Home /News /entertainment /

Lata Mangeshkar Health Update : લતા મંગેશકર 15 દિવસે પણ ICUમાં, હવે પ્રવક્તાએ કહ્યું આવુ

Lata Mangeshkar Health Update : લતા મંગેશકર 15 દિવસે પણ ICUમાં, હવે પ્રવક્તાએ કહ્યું આવુ

લતા મંગેશકર તબીયતના સમાચાર

Lata Mangeshkar Health Update : લતા મંગેશકર (Lata Mangeshkar) હોસ્પિટલના આઈસીયુ (Lata Mangeshkar ICU) માં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરો તેમની સારવાર કરી રહ્યા છે. લતા મંગેશકરના તેમની તબિયત વિશે જાણવા ઉત્સુક છે કે લતા દીની તબિયત સુધરી રહી છે કે નહીં

વધુ જુઓ ...
    Lata Mangeshkar Health Update : લતા મંગેશકર (Lata Mangeshkar) ને હોસ્પિટલમાં 15 દિવસ થઈ ગયા છે. 8 જાન્યુઆરીએ, કોરોના પોઝિટિવ (Covid-19 Positive) અને ન્યુમોનિયાથી પીડિત થયા પછી, તેમને હોસ્પિટલના આઈસીયુ (Lata Mangeshkar ICU) માં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરો તેમની સારવાર કરી રહ્યા છે. લતા મંગેશકરના તેમની તબિયત વિશે જાણવા ઉત્સુક છે કે લતા દીની તબિયત સુધરી રહી છે કે નહીં અને કેટલા દિવસો પછી તેઓ ઘરે પરત ફરશે. ડોકટરોના જણાવ્યા મુજબ, લતા મંગેશકરની સ્થિતિમાં પહેલા કરતા વધુ સુધારો જોવા મળ્યો છે. લતા મંગેશકરના પ્રવક્તા અનુષા શ્રીનિવાસન અય્યરે (Lata Mangeshkar Spokesperson Anusha Srinivasan Iyer) તાજેતરમાં જ તેમના સ્વાસ્થ્ય અંગેની અફવાઓ અને ખોટા સમાચારો પર પૂર્ણવિરામ મૂકવા કહ્યું છે.

    લતા મંગેશકર હાલમાં હોસ્પિટલમાં જ રહેશે

    લતા મંગેશકર પર દેખરેખ રાખતા ડોક્ટર્સનું કહેવું છે કે, લતા દી 92 વર્ષની છે, તેથી તેમને હજુ થોડા દિવસ ઓબ્ઝર્વેશનમાં રહેવું પડશે. એકવાર તે સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે, પછી જ તેમને આઈસીયુમાંથી બહાર લાવવામાં આવશે. આ સાથે જ લતા મંગેશકરના પ્રવક્તા અનુષા શ્રીનિવાસન અય્યરનું નિવેદન પણ સામે આવ્યું છે.

    લતા મંગેશકરના પ્રવક્તાએ ફરી અપીલ કરી

    લતા મંગેશકરના પ્રવક્તા અનુષા શ્રીનિવાસન અય્યર તરફથી કહેવામાં આવ્યું છે કે, લતા મંગેશકરના સ્વાસ્થ્યને લઈને અનેક પ્રકારની ખોટી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. આવા સમાચારો પર ફેન્સ વિશ્વાસ ન કરો. લતા મંગેશકરની સારવાર ડૉક્ટર પ્રતત સમદાની અને અન્ય ડૉક્ટરોની દેખરેખ હેઠળ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ પરિવાર દ્વારા લતા મંગેશકર વિશે અપડેટ આપવા માટે અપીલ કરવામાં આવી હતી, ફેન્સને વિનંતી કરવામાં આવી છે કે, તેઓ પરિવારની ગોપનીયતાનું ધ્યાન રાખે.

    આ પણ વાંચોLata Mangeshkar Health Update: લતા મંગેશકર હજુ ICU માં, તબિયતમાં થોડો થયો સુધારો

    થોડા દિવસો પહેલા પણ ખોટા સમાચાર ફેલાવવામાં આવ્યા હતા

    થોડા દિવસો પહેલા પણ લતા મંગેશકરની તબિયત બગડતી હોવાનું કહેવાયું હતુ અને ત્યારબાદ તેમના પ્રવક્તાએ આ સમાચારને ખોટા ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, 'લોકોમાં ખોટા સમાચાર ફેલાવવાથી હેરાન થવાય છે. મહેરબાની કરીને નોંધ કરો કે, લતા દીદીની હાલત સ્થિર છે. કૃપા કરીને તેમના ઝડપથી ઘરે પાછા ફરવા માટે પ્રાર્થના કરો.
    Published by:kiran mehta
    First published:

    Tags: Coronavirus, Covid 19 update, Lata Mangeshkar

    આગામી સમાચાર