Home /News /entertainment /

Lata Mangeshkar: 50 હજારથી વધુ ગીતો ગાનારા લતાજી 80 વર્ષ સુધી પોતાનો અવાજ ફિલ્મોમાં આપ્યો, વાંચો તેમની સિદ્ધિ

Lata Mangeshkar: 50 હજારથી વધુ ગીતો ગાનારા લતાજી 80 વર્ષ સુધી પોતાનો અવાજ ફિલ્મોમાં આપ્યો, વાંચો તેમની સિદ્ધિ

લતા મંગેશકરની સિદ્ધિઓ

Lata Mangeshkar Death : 92 વર્ષીય લતા મંગેશકરે (Lata Mangeshkar)એ 36 ભાષામાં 50 હજારથી વધુ ગીતો ગાયાં હતાં. એક હજારથી વધુ ફિલ્મોમાં પોતાનો અવાજ આપ્યો હતો.

    Lata Mangeshkar Death : સૂર સમ્રાગિની, કોકિલ કંઠીની લતા મંગેશકરનું (Lata Mangeshkar) આજે નિધન થઇ ગયુ છે. કોરોના અને ન્યુમોનિયાને કારણે તેમનું નિધન મુંબઇની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં થયું છે. તેઓ 28 દિવસથી અહીં સારવાર લઇ રહ્યાં હતાં.

    36 ભાષાઓમાં 50,000થી વધુ ગીતો ગાઇ ચુક્યા છે લતાજી-
    92 વર્ષીય લતા મંગેશકરે (Lata Mangeshkar)એ 36 ભાષામાં 50 હજારથી વધુ ગીતો ગાયાં હતાં. એક હજારથી વધુ ફિલ્મોમાં પોતાનો અવાજ આપ્યો હતો. 1960થી 2000 સુધી એવી ભાગ્યે જ કોઇ ફિલ્મ હશે જેમાં લતા મંગેશકરનું  એક ગીત નહીં હોય. તે સમયમાં લતાજીનાં અવાજ વગર ફિલ્મ અધૂરી માનવામાં આવતી હતી. તેમનો અવાજ  હોય એટલે ફિલ્મનું ગીત હિટ જશે, તેવી ગેરંટી તે સમયમાં હતી. વર્ષ 2000 પછી તેમણે ગાવાનું ઓછું કરી નાખ્યું હતું. છેલ્લે તેમણે 2015માં આવેલી ફિલ્મ 'ડોન્નો વાય'માં ગાયું હતું.

    આ પણ વાંચો-Lata Mangeshkar Death : લતા મંગેશકરનું નિધન, 92 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ

    ભારત રત્નથી સન્માનિત છે સુર સમ્રાગિની-

    લતા મંગેશકરને વર્ષ 1989માં દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી(Dadasaheb Phalke) નવાજવામાં આવ્યા હતા અને ત્યારબાદ 2001માં લતાજીને ભારતના સૌથી મોટા પુરસ્કાર ભારત રત્નથી (Bharat Ratna) પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

    ર્ષથી સંગીતની દુનિયામાં સક્રિય લતા મંગેશકરનો જન્મ 28 સપ્ટેમ્બર, 1929ના રોજ મધ્યપ્રદેશના ઈન્દોરમાં થયો હતો. 13 વર્ષની નાની ઉંમરથી તેમણે ગાવાનું શરૂ કર્યું હતું. લતાજીના પિતા પંડિત દીનાનાથ મંગેશકર સંગીતની દુનિયા તથા મરાઠી થિયેટરનું જાણીતું નામ હતું. તેમણે જ લતાજીને સંગીતનું શિક્ષણ આપ્યું હતું. પાંચ ભાઈ-બહેનમાં લતાજી સૌથી મોટાં હતાં. ત્રણ બહેનો આશા ભોસલે, ઉષા મંગેશકર, મીના મંગેશકર તથા ભાઈ હૃદયનાથ મંગેશકર છે.

    આ પણ વાંચો-Lata Mangeshkar Death : લતા મંગેશકરના નિધન પર PM મોદીએ શોક વ્યક્ત કર્યો

    લતા મંગેશકર (Lata Mangeshkar) નું 92 વર્ષની વયે અવસાન થયું. તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેઓ છેલ્લા 28 દિવસથી મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ હતા. આ દરમિયાન તેમને ઘણી વખત જનરલ વોર્ડ અને આઈસીયુમાં રાખવામાં આવ્યા હતા. તાજેતરમાં જ તેમને આઈસીયુમાંથી શિફ્ટ કરવામાં આવ્યા હતા, પરંતુ આજે સવારથી તેમની તબિયત બગડવા લાગી હતી અને તેમને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર મૂકવામાં આવ્યા હતા.

    લતા મંગેશકર કોરોનાથી સંક્રમિત થયા બાદ અને ન્યુમોનિયા થયા બાદ 8 જાન્યુઆરીએ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. લતા મંગેશકરની સારવાર કરી રહેલ પ્રતિત સમધાની અને તેમની ટીમ સ્વર સમ્રાગીની કોકિલ કંઠિની લતા મંગેશકરની તબિયત પર સતત નજર રાખી રહ્યા હતા, અને સતત તેમની સારવારમાં વ્યસ્ત હતા
    Published by:Margi Pandya
    First published:

    Tags: Lata Mangeshkar, Lata mangeshkar death, Lata mangeshkar news

    આગામી સમાચાર