Lata Mangeshkar passed away: સંગીત જગતના સ્વરકોકિલા ભારત રત્ન લતા મંગેશકરનું (Lata Mangeshkar) તા. 06 ફેબ્રુઆરી, 2022ના રોજ સવારના 08:12 કલાકે અવસાન (Lata Mangeshkar death) થયું છે. તેમના બહેન ઉષા મંગેશકરે લતાજીના અવસાન અંગે જાણ કરી હતી. તેમને વર્ષ 2001માં ભારત રત્નથી (Bharat Ratna video) સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમની યાદમાં ત્યારની એક ક્લિપ હાલ સિશિયલ મીડિયામાં ફરી રહી છે. તે તમે પણ જોઇ લો.
અનેક એવોર્ડથી કરાયા હતા સન્માનિત
લતા દીદીનું 1969માં પદ્મભૂષણ, 1989માં દાદા સાહેબ ફાળકે એવોર્ડ, 1999માં પદ્મ વિભૂષણ, 2001માં ભારત રત્ન, 2008માં વન ટાઈમ એવોર્ડ ફોર લાઈફ ટાઈમ અચિવમેન્ટ સહિત અનેક એવોર્ડ્સ વડે સન્માન કરવામાં આવેલું છે.
#WATCH Melody queen Lata Mangeshkar awarded the nation's highest civilian honour, Bharat Ratna in 2001
નોંધનીય છે કે, ગત 8 જાન્યુઆરીના રોજ 92 વર્ષીય લતા મંગેશકરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ તેમને ન્યૂમોનિયા પણ થઈ ગયો હતો માટે તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. એકાદ સપ્તાહથી તેમની તબિયતમાં સુધારો જણાતાં વેન્ટિલેટર સપોર્ટ દૂર કરી દેવામાં આવ્યો હતો. ગઇકાલે, એટલે 05 ફેબ્રુઆરીના રોજ તેમની તબિયત ફરી ગંભીર થઈ જતાં વેન્ટિલેટર પર શિફ્ટ કરવામાં આવ્યા હતા. આપને જણાવીએ કે, વર્ષ 2019માં પણ લતા મંગેશકરને શ્વાસ લેવામાં તકલીફ થતાં 28 દિવસ સુધી હોસ્પિટલમાં એડમિટ રહેવું પડ્યું હતું.
80 વર્ષ જેટલા લાંબા સમય સુધી સંગીતની દુનિયામાં પોતાના અવાજનો જાદુ પાથરનારા લતા મંગેશકરના નામે 30,000 કરતાં પણ વધારે ગીતો ગાવાનો રેકોર્ડ છે. તેમણે 1942ના વર્ષમાં માત્ર 13 વર્ષની ઉંમરે પોતાની કરિયરની શરૂઆત કરી હતી. તેમણે વિભિન્ન ભારતીય ભાષાઓના 30 હજાર કરતાં પણ વધારે ગીતોમાં પોતાનો અવાજ આપ્યો હતો.
સ્વરસામ્રાજ્ઞી લતા મંગેશકરનો જન્મ 28 સપ્ટેમ્બર, 1929ના રોજ ઈંદોર ખાતે મશહૂર સંગીતકાર દીનાનાથ મંગેશકરના ઘરે થયો હતો. છેલ્લા અનેક દશકાઓથી તેમણે પોતાના મધુર અવાજ વડે શ્રોતાઓના દિલો-દિમાગ પર પોતાનું સામ્રાજ્ય જમાવ્યું હતું.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર