Lata Mangeshkar Hospitalized: ગાયિકા લતા મંગેશકરનો (Lata Mangeshkar) કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ (Corona Positive) આવ્યો છે. તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલના આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે.
સુપ્રસિદ્ધ ગાયિકા હાલમાં મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલના ICUમાં સારવાર લઇ રહ્યા છે. કોવિડને કારણે લતા મંગેશકરને ન્યુમોનિયા થયો છે, જેને કોવિડ ન્યુમોનિયા કહેવાય છે. લતા મંગેશકર શનિવાર રાતથી બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં છે. ભારત રત્ન લતા મંગેશકરને કોરોનાના હળવા લક્ષણો છે. તેમની તબિયત લથડતા આઈસીયુમાં ખસેડવામાં આવ્યા છે.
Legendary singer Lata Mangeshkar admitted to ICU after testing positive for Covid-19. She has mild symptoms: Her niece Rachna confirms to ANI
વર્ષ 2019માં પણ લતા મંગેશકરને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. લતા મંગેશકરને વાયરલ અને શ્વાસ લેવામાં મુશ્કેલી બાદ મેડિકલ ટ્રિટમેન્ટ આપવામાં આવી રહી હતી. ત્યારે પણ તેમને આઈસીયૂમાં દાખલ કરવામાં આવ્યા હતા.
13 વર્ષની ઉંમરથી ગાય છે ગીત
નોંધનીય છે કે, લતાજીએ પોતાની કારકિર્દી દરમિયાન 50 હજારથી પણ વધુ ગીતો ગાયા છે. તેમણએ 13 વરસની વયે પહેલી વખત સાલ 1942માં આવેલી મરાઠી ફિલ્મ પહલી મંગલાગોરમાં ગીત ગાયું હતું. હિંદી સિનેમાં માટે તેમણે સાલ 1947થી ફિલ્મ આપકી સેવા માટે ગીત ગાયું હતું. તેમણે પોતાની કારકિર્દી દરમિયાન 36 ભાષાઓમાં 50 હજારથી પણ વધુ ગીતો ગાયા છે.
નોંધનીય છે કે, એકટર અને ભરતનાટયમ નૃત્યાંગના શોભનાએ માહિતી આપી હતી કે તે, કોરોનાવાયરસના ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત થયા છે. હાલ તેમને સાંધાનો દુઃખાવો અને ઠંડી સાથે તાવ આવી રહ્યો છે. મલાયાલમ, તેલુગુ અને તામિલ ફિલ્મોમાં પોતાની અદાકારી માટે પ્રસિદ્ધ થયેલા 51 વર્ષીય અભિનેત્રી શોભનાએ રવિવારે સોશિયલ મીડિયા પર પોતાના સ્વાસ્થ્ય વિશે જાણકારી આપી હતી. શોભનાએ વધુમાં જણાવ્યું કે તેણે વેક્સિનના બંને ડોઝ લીધા હોવા છતાં તેમજ તમામ તકેદારી રાખી હોવા છતાં સંક્રમિત થઈ છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર