વિચિત્ર સંયોગ, આજના દિવસે કવિ પ્રદીપનો જન્મ થયો અને આ દિવસે જ લતા મંગેશકરે દુનિયામાંથી વિદાય લીધી!
વિચિત્ર સંયોગ, આજના દિવસે કવિ પ્રદીપનો જન્મ થયો અને આ દિવસે જ લતા મંગેશકરે દુનિયામાંથી વિદાય લીધી!
લતા મંગેશકર અને કવિ પ્રદિપ
lata mangeshkar passes away : 'એ મેરે વતન કે લોગો, જરા આંખ મે ભરલો પાની', જ્યારે પણ સાંભળવામાં આવે છે, ત્યારે લતા મંગેશકર (lata mangeshkar) ને યાદ જરૂર કરવામાં આવે છે, આજ રીતે આ ગીત લખનાર કવિ પ્રદીપ (Kavi Pradeep) ને પણ યાદ કરવામાં આવે છે.
lata mangeshkar passes away : લતા મંગેશકર (Lata Mangeshkar) ના ઘણા ગીતો અમર છે, પરંતુ દરેક દેશભક્તની આંખમાં આંસુ લાવનાર ગીત છે 'એ મેરે વતન કે લોગોં'. આ ગીત કવિ પ્રદીપે (Kavi Pradeep) લખ્યું હતું અને સી રામચંદ્રને કમ્પોઝ કર્યું હતું. ઉપરવાલાની એક વિચિત્ર લીલા એ બની કે લતાએ પોતાનો અવાજ આપીને જે કવિનું ગીત અમર કર્યું તેની આજે જન્મજયંતિ છે. આ એક સંયોગ છે કે, જે દિવસે સમગ્ર દેશ ભારતના સ્વર કોકિલાને શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે તે દિવસે પ્રદીપની જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે.
એ મેરે વતન કે લોગો, જરા આંખ મે ભરલો પાની જ્યારે પણ સાંભળવામાં આવે છે, ત્યારે લતા મંગેશકરને યાદ જરૂર કરવામાં આવે છે, આજ રીતે આ ગીત લખનાર કવિ પ્રદીપને પણ 'એ મેરે વતન કે લોકો, જરા આંખ મેં ભર લો પાની' માટે યાદ કરવામાં આવે છે. લગભગ એક મહિનાથી બીમાર રહેલા લતાના જીવનનો આજે છેલ્લો દિવસ એજ કવિ પ્રદીપની જન્મજયંતિ છે. લતાના નિધન પર તેમના ચાહકો આ ગીત દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. દેશભક્તિ અને દેશભક્તિની લાગણીઓને સુંદર શબ્દોમાં રજૂ કરનાર કવિ પ્રદીપનો જન્મ 6 ફેબ્રુઆરી 1915ના રોજ થયો હતો.
'એ મેરે વતન કે લોગો તુમ ખુબ લગા લો નારા'
ભગવાનની આ લીલાથી લોકોને આશ્ચર્ય થાય છે કે, જે દિવસે ભારતના પ્રખ્યાત દેશભક્ત કવિ પ્રદીપનો જન્મ 6 ફેબ્રુઆરીએ ઉજ્જૈનના બડનગરમાં થયો હતો, તે દિવસે દેશની પ્રખ્યાત ગાયિકા લતા મંગેશકરે અંતિમ શ્વાસ લીધા હતા. 1962માં ભારત-ચીન યુદ્ધ દરમિયાન શહીદ થયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપતા કવિ પ્રદીપે લખ્યું હતું કે, 'હે મેરે વતન કે લોગો તુમ ખુબ લગા લો નારા, યે શુભ દિન હૈ હમ સબકા પ્યારા, પર મત ભૂલો સીમા પર વીરો ને હૈ પ્રાણ ગવાએ, કુછ યાદ ઉન્હે ભી કરલો, જો લોટ કે ઘરના આએ. એ મેરે વતન કે લોગો જરા આંખ મે ભરલો પાની, જો શહીદ હુએ હૈ ઉનકી જરા યાદ કરો કુરબાની'
પ્રદીપના ગીતની વેદના અને લતાના અવાજે ગીતને અમર બનાવી દીધું
જ્યારે લતા મંગેશકરે 26 જાન્યુઆરી 1963ના રોજ દિલ્હીના રામલીલા મેદાનમાં વડાપ્રધાન જવાહરલાલ નેહરુની હાજરીમાં આ ગીત ગાયું ત્યારે ગીતના બોલ અને લતાના મધુર અવાજથી એવો ફરક પાડ્યો કે, આ ગીત સાંભળીને નેહરુજીની આંખો ભરાઈ આવી હતી. તેનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું અને જેણે પણ સાંભળ્યું તે શહીદોના આદરમાં નતમસ્તક થઈ ગયા.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર