Home /News /entertainment /

Lata Mangeshkar Health: હજુ પણ ICUમાં દાખલ છે સૂર સામ્રાજ્ઞી, જાણો ડોક્ટરોએ શું કહ્યું?

Lata Mangeshkar Health: હજુ પણ ICUમાં દાખલ છે સૂર સામ્રાજ્ઞી, જાણો ડોક્ટરોએ શું કહ્યું?

લતા મંગેશકર છે હોસ્પિટલમાં દાખલ

Corona Virus: ભારત રત્ન ગાયિકા અને સ્વર કોકિલા તરીકે પ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકર (Singer Lata Mangeshkar) પણ કોરોના સંક્રમિત (Covid-19 Positive) થયા હતા. તેમને કોરોનાની સાથે ન્યુમોનિયા પણ થયો હતો

    બોલિવૂડના અનેક સિતારા (Bollywood Stars)ઓભારત રત્ન ગાયિકા અને સ્વર કોકિલા તરીકે પ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકર (Singer Lata Mangeshkar) પણ કોરોના સંક્રમિત (Covid-19 Positive) થયા હતા. તેમને કોરોનાની સાથે ન્યુમોનિયા પણ થયો હતો. તેથી તેમને તાત્કાલિક સારવાર અર્થે મુંબઇની બ્રીચ કેન્ડી હોસ્પિટલ (Hospital)માં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને આઇસીયૂમાં ભરતી (Admitted in ICU) કરવામાં આવ્યા છે. લતા મંગેશકરને અચાનક દાખલ કરવામાં આવતા તેમના ચાહકોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. જોકે, હાલ અહેવાલો છે કે, તેમની હાલત પહેલાની સરખામણીએ ઘણી સુધારા (Health Update) પર છે. પરંતુ સાવધાનીના ભાગરૂપે તેમને આઇસીયૂમાં રાખવામાં આવ્યા છે. ડોક્ટર્સનું કહેવું છે કે, લતા મંગેશકરની તબિયત હાલ સ્થિર છે અને તેઓ પહેલા કરતા વધુ સ્વસ્થ છે.

    હજુ 7-8 દિવસ રહેશે દાખલ કોરોના વાયરસ (Covid-19)ની ઝપટે ચડી ચૂક્યા છે. તેવામાં થોડા સમય પહેલા જ

    ડોક્ટરોના જણાવ્યા અનુસાર લતા મંગેશકરને કોરોના વાયરસ અને ન્યુમોનિયા બંને છે અને તેમની ઉંમરને ધ્યાનમાં રાખીને ડોક્ટરોએ તેમને ઓબ્ઝર્વેશનમાં રાખ્યા છે. ડૉક્ટરોનું કહેવું છે કે તેમને અત્યારે ખાસ સાર સંભાળની જરૂર છે, જેના કારણે તેમને ICUમાં રાખવામાં આવ્યા છે. લતા મંગેશકરની સ્થિતિ પર ડોક્ટરો સતત નજર રાખી રહ્યા છે. જોકે, હજુ પણ 7થી 8 દિવસ તેમને હોસ્પિટલમાં રાખવામાં આવશે.

    2019માં પણ ગાયિકાને કરાયા હતા દાખલ

    ડૉક્ટરોનું કહેવું છે કે તેઓ સાજા થઈ જશે, પરંતુ ઉંમરને કારણે થોડો સમય લાગી શકે છે. નોંધનીય છે કે દેશમાં કોરોના સંક્રમણ શરૂ થયું ત્યારથી લતા મંગેશકર ઘરની બહાર નીકળ્યા નથી. તે નવેમ્બર 2019 થી તેમના ઘરે છે. પરંતુ, તેમના ઘરની હેલ્પરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ તેમનો ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો.

    એક સપ્તાહથી છે એડમિટ

    લતા મંગેશકરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અગાઉ 2019માં પણ લતા મંગેશકરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. લતા મંગેશકર ગત શનિવાર એટલે કે 8 જાન્યુઆરીની સાંજથી હોસ્પિટલમાં દાખલ છે. પરંતુ તેઓ હોસ્પિટલમાં દાખલ છે તે સમાચાર ગત મંગળવારે લીક થયા હતા.
    Published by:Margi Pandya
    First published:

    Tags: COVID-19, Entertainment, Lata Mangeshkar, આઇસીયુ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन