Home /News /entertainment /Lata Mangeshkar: સદાબહાર છે લતા મંગેશકરના આ ગીતો, આજે પણ સાંભળશો તો આંખમાં આસું આવી જશે

Lata Mangeshkar: સદાબહાર છે લતા મંગેશકરના આ ગીતો, આજે પણ સાંભળશો તો આંખમાં આસું આવી જશે

આ ગીતો સદાબહાર છે.

Lata Mangeshkar death anniversary: આજે લતા મંગેશકરની ડેથ એનિવર્સરી છે. જો કે લતાજીના કેટલાક એવા ગીતો છે આજે પણ ફેમસ છે. આજે પણ તમે આ ગીતો સાંભળશો તો તમને ચોક્કસથી લતાજીની યાદ આવીને આંખમાં આસું આવી જશે.  

મુંબઇ: ત્યાગ, તપસ્યા, સંઘર્ષ અને સાધનાની મિસાલ રહી ચુકેલા મશહૂર ગાયિકા લતા મંગેશકરની 6 ફેબ્રુઆરીના રોજ એટલે કે આજે પુણ્યતિથિ છે. ગયા વર્ષે આ દિવસે દુનિયાને અલવિદા કહ્યું હતુ. મૃત્યુ પહેલાં લતાજીએ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં 29 દિવસો સુધી જીંદગી માટે સંઘર્ષ કર્યો હતો. જો કે કોરોના અને નિમોનિયા એ સાથે થવાને કારણે એમની તબિયત સારી થઇ નહીં. લતા મંગેશકરને અનેક પ્રકારના એવોર્ડ મળેલા છે. લતાજીને બુલબુલે હિન્દ અને સ્વર કોકિલા જેવા અનેક વિશેષણોથી સન્માન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો:આખરે પઠાણની સફળતા બાદ શાહરુખ કેમ થયો નારાજ

વર્ષ 2001માં એમની સંગીત સાધનાને જોતા ભારતના સર્વોચ્ય નાગરિક સમ્માન ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા. આ સાથે જ પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને દાદા સાહેબ ફાલ્કેથી પણ લતાજી સમ્માનિત થઇ ચુક્યા હતા. આ સાથે અનેક પ્રકારના નેશનલ ફિલ્મ એવોર્ડ અને ફિલ્મ ફેયર એવોર્ડ પણ મળ્યા છે.

લતા મંગેશકરનો જન્મ ઇન્દોરમાં 28 સપ્ટેબર 1929ના રોજ થયો હતો. એમના પિતા. પ.દીનાનાથ મંગેશકર સંગીતની દુનિયામાં એક જાણીતુ નામ હતું, પરંતુ 13 વર્ષની ઉંમરમાં જ એમના પિતાનો સાથ હંમેશા માટે છૂટી ગયો હતો. ભાઇ-બહેનની વાત કરવામાં આવે તો લતા મંગેશનકરને ચાર ભાઇ-બહેન હતા...જેમાં ઉષા મંગેશકર, આશા ભોસલે, મીના મંગેશકર અને હ્દયનાથ મંગેશકર..આમ લતાજીના આ ગીતો આજે પણ લોકોના દિલમાં વસેલા છે.

આ પણ વાંચો:જ્હાન્વી કપૂર વિશે એવી અફવા ફેલાઇ કે..



    • પ્યાર કિયા તો ડરના ક્યા

    • એ મેરે વતન કે લોગો

    • એ માલિક તેરે બંદે હમ

    • સોલહ બરસી બાલી ઉમર કો સલામ

    • એક પ્યાર કા નગમા હૈ

    • તુમ મુઝે યૂં ભુલા ના પાઓંગે

    • મેરી આવાઝ હી પહચાન હૈ

    • આજ ફીર જીને કી તમન્ના હૈ

    • સત્યમ શિવમ સુંદરમ

    • હાય-હાય યે મજબૂરી, યે મૌસમ ઔર યે દૂર..






ઉલ્લેખનીય છે કે લતાજીએ 1000 ફિલ્મોમાં 50000થી પણ વધારે ગીતો ગાય છે. આ સાથે એમને 80 વર્ષ સુધી સુર સાધના કરી હતી. લતાજીએ લગભગ 20 ભારતીય ભાષાઓમાં ગીત ગાયા છે. આ એક ગાયક માટે સારો રેકોર્ડ બની રહે છે. આ માટે 1974માં એમનું નામ ગિનિઝ બુક ઓફ રેકોર્ડમાં દર્ઝ થયુ હતુ.
First published:

Tags: Lata Mangeshkar, Lata mangeshkar news, મનોરંજન

विज्ञापन