Home /News /entertainment /Lata Mangeshkar : લતા મંગેશકરને કિશોર કુમારની આ આદતથી નફરત હતી, સાથે રેકોર્ડની ના પાડી દીધી હતી
Lata Mangeshkar : લતા મંગેશકરને કિશોર કુમારની આ આદતથી નફરત હતી, સાથે રેકોર્ડની ના પાડી દીધી હતી
લતા મંગેશકર અને કિશોર કુમારે ઘણા હીટ ગીતો સાથે ગાયા (ફાઈલ ફોટો)
Lata Mangeshkar Corona Positive: લતા મંગેશકરે (Lata Mangeshkar) પોતાની લાંબી કારકિર્દીમાં ઘણા સુપરહિટ ગીતો ગાયા છે. એક સમય હતો જ્યારે દરેક અન્ય ફિલ્મના ગીતો તેમના જ અવાજમાં હતા. સમીરે ખુલાસો કર્યો હતો કે, “લતાજી (Lata Mangeshkar) એ કિશોર કુમાર (Kishore Kumar) સાથે સંબંધિત એક કિસ્સો સંભળાવ્યો હતો
Lata Mangeshkar Corona Positive : ભારત રત્ન પુરસ્કાર વિજેતા બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી લતા મંગેશકરે (Lata Mangeshkar) હાલ કોરોના વાયરસ (Coronavirus) થી સંક્રમિત થયા બાદ હોસ્પિટલમાં ICUમાં સારવાર લઈ રહ્યા છે, તેમણે પોતાની લાંબી કારકિર્દીમાં ઘણા સુપરહિટ ગીતો ગાયા છે. એક સમય હતો જ્યારે દરેક અન્ય ફિલ્મના ગીતો તેમના જ અવાજમાં હતા. તેમના દ્વારા ગાયેલા ગીતો સદાબહાર છે. બોલિવૂડમાં સિંગિંગ કરિયર બનાવવા માગતી દરેક સિંગર તેમની જેમ ગાવા માંગે છે. દરેક પુરૂષ ગાયક હંમેશા લતા દીદી સાથે સુમેળ કરવા ઈચ્છે છે. મોહમ્મદ રફી (mohammed rafi) થી લઈને કિશોર કુમાર (kishore kumar) સુધી તેઓ હંમેશા તેમની સાથે ગીતો ગાવા માટે તૈયાર હતા. લતા મંગેશકર અને કિશોર કુમારની જોડીના ગીતો આજે પણ સાંભળવા મળે છે, પરંતુ શું તમે જાણો છો કે લતા દીદીએ એક સમયે કિશોર કુમાર સાથે ગીત ગાવાની ના પાડી દીધી હતી.
લતા-કિશોરના સદાબહાર ગીતો
કિશોર કુમાર અને લતા મંગેશકરે (lata mangeshkar kishore kumar) ઘણા હિટ ગીતોને પોતાનો અવાજ આપ્યો છે. 'આપ કી નજરોને ને સમજા', 'તુમ આ ગયે હો નૂર આ ગયા હૈ', 'તેરે બિના ઝિંદગી સે', 'દેખા એક ખ્વાબ' જેવા હિટ ગીતોથી આ બંનેએ લોકોના દિલમાં પોતાનું અલગ સ્થાન બનાવ્યું હતું, પરંતુ એક સમય એવો આવ્યો કે, જ્યારે લતા અને કિશોર કુમાર એકસાથે ગીતો ગાતા નહોતા એટલે કે ક્યારેય સાથે ગીતો રેકોર્ડ નહોતા કર્યા, કારણ કે કિશોર કુમારની મજાક કરવાની આદતથી લતા મંગેશકર નારાજ થઈ ગયા હતા. ગીતકાર સમીરે 'ધ કપિલ શર્મા શો'માં તેમની સાથે જોડાયેલી ઘટના વર્ણવી હતી.
લતા દીદીએ આ વાત સમીરને કહી
કપિલ શર્મા સાથેની વાતચીત દરમિયાન સમીરે ખુલાસો કર્યો હતો કે, “લતાજી (Lata Mangeshkar) એ કિશોર કુમાર સાથે સંબંધિત એક કિસ્સો સંભળાવ્યો હતો. થોડા સમય પછી લતાજી અને આશાજીએ કિશોર કુમાર સાથે ગાવાનું બંધ કરી દીધું. તેમણે કહ્યું, 'કિશોર શું કરે છે, આવે છે અને અમારી બંને સાથે વાત કરતા કરતા જોક્સ અમને હસાવી દેતા. આના કારણે અમારો અવાજ થાકી જતો હતો, અને તે પોતે ગીત ગાઈને જતા રહેતા.' અમે કહ્યું કે અમને ગાવા દો, હું તેમની સાથે નહીં ગાઉં."
સમીરે અનેક ખુલાસા કર્યા હતા
'ધ કપિલ શર્મા શો'ના આ ખાસ એપિસોડમાં ગીતકાર સમીરે બીજી ઘણી બાબતોનો ખુલાસો કર્યો. તેણે કહ્યું હતું કે, તેમના દરેક ગીત પાછળ કોઈને કોઈ કહાની હોય છે. સમીરે શોમાં એમ પણ કહ્યું હતું કે, 'લાંબા સમય પછી લતા અને કિશોરને ગીત ગાવા માટે સાથે આવવાનું થયું. મેં તેમને કહ્યું કે, જો તમે બંને ગીત નહીં ગાઓ તો બહુ તકલીફ પડશે.
સમીરે વધુમાં કહ્યું કે, 'તે ગીતના રેકોર્ડિંગ માટે કિશોર કુમાર પ્રથમ આવ્યા હતા. લતાજી આવતાં જ કિશોર કુમારે તેમને પકડી લીધા અને તેમના કિસ્સા કહેવા લાગ્યા. તેના પર લતાજી (Lata Mangeshkar) એ કહ્યું કે, હું તમારી વાર્તાઓ પછી સાંભળીશ, પહેલા મને ગીત ગાવા દો. તે ગીત હતું 'સુનો કહા, હુઆ ક્યા'. સમીરે આ એપિસોડમાં અનુ મલિક અને કુમાર સાનુ સાથે જોડાયેલી વાર્તા પણ સંભળાવી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર