Lata Mangeshkar: લતા મંગેશ્કરનું છે જબ્બરદસ્ત ગુજરાતી કનેન્ક્શન એટલે તો ગુજરાતીમાં ગાયા છે અધધ ગીતો
Lata Mangeshkar: લતા મંગેશ્કરનું છે જબ્બરદસ્ત ગુજરાતી કનેન્ક્શન એટલે તો ગુજરાતીમાં ગાયા છે અધધ ગીતો
હાલમાં ઓન પેપર લતા મંગેશકરના વારસદારની કોઈ જાહેરાત થઈ નથી પરંતુ જે પ્રમાણે તેમનો પરિવાર છે તે જોતા તેમની સપત્તિનો વારસાદ તેમની બહેનો અને ભાઈઓના પરિવારમાંથી કોઈ બની શકે છે.
Lata Mangeshkar Gujarat Connection: લતા મંગેશકર પર હરીશ ભિમાણી દ્વારા લખવામાં આવેલી એક બૂક પર આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ બૂકનું નામ છે 'ઇન સર્ચ ઓફ લતા મંગેશકર' જે વર્ષ 1995માં રિલીઝ થઇ હતી
લતા મંગેશકરનાં (Lata Mangeshkar) માતા સેવંતી મંગેશકર મૂળ ગુજરાતનાં છે. જી હાં એ પ્રમાણે લતા મંગેશકર અડધા ગુજરાતી થયા. લતાજીનાં માતા સેવંતી મંગેશકરનાં પિતા તાપી નદીને કાઠે આવેલાં થાલનેર ગામનાં રહેવાસી હતી. લતા મંગેશકરીની માતા સેવંતી મંગેશકરનાં પિતાનું નામ હરીદાસ રામદાસ લાડ હતું. તે સમયે થાલનેર ગુજરાતમાં આવતું હતું પણ હવે તે મહારાષ્ટ્રનો ભાગ છે. અને તે મુંબઇની નજીક આવેલું છે.
લતા મંગેશકર પર હરીશ ભિમાણી દ્વારા લખવામાં આવેલી એક બૂક પર આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ બૂકનું નામ છે 'ઇન સર્ચ ઓફ લતા મંગેશકર' જે વર્ષ 1995માં રિલીઝ થઇ હતી. આ બૂકમાં ખુદ લતા મંગેશકરે ઘણી વાતોનાં ખુલાસા કર્યા છે જેમાંથી એક છે કે, લતાજીએ તેમની નાની મા પાસેથી ગરબાનું જ્ઞાન મેળવ્યું હતું. અને તે ગાવાની છટા પણ તેમને જ શીખવી હતી.
લતા મંગેશકરનાં પિતા દિનાનથ મંગેશકરે બે લગ્ન કર્યા હતાં. પહેલાં લગ્ન તેમણે નર્મદા લાડ સાથે કર્યા હતાં જેમનાં નિધન બાદ દિનાનાથે તેમની જ બહેન સાવંતી મંગેશકર સાથે 1927માં લગ્ન કર્યાં હતાં. જેનાંથી લતા મંગેશકર અને તેમનાં ભાઇ બહેનોનો જન્મ થયો હતો.
શેઠ હરીદાસ થાલનેરનાં ખુબજ ધનિક વ્યક્તિ હતાં. તેમનાં પોતાનાં વિશાળ ઘર ઉપરાંત તેમનાં ગામમાં સાહિઠ જેટલાં ઘર હતાં. હરીદાસનાં મેનશની રખવાળી કરવા માટે બે પઠાણ રાખવામાં આવ્યાં હતાં.
લતા મંગેશકરે 36 ભાષાઓમાં 50,000થી વધુ ગીતો ગાયા છે તેમણે ગુજરાતી ભાષામાં પણ ઘણાં ગીતો ગાયા છે. જેમાં મારા તે ચિત્તનો ચોર મારો સાવરિયો, પાંદડુ લીલુ ને રંગ રાતો..,ના ના નહીં આવું.. .મેળાનો મને થાક લાગે..., મહેંદી તે વાવી માંડવે ને એનો રંગ ગયો ગુજરાત રે.. દીકરી તે પારકી થાપણ કેવાય...
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર