Home /News /entertainment /Lata Mangeshkar: મહારાજા રાજ સિંહ સાથે અધુરી રહી ગઇ હતી લતાજીની Love Story
Lata Mangeshkar: મહારાજા રાજ સિંહ સાથે અધુરી રહી ગઇ હતી લતાજીની Love Story
લતા મંગેશકર ડુંગરપુર રાજવી પરિવારના મહારાજા રાજ સિંહનાં પ્રેમમાં હતા
Lata Mangeshkar Love Story: લતા મંગેશકર ડુંગરપુર રાજવી પરિવારના મહારાજા રાજ સિંહના (Raj Singh Dungarpur) પ્રેમમાં હતા. કહેવાય છે કે રાજ સિંહે તેના માતા-પિતાને વચન આપ્યું હતું કે તે કોઈપણ સામાન્ય પરિવારની છોકરી સાથે લગ્ન નહીં કરે અને તેથી જ મહારાજા રાજ સિંહ છેલ્લી ઘડી સુધી પોતાના માતા-પિતાને આપેલું વચન પાળ્યું. કહેવાય છે કે મહારાજા રાજ સિંહ લતા મંગેશકરના ભાઈ હૃદયનાથ મંગેશકરના મિત્ર પણ હતા.
આજે વાત કરીશું ગાયિકા લતા મંગેશકરની પ્રેમ કહાની (Lata Mangeshkar Love Story) વિશે. જેણે પોતાના અવાજથી આખી દુનિયામાં પોતાનું નામ બનાવનારી દુનિયાની સૌથી મહાન ગાયિકા લતાજીને કોણ પ્રેમ નથી કરતું. પણ શું તમે જાણો છો તેમને કેમ લગ્ન નહોતા કર્યા ? શું તે કોઈના પ્રેમમાં પડ્યા હતા ? પ્રેમ હતો તો લગ્ન કેમ ન કર્યા ? સૌથી પહેલા અમે તમને જણાવી દઈએ કે લતા મંગેશકર માત્ર ભારતીયોના દિલમાં જ નહીં પરંતુ સંગીતને (Music) ચાહનાર દરેક વ્યક્તિના દિલમાં વસે છે.
એક માહિતી મુજબ લતા મંગેશકર ડુંગરપુર રાજવી પરિવારના મહારાજા રાજ સિંહના (Raj Singh Dungarpur) પ્રેમમાં હતા. કહેવાય છે કે રાજ સિંહે તેના માતા-પિતાને વચન આપ્યું હતું કે તે કોઈપણ સામાન્ય પરિવારની છોકરી સાથે લગ્ન નહીં કરે અને તેથી જ મહારાજા રાજ સિંહ છેલ્લી ઘડી સુધી પોતાના માતા-પિતાને આપેલું વચન પાળ્યું. કહેવાય છે કે મહારાજા રાજ સિંહ લતા મંગેશકરના ભાઈ હૃદયનાથ મંગેશકરના મિત્ર પણ હતા.
લતા મંગેશકર જેને પ્રેમ કરતા હતા તે ક્રિકેટના ખૂબ શોખીન હતા. તેમણે લગભગ 16 વર્ષ સુધી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ પણ રમ્યા છે. આ પછી રાજ સિંહ 20 વર્ષ સુધી ક્રિકેટ બોર્ડ ઓફ ઈન્ડિયા (BCCI) સાથે પણ જોડાયેલા. તેઓ બે ટર્મ માટે રાષ્ટ્રીય ટીમના પસંદગીકાર પણ હતા અને ચાર વખત ભારતીય ટીમના વિદેશ પ્રવાસનું સંચાલન કર્યું હતું. વિકિપીડિયા અનુસાર તેઓ ભારતીય જનતા પાર્ટીના સભ્ય પણ રહી ચૂક્યા છે.
ઇન્દોરમાં થયો છે જન્મ લતાજીનો જન્મ 28 સપ્ટેમ્બર 1929ના રોજ મધ્યપ્રદેશના(Madhya Pradesh) ઈન્દોરમાં થયો હતો. ઘરની સ્થિતિ સારી ન હોવાથી તેમણે અગણિત સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. તેમણે પોતાની મહેનત, સમર્પણ અને જુસ્સાથી આ સિદ્ધિ હાંસલ કરી છે. લતા મંગેશકરે 30 થી વધુ ભાષાઓમાં 50 હજારથી વધુ ગીત ગાયા છે.
ભારત રત્નથી સન્માનિત લતા મંગેશકરને વર્ષ 1989માં દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી(Dadasaheb Phalke) નવાજવામાં આવ્યા હતા અને ત્યારબાદ 2001માં લતાજીને ભારતના સૌથી મોટા પુરસ્કાર ભારત રત્નથી (Bharat Ratna) પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર