Home /News /entertainment /

Lata Mangeshkar: લતા દી એ જ્યારે ‘એ મેરે વતન કે લોગો’ ગીતથી નેહરુને રડાવી દીધા હતા, ઘણી રસપ્રદ છે આ ગીત પાછળની કહાની

Lata Mangeshkar: લતા દી એ જ્યારે ‘એ મેરે વતન કે લોગો’ ગીતથી નેહરુને રડાવી દીધા હતા, ઘણી રસપ્રદ છે આ ગીત પાછળની કહાની

લતા દીદી (lata mangeshkar news)પહેલા આ ગીત પોતાની નાની બહેન આશા સાથે ગાવા માંગતા હતા પણ તે સમય પર પહોંચ્યા ન હતા

Lata Mangeshkar news - ભારતના રાષ્ટ્રભક્તિ ગીતમાં ‘એ મેરે વતન કે લોગો’ ગીતથી વધારે ભાગ્યે જ કોઇ ગીત ગશે. ઘણા ઓછા લોકોને ખબર હશે કે આ ગીત ગાતા પહેલા સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકર (Lata Mangeshkar) તૈયાર ન હતા.

  Lata Mangeshkar passed away: ભારતના રાષ્ટ્રભક્તિ ગીતમાં ‘એ મેરે વતન કે લોગો’ ગીતથી વધારે ભાગ્યે જ કોઇ ગીત ગશે. ઘણા ઓછા લોકોને ખબર હશે કે આ ગીત ગાતા પહેલા સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકર (Lata Mangeshkar) તૈયાર ન હતા. ઘણા મનાવ્યા પછી તેમણે આ ગીત ગાયું હતું. લતા દીદી (lata mangeshkar news)પહેલા આ ગીત પોતાની નાની બહેન આશા સાથે ગાવા માંગતા હતા પણ તે સમય પર પહોંચ્યા ન હતા. પછી લતા મંગેશકરને દિલ્હી બોલાવવામાં આવ્યા હતા અને તેમણે તત્કાલીન પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુ સહિત આખા દેશની આંખોમાં આંસુ લાવી દીધા હતા. જોકે ત્યારે લતા દી ને એ ખબર ન હતી કે ગીત આટલું પ્રખ્યાત થશે કે ભારતના ઇતિહાસમાં સૌથી પ્રખ્યાત રાષ્ટ્રભક્તિ ગીત બની જશે.

  આ ગીતને લખવાથી લઇને જવાહર લાલ નહેરુની આંખોમાં આંસુ સુધી, તેના ઘણા કિસ્સા રસપ્રદ છે. 1962ના યુદ્ધમાં આપણે ચીન સામે ખરાબ રીતે હારી ગયા હતા. આપણા હજારો સૈનિકો શહીદ થયા હતા. દેશના આત્મવિશ્વાસને તેનાથી ઘણો આઘાત લાગ્યો હતો. તે સમયે કવિ પ્રદીપના મનમાં આવ્યું કે કશુંક એવું લખું કે જેનાથી દેશનો આત્મવિશ્વાસ ફરીથી જાગી જાય. આ ગીતની અહીંથી શરુઆત થઇ હતી.

  આ પણ વાંચો - lata mangeshkar passes away : દરેક મુશ્કેલીમાં લતા મંગેશકર સાથે ઉભેલા જોવા મળતા બાલ ઠાકરે, સ્વર કોકિલાએ જણાવી હતી મનની વાત

  ગીત લખવાની કહાની પણ રસપ્રદ

  કવિ પ્રદીપના પુત્રીના પુસ્તક પ્રમાણે કવિ પ્રદીપ મુંબઈમાં માહિમ સમુદ્ર તટ પર વોક કરી રહ્યા હતા. ત્યારે તેમના મગજમાં એક શબ્દ આવ્યો હતો. તેમણે પોતાના સાથી પાસે કલમ અને કાગળ માંગ્યો હતો અને આ કાગળ પર તે દિવસે મહાન ગીતનો જન્મ થયો હતો. જેને આખા દેશને રડાવી દીધા હતા. જ્યારે પ્રદીપે આ ગીત ગાવા માટે લતા મંગેશકર સામે પ્રસ્તાવ રાખ્યો તો તેમણે ઠુકરાવી દીધો હતો. તેનું કારણ એ હતું કે તેમની પાસે સમય ન હતો. જેનાથી ગીતનું રિહર્સલ કરી શકે. આ ગીતને સૌ પહેલા 1963ના સ્વતંત્રતા દિવસ સમારોહમાં ગાવાનું હતું. ઘણી મુશ્કેલી પછી લતા મંગેશકર એકલા આ ગીત ગાવા માટે દિલ્હી આવ્યા હતા.

  ગીત ગાતા પહેલા નર્વસ હતા લતા દી

  આ ગીતના કમ્પોઝર સી.રામચંદ્ર હતા. દિલ્હીના જે સ્ટેડિયમમાં આ સમારોહ થવાનો હતો. તેમાં રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુ, ઇન્દીરા ગાંધી પણ સામેલ હતા. આ સિવાય દિલીપ કુમાર, રાજ કપૂર, મેહબુબ ખાન, શંકર જયકિશન, મદન મોહન સહિત ઘણા મોટા દિગ્ગજો હતા. આ આયોજન આર્મીના જવાનો માટે ફંડ ભેગું કરવા માટે કરવામાં આવ્યું હતું. આટલા મોટા-મોટા લોકો સામે ગીત ગાતા પહેલા લતા દી નર્વસ હતા. લતા દી એ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ભરચક ભરેલા સ્ટેડિયમમાં મેં ભજન ઇશ્વર-અલ્લાહ તેરો નામ અને પછી એ મેરે વતન કે લોગો....ગાયું હતું. મે પોતાની પ્રસ્તુતિ પછી ઘણી રાહત અનુભવી હતી. આ પછી સ્ટેજ પાછળ ગઈ અને મેં એક કપ કોફી પીધી હતી.

  આ પણ વાંચો - Lata mangeshkar સહિત ચાર ભાઈ-બહેનોને સંગીત વારસામાં મળ્યું, પિતા દીનાનાથે શ્વર કોકિલાને આપ્યો હતો આ પાઠ

  પછી પંડિત નેહરુ જી એ બોલાવ્યા..

  લતા દી એ કહ્યું હતું કે મને ખબર ન હતી કે દર્શક આ ગીતથી ઘણા પ્રભાવિત છે. થોડા સમય પછી મેહબુબ ખાન મારી પાસે આવ્યા અને કહ્યું ચાલો પંડિત જી એ બોલાવ્યા છે. પછી તે મને તમને પાસે લઇ ગયા અને કહ્યું આ રહી આપણી લતા. તમને કેવું લાગ્યું તેનું ગીત? લતા દી એ કહ્યું કે હું તે સમયે ચકિત રહી ગઇ જ્યારે પંડિત જી સહિત બધા લોકોએ ઉભા થઇને મારું અભિવાદન કર્યું હતું. તેમણે મને કહ્યું કે ઘણું સારું મારી આંખમાં આસુ આવી ગયા. જ્યારે હું મુંબઈ પરત ફરી તો તેનો અંદાજો ન હતો કે આ ગીત આટલું લોકપ્રિય થશે.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Lata Mangeshkar, Lata mangeshkar news, બોલિવૂડ

  આગામી સમાચાર