Home /News /entertainment /લતા દીદી, રાજૂ શ્રીવાસ્તવ અને સિદ્ધૂ મૂસેવાલા સહિત, 2023માં આ દિગ્ગજ કલાકારોને મિસ કરશે દેશ

લતા દીદી, રાજૂ શ્રીવાસ્તવ અને સિદ્ધૂ મૂસેવાલા સહિત, 2023માં આ દિગ્ગજ કલાકારોને મિસ કરશે દેશ

2023 માં નહીં જોવા મળે આ કલાકારો

CELEBRITIES DIED IN 2022: ભારતીય સંગીતના લિજેન્ડ લતા મંગેશકર અને પંડિત બિરજૂ મહારાજ જેવા અનેક દિગ્ગજ કલાકારોને દુનિયાને અને કલા જગતને અલવિદા કહ્યું છે. નવા વર્ષે આ કલાકારોને આખો દેશ મિસ કરશે.

  વર્ષ 2022 બોલીવુડ માટે જેટલું સારું રહ્યું છે, તેટલું દુ:ખભર્યું પણ રહ્યું છે. આ વર્ષે બોલીવુડના અનેક સેલેબ્સ માતા-પિતા બન્યા છે, તો બોલીવુડે અનેક સેલિબ્રિટીઝ ગુમાવ્યા પણ છે. આ વર્ષે ભારતીય સંગીતના લિજેન્ડ લતા મંગેશકર અને પંડિત બિરજૂ મહારાજ જેવા કલાકારોને દુનિયાને અને કલા જગતને અલવિદા કહ્યું છે. આ કલાકારોના જવાથી બોલીવુડને ખૂબ જ મોટી ખોટ પડી છે. કોમેડીના બાદશાહ રાજૂ શ્રીવાસ્તવનું અકાળે નિધન થતા તમામ લોકો સ્તબ્ધ પામી ગયા હતા. કયા કલાકારોએ આ દુનિયાને અલવિદા કહ્યું છે, તે વિશે અહીં વિગતવાર જાણકારી આપવામાં આવી છે.

  લતા મંગેશકર

  ભારતીય સંગીતના રાણી અને ક્વીન ઓફ મેલોડીથી સુશોભિત લતા મંગેશકરે આ વર્ષે સંગીત જગત અને દુનિયાને અલવિદા કહ્યું છે. લતા મંગેશકરને ‘નાઈટિંગલ ઓફ ઈન્ડિયા’ના નામથી ઓળખવામાં આવે છે. લતા મંગેશકરનું 92 વર્ષની ઉંમરે 6 ફેબ્રુઆરી 2022ના રોજ મલ્ટીપલ ઓર્ગન ડિસફંક્શન સિંડ્રોમના કારણે મૃત્યુ થયું હતું. લતા મંગેશકરનું નિધન થવું તે ભારતીય સિનેમા જગત માટે ખૂબ જ દુ:ખદ ક્ષણ હતી.

  બપ્પી લહેરી

  જ્યારે પણ પ્રસિદ્ધ ગાયકની વાત કરવામાં આવશે, ત્યારે ગોલ્ડન મેન, ડિસ્કો કિંગના નામે જાણીતા બપ્પી અપરેશ લહેરીને હંમેશા યાદ કરવામાં આવશે. લોકો તેમને બપ્પી દાના નામથી ઓળખે છે. તેઓ ફેમસ ગીતકાર અને સંગીતકાર હતા. મુંબઈં ઓબ્સટ્રક્ટિવ સ્લીપ એપનિયાને કારણે 15 ફેબ્રુઆરી, 2022ના રોજ તેમનું નિધન થયું હતું. તેઓ સંગીતની સાથ સાથે રાજનીતિમાં પણ હાથ અજમાવી ચૂક્યા હતા. તેમના નિધન બાદ ભારતીય સંગીત જગતમાં હંમેશા તેમની ખોટ વર્તાશે.

  રાજૂ શ્રીવાસ્તવ

  કોમેડીના બાદશાહ અને ફેમસ કોમેડિયન સત્ય પ્રકાશ શ્રીવાસ્તવ એટલે કે, રાજૂ શ્રીવાસ્તવ જતા જતા તમામ લોકોને રડાવીને ગયા. જીમમાં વર્કઆઉટ કરતા સમયે રાજૂ શ્રીવાસ્તવને હાર્ટ અટેક આવ્યો હતો. તેઓ અનેક દિવસો સુધી જિંદગી સામે ઝઝૂમતા રહ્યા હતા. ત્યારબાદ 21 સપ્ટેમ્બર 2022ના રોજ તેમનું નિધન થયું હતું. રાજૂ શ્રીવાસ્તવે પોતાના કરિઅની શરૂઆત સ્ટેજ શો દ્વારા કરી હતી. રાજૂએ અનેક ફિલ્મો અને સીરિયલ્સમાં પણ કામ કર્યું છે.

  પંડિત બિરજૂ મહારાજ

  નૃત્ય જગતના ફેમસ કલાકાર કથક નર્તક, સંગીતકાર અને ગાયક પંડિત બિરજૂ મહારાજનું જાન્યઆરીમાં નિધન થયું હતું. તેમના નિધનથી કળા જગતને ખૂબ જ મોટી ખોટ પડી છે. તેમના દિલ્હીના ઘરમાં 16 જાન્યુઆરી 2022ના રોજ તેમને હાર્ટ અટેક આવતા તેમનું નિધન થયું હતું. તેમનું નિધન થયું તેના બરાબર એક મહિના બાદ તેમનો જન્મ દિવસ હતો. 1983માં તેમને પદ્મ વિભૂષણ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. વારાણસી હિંદૂ વિશ્વવિધ્યાલયે પણ બિરજૂ મહારાજને માનદ ડૉક્ટરેટની ઉપાધિ આપી છે.

  કે. કે

  કે.કેના નામથી ફેમસ સિંગર કૃષ્ણકુમાર કુન્નત પોતાના અવાજથી લોકોના દિલમાં રાજ કરતા હતા. તેઓ હિંદીની સાથે સાથે તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, મરાઠી, ઓડિયા, બંગાળી, અસમિયા અને ગુજરાતીમાં પણ ગીત ગાતા હતા. તેમને વોઈસ ઓફ લવ પણ કહેવામાં આવે છે. લોકો તેમના અવાજના દીવાના હતા. એક લાઈવ મ્યુઝીક કોન્સર્ટ દરમિયાન તેમનું નિધન થયું હતું. પરફોર્મન્સ દરમિયાન તેમની તબિયત સારી નહોતી અને ત્યારબાદ હાર્ટ અટેક આવતા તેમનું મૃત્યું થયું હતું.

  સિદ્ધુ મૂસેવાલા

  શુભદીપ સિંહ સિદ્ધુ, જેને સિદ્ધુ મૂસેવાલાના નામથી ઓળખવામાં આવે છે. પંજાબ સંગીતમાં તેઓ એક ફેમસ વ્યક્તિ હતા. તેઓ સંગીતકાર હોવાની સાથે સાથે રેપર, ગીતકાર અને અભિનેતા પણ હતા. મનસા જિલ્લાના જવાહર ગામમાં 29 મે 2022ના રોજ કેટલાક અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને મૂસેવાલાની હત્યા કરી હતી.

  આ પણ વાંચો: Pathan Film: આમાં કંઇ નવુ નથી! વાંધા જ કાઢવા હોય તો ગમે તેમાં કાઢી શકાય, પઠાણના બેશરમ રંગના સપોર્ટમાં આવ્યા બૉલીવુડ અભિનેતા

  સંધ્યા મુખર્જી

  બાંગ્લા ગીતકારમાં ગીતાશ્રી સંધ્યા મુખર્જીનું નામ ફેમસ છે. સંધ્યા ભારતની બાંગ્લા પાર્શ્વ ગાયિકા અને ગીટારવાદક હતા. સંધ્યા મુખર્જીવર્ષ 1970માં જય જયંતિ અને નિશિ પદ્મા ફિલ્મોમાં તેમના પ્રદર્શન માટે સર્વશ્રેષ્ઠ મહિલા પાર્શ્વ ગાયિકાના રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. 17 જાન્યુઆરીના રોજ શ્વાસ ચડવાની સમસ્યાને કારણે સંધ્યા મુખર્જીનું નિધન થયું હતું.

  " isDesktop="true" id="1310250" >

  પંડિત શિવકુમાર શર્મા

  પંડિત શિવકુમાર શર્મા કળા જગતના એક સંતૂર વાદક અને ભારતીય શાસ્ત્રીય સંગીતકાર હતા. 10 મે, 2022ના રોજ હાર્ટ અટેક આવવાને કારણે તેમનું નિધન થયું હતું. 84 વર્ષની ઉંમરે તેમણે દુનિયાને અલવિદા કહ્યું. તેઓ છેલ્લા ઘણા મહિનાથી કિડનીની બિમારીથી પીડાઈ રહ્યા હતા અને તેમનું ડાયાલિસિસ કરવામાં આવતું હતું. તેમના નિધન બાદ કળા જગતમાં એક મોટી ખોટ પડી ગઈ છે.
  Published by:Mayur Solanki
  First published:

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन