Home /News /entertainment /દિવગંત સિંગર સિદ્ધુ મુસેવાલાના પિતાને, જાનથી મારી નાખવાની ધમકી મળી, કહ્યું, લોરેન્સનું નામ ન લો, નહીં તો...
દિવગંત સિંગર સિદ્ધુ મુસેવાલાના પિતાને, જાનથી મારી નાખવાની ધમકી મળી, કહ્યું, લોરેન્સનું નામ ન લો, નહીં તો...
સિદ્ધુ મુસેવાલાના પિતા બલકૌર સિંહને ફરી એકવાર ઈમેલ દ્વારા ધમકી આપવામાં આવી છે. (ફાઇલ ફોટો)
7 માર્ચના રોજ મુસેવાલાના પિતાએ કહ્યું કે, તેમણે પંજાબ એસેમ્બલીની બહાર ધરણા કર્યા અને તેમના પુત્રની હત્યાની CBIની તપાસની માંગ કરી. પંજાબ વિધાનસભાની બહાર પત્રકારો સાથે વાત કરતા સિંહે કહ્યું કે, તેમની તરફેણમાં કોઈ તપાસ થઈ રહી નથી. તેણે કહ્યું કે, છેલ્લા 10 મહિનાથી હું ઘણી વખત પોલીસ અને પ્રશાસન પાસે ગયો છું. મને ખાતરી આપવામાં આવી હતી, પરંતુ અહીં જે થઈ રહ્યું છે, તે મારા બાળકની હત્યાને ઢાંકવા માટે કરવામાં આવી રહ્યું છે. મારા પક્ષમાં કંઈ જ નથી જઈ રહ્યું. આ ઉપરાંત તેમણે ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહીને લઈને સરકાર પર સવાલ પણ ઉઠાવ્યા છે.
ચંડીગઢ : સ્વર્ગસ્થ પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાના પિતા બલકૌર સિંહને ફરી એકવાર ઈ-મેલ દ્વારા ધમકી આપવામાં આવી હતી કે, તેમને જલ્દી મારી નાખવામાં આવશે. તેમણે રવિવારે આરોપ લગાવ્યા હતા કે, તેને રાજસ્થાનથી ધમકી ભર્યો ઈમેઈલ મળ્યો હતો કે, તેને જલ્દીથી મારી નાખવામાં આવશે, તેથી લોરેન્સ બિશ્નોઈનું નામ ન લો. આ પહેલા પણ બલકૌર સિંહે આરોપ લગાવ્યો હતો કે, તેને ધમકી આપવામાં આવી હતી અને કહ્યું હતું કે, તેને 25 એપ્રિલ પહેલા મારી નાખવામાં આવશે.
બલકૌર સિંહે કહ્યું કે હું શું કંઈ ખોટું કરી રહ્યો છું? શું મારે મારા પુત્રનો કેસ ન લડવો જોઈએ? મને 18, 24 અને 27 ફેબ્રુઆરીએ ધમકી આપવામાં આવી હતી કે, મને 25 એપ્રિલ પહેલા મારી નાખવામાં આવશે. હું સરકારને કહેવા માંગુ છું કે, મારી સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવે. હું લડતો રહીશ. પોલીસના જણાવ્યા અનુસાર, મુસેવાલાના પિતાને ધમકી આપવા બદલ અજાણ્યા લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે.
7 માર્ચે, મુસેવાલાના પિતાએ પંજાબ વિધાનસભાની બહાર ધરણા કર્યા અને તેમના પુત્રની હત્યાની CBIના તપાસની માંગણી કરી હતી. પંજાબ વિધાનસભાની બહાર પત્રકારો સાથે વાત કરતા સિંહે કહ્યું કે, તેમની તરફેણમાં કોઈ તપાસ થઈ રહી નથી. તેણે કહ્યું કે, છેલ્લા 10 મહિનાથી હું ઘણી વખત પોલીસ અને પ્રશાસન પાસે ગયો છું. મને ખાતરી આપવામાં આવી હતી, પરંતુ અહીં જે થઈ રહ્યું છે તે મારા બાળકની હત્યાને ઢાંકવા માટે કરવામાં આવી રહ્યું છે. મારા પક્ષમાં કંઈ જ નથી જઈ રહ્યું. તેમણે ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહીને લઈને સરકાર પર સવાલ ઉઠાવ્યા છે.
બલકૌર સિંહે કહ્યું કે, CBIએ આ કેસની તપાસ કરવી જોઈએ, તેમણે આ કોઈ ગેંગસ્ટર નથી આ માત્ર ગુંડાઓ છે, આ ગુંડાઓએ માત્ર પૈસા માટે જ મારા પુત્રની ગોળી મારી હત્યા દીધી. મારા પુત્રને નિશાન બનાવનાર માસ્ટરમાઇન્ડ ગોલ્ડી બ્રાર સામે શું કાર્યવાહી કરવામાં આવી રહી છે, તેવો સવાલ તેમણે કર્યો હતો. 28 વર્ષીય સિદ્ધુ મૂસેવાલાની ગયા વર્ષે 29 મેના રોજ માનસામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, જોકે, હત્યાના એક દિવસ પહેલા રાજ્ય સરકારે તેમની સુરક્ષામાં ઘટાડો કર્યો હતો. પંજાબી ગાયકને ખૂબજ નજીકથી ગોળીઓ વાગી હતી અને તેને માનસા સિવિલ હોસ્પિટલમાં લઈ જતા પહેલાંજ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. હુમલાખોરોએ મૂસેવાલા પર 30 થી વધુ રાઉન્ડનો ગોળીબાર કર્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર