડવાનું શરૂ કરી દીધુ છે. આ ફિલ્મમાં તે બલ્કી બૉડીમાં નજર આવશે.
First published: November 15, 2019
વધુ વાંચો
अगली ख़बर