Home /News /entertainment /

Lata Mangeshkar: લતાજીએ PM મોદીની માતા હીરાબાને ગુજરાતીમાં લખ્યો હતો પત્ર

Lata Mangeshkar: લતાજીએ PM મોદીની માતા હીરાબાને ગુજરાતીમાં લખ્યો હતો પત્ર

લતા મંગેશકરે લખ્યો હતો PM મોદીની માતાને પત્ર

Lata Mangeshkar: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હિરાબાને (PM Modi Mother) પત્ર લખીને દીકરાનાં બીજી વખત પ્રધાનમંત્રી બનવાં બદલ શુભેચ્છા પાઠવી હતી. લતાજીએ પહેલી વખત ગુજરાતીમાં પત્ર લખ્યો હતો જે અંગે તેમણે પત્રમાં ઉલ્લેખ પણ કર્યો હતો.

વધુ જુઓ ...
    Lata Mangeshkar Letter to PM Modi Mother: લતા મંગેશ્કરે વર્ષ 2019માં ફરી વખત દીકરાનાં પ્રધાનમંત્રી બન્યા બાદ એક પત્ર લખ્યો હતો. આ પત્ર લતા મંગેશકરે (Lata Mangeshkar Death) વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હિરાબાને (PM Modi Mother) પત્ર લખીને દીકરાનાં બીજી વખત પ્રધાનમંત્રી બનવાં બદલ શુભેચ્છા પાઠવી હતી. લતાજીએ પહેલી વખત ગુજરાતીમાં પત્ર લખ્યો હતો જે અંગે તેમણે પત્રમાં ઉલ્લેખ પણ કર્યો હતો.

    આ પત્ર પર લખ્યું હતું કે, 'ભગવાન શ્રી રામની અસીમ કૃપાથી આપનાં સુપુત્ર અને મારા ભાઇ શ્રી નરેન્દ્ર ભાઇ મોદી ફરીવાર પ્રધનામંત્રી બનવા બદલ અનેક અનેક શુભકામના.

    લતા મંગેશકરે લખ્યો પત્ર


    આપનાં તેમજ શ્રી નરેન્દ્રભાઇનાં સાદગી પૂર્ણ જીવનને વંદન, શ્રી પ્રહલાદભાઇ શ્રી પંકજભાઇ તેમજ આપના સર્વ પરિવારને ખુબ ખુબ શુભકામના કુશળ આરોગ્ય તથા દીર્ઘ આયુષ્ય માટે પ્રભુને પ્રાર્થના હુ આ પત્ર પ્રથમ વખત ગુજરાતીમાં લખુ ચુ કંઇ ભૂલ ચૂક હોઇ તો ક્ષમા કરશો.'

    આ પણ વાંચો-Lata Mangeshkar: મહારાજા રાજ સિંહ સાથે અધુરી રહી ગઇ હતી લતાજીની Love Story

    આ સાથે તેમણે વંદેમાતરમ નીચે લીખિત્તમ આપની દીકરી, લતા મંગેશકરનાં હસ્તાક્ષર કર્યા હતાં.



    આજે થયું સ્વર સ્મ્રાગિની લતા મંગેશકરનું નિધન
    લતા મંગેશકર (Lata Mangeshkar) નું 92 વર્ષની વયે અવસાન થયું છે. તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ છેલ્લા 28 દિવસથી મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ હતા. તાજેતરમાં જ તેમને આઈસીયુમાંથી શિફ્ટ કરવામાં આવ્યા હતા, પરંતુ આજે સવારથી તેમની તબિયત બગડવા લાગી હતી અને તેમને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર મૂકવામાં આવ્યા હતા.

    આ પણ વાંચો-Lata Mangeshkar: લતા મંગેશ્કરનું છે જબ્બરદસ્ત ગુજરાતી કનેન્ક્શન એટલે તો ગુજરાતીમાં ગાયા છે અધધ ગીતો

    લતા મંગેશકર કોરોનાથી સંક્રમિત થયા બાદ અને ન્યુમોનિયા થયા બાદ 8 જાન્યુઆરીએ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. લતા મંગેશકરની સારવાર કરી રહેલ પ્રતિત સમધાની અને તેમની ટીમ સ્વરા કોકિલાની તબિયત પર સતત નજર રાખી રહ્યા હતા, અને સતત તેમની સારવારમાં વ્યસ્ત હતા
    Published by:Margi Pandya
    First published:

    Tags: Lata Mangeshkar, Mother heera Baa, પીએમ મોદી

    આગામી સમાચાર