PM મોદીએ લતા મંગેશકરને જન્મદિવસની શુભેચ્છા આપી, દીદી માટે કર્યું આ ખાસ ટ્વિટ

PM મોદીએ લતા મંગેશ્કરને જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી

લતા મંગેશકરના 92મા જન્મદિવસે (Lata Mangeshkar 92 Birthday) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) તેમને શુભેચ્છાઓ પાઠવી છે અને ખાસ ટ્વિટ કરીને તેમના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરી છે

 • Share this:
  દુનિયાભરમાં પોતાના અવાજનો જાદૂ ચલાવનારા ‘સ્વર કોકિલા’ લતા મંગેશકર (Lata Mangeshkar) આજે પોતાનો 92મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આજનો દિવસ લતા દીદી ઉપરાંત બોલિવુડ અને તેમના ચાહકો માટે પણ ખાસ છે. આ સ્વરસામ્રાજ્ઞીને આખા દેશમાંથી શુભેચ્છાઓ આવી રહી છે, લોકો સોશ્યલ મીડિયા પર વધામણી આપી રહ્યા છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ પણ ખાસ ટ્વિટ કરીને લતા દીદીને બર્થડે વિશ કર્યું છે.

  આ પણ વાંચો-Nora Fatehi: હિરોઇને ડિપ નેક બ્લાઉઝમાં શેર કરી તસવીરો, ટ્રોલર્સે કહ્યું- 'કોઇ જાતની શરમ નથી'

  આ પણ વાંચો-Weekendમાં બોલિવૂડ સેલિબ્રિટીઝ ક્યાં અને શું કરતી જોવા મળી, જુઓ PHOTOS

  નરેન્દ્ર મોદીએ લતા મંગેશકરને ફોન કરીને શુભેચ્છા આપી અને તેમના માટે ટ્વિટ પણ કર્યું. PM મોદીએ લખ્યું કે, ‘આદરણીય લતા દીદીને જન્મદિવસની શુભેચ્છા. તેમનો સૂરીલો અવાજ આખી દુનિયામાં ગૂંજે છે. ભારતીય સંસ્કૃતિ પ્રત્યે તેમની વિનમ્રતા અને જનૂન માટે તેમનું સન્માન કરવામાં આવે છે. વ્યક્તિગત રૂપે, તેમના આશીર્વાદ મહાન શક્તિનો સ્ત્રોત છે. હું લતા દીદીના લાંબા અને સ્વસ્થ જીવનની કામના કરું છું.’ સોશ્યલ મીડિયા પર PM મોદીનું આ ટ્વિટ વાયરલ થઈ રહ્યું છે.  તો જુહી ચાવલા, શાન, પંકજ ઉધાસ, મધુર ભંડારકર, સરોદવાદક ઉસ્તાદ અમજદ અલી ખાન વગેરેએ ટ્વિટ કરીને લતા મંગેશકરને શુભેચ્છાઓ પાઠવી છે. મધુર ભંડારકરે લખ્યું કે, ‘મારા જીવનનો એક દિવસ પણ એવો નથી જતો જ્યારે હું તમારા ગીતો ન સાંભળું.’ તો જુહી ચાવલા લખે છે, ‘દિગ્ગજ લતાજીના જન્મદિવસે એમને 100 વૃક્ષો અર્પણ. રેડિયો સાંભળી રહી હતી. તમારા 70ના દાયકાના ગીતો ચાલુ હતા. તમારો અવાજ સાંભળીને એવું લાગે છે જાણે ફૂલોનો વરસાદ થઈ રહ્યો હોય, જાણે ગંગાજી વહી રહ્યા હોય.’  ઉલ્લેખનીય છે કે, લતા મંગેશકર સદગત ફિલ્મમેકર યશ ચોપરાને રાખડી બાંધતાં. ગઈ કાલે યશ ચોપરાની જન્મતિથિ હોવાથી લતા મંગેશકરે ‘ચાંદની’ ફિલ્મનું ગીત ‘તેરે મેરે હોંઠો પે’ ટ્વિટર પર શેર કરીને લખ્યું હતું કે, ‘નમસ્કાર. આજે મારા ભાઈ યશ ચોપરાજીની જયંતિ છે. તેમની દરેક ફિલ્મમાં તેઓ ઇચ્છતા કે મારા જ ગીતો હોય, હંમેશા મને કહેતાં હતા કે તું ના ન પાડજે. મને તેમના પર પ્રેમ હતો. આજે તેમની બહુ જ યાદ આવે છે. હું તેમને કોટિ કોટિ વંદન કરું છું.’  લતા મંગેશકરનો જન્મ 28 સપ્ટેમ્બર 1929ના મધ્યપ્રદેશના ઇન્દોરમાં થયો હતો. મહાન વ્યક્તિત્વ ધરવતા લતા મંગેશકરે પોતાના જીવનમાં અનેક સિદ્ધિઓ મેળવી છે. ગાયકી ક્ષેત્રમાં તેમના અમૂલ્ય યોગદાન માટે તેમને ભારત રત્ન, પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને દાદાસાહેબ ફાળકે સહિતના પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.

  વધુ રસપ્રદ સમાચાર વાંચો: Business | Latest News | Entertainment | Gujarat News | દેશ વિદેશ | ધર્મ ભક્તિ | Sport | Lifestyle પર ક્લિક કરો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમને FACEBOOK | Twitter | Instagram | YouTube પર ફોલો કરો
  Published by:Margi Pandya
  First published: