Home /News /entertainment /

Lata Mangeshkar Corona Positive : લતા મંગેશકર કોરોના પોઝિટીવ, ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યું, #GetWellSoon

Lata Mangeshkar Corona Positive : લતા મંગેશકર કોરોના પોઝિટીવ, ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યું, #GetWellSoon

બોલિવૂડની દિગ્ગજ ગાયિકા લતા મંગેશકરને 6-7 દિવસ પહેલા ડોક્ટરોએ વેન્ટિલેટર સપોર્ટ પરથી હટાવી દીધા હતા. ત્યારે ડોક્ટર પ્રતિત સમધાનીએ જણાવ્યું હતું કે તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે, તેથી તેમને વેન્ટિલેટર સપોર્ટ પરથી દૂર કરવામાં આવ્યા છે, પરંતુ તેઓ ICUમાં તબીબી નિરીક્ષણ હેઠળ છે.

Lata Mangeshkar Corona Positive : લતા મંગેશકર (Lata Mangeshkar) ની સારવાર કરી રહેલા ડૉક્ટર પ્રતીક સમદાનીએ જણાવ્યું કે, તેમને ન્યુમોનિયા પણ થયો છે. તેમણે વધુમાં જણાવ્યું કે, લતાજીને હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યા છે.

    #GetWellSoon : પોતાના સુંદર અવાજનો જાદુ આખી દુનિયામાં ફેલાવનાર ભારત રત્ન લતા મંગેશકર (Lata Mangeshkar) ના ચાહકોની કોઈ કમી નથી. આજે સવારે જ્યારે સોશિયલ મીડિયા પર સમાચાર આવ્યા કે, લતા મંગેશકર કોરોનાની ઝપેટ (Lata Mangeshkar Corona Positive) માં આવી છે અને તેઓ હોસ્પિટલમાં દાખલ છે, ત્યારથી તેમના ફેન્સ ટ્વિટર પર તેમના સ્વાસ્થ્ય માટે સતત પ્રાર્થના કરી રહ્યા છે. એટલું જ નહીં, સવારથી જ ટ્વિટર પર #GetWellSoon ટ્રેન્ડ કરી રહ્યું છે.

    લતા મંગેશકરને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

    તમને જણાવી દઈએ કે, લતા મંગેશકર (Lata Mangeshkar) ને મંગળવારે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે, હાલમાં લતા મંગેશકરમાં બીમારીના હળવા લક્ષણો જોવા મળી રહ્યા છે. પરિવારજનોએ માહિતી આપી છે કે, લતા મંગેશકરની હાલત સારી છે અને વૃદ્ધાવસ્થાના કારણે તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે.

    ટ્વીટર પર લોકો તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા (ટ્વીટર સ્ક્રિન શોર્ટ)


    લતા દીદીને તેમની ઉંમરને ધ્યાનમાં રાખી આઈસીયુમાં રાખવામાં આવ્યા છે

    તો, ન્યૂઝ એજન્સી ANI સાથેની વાતચીતમાં, લતા દીદીની સંબંધી રચનાએ કહ્યું, 'તે ઠીક છે અને તેમની ઉંમરને ધ્યાનમાં રાખીને, તેમને સાવચેતીના કારણે જ ICUમાં રાખવામાં આવ્યા છે. કૃપા કરીને અમારી ગોપનીયતાનું ધ્યાન રાખો અને દીદીને તમારી પ્રાર્થનામાં રાખો.'

    લતા મંગેશકરને કોરોના થયા બાદ ટ્વીટર પર #GetWellSoon કરી રહ્યું છે


    આ પણ વાંચોમોહિત મલિકનો 9 મહિનાનો પુત્ર કોરોના સંક્રમિત, બાળક બાદ કિશ્વર પણ કોવિડ 19ની ઝપેટમાં

    સારવાર કરી રહેલા ડૉક્ટર પ્રતીક સમદાનીએ શું કહ્યું?

    ગાયિકાની સારવાર કરી રહેલા ડૉક્ટર પ્રતીક સમદાનીએ જણાવ્યું કે, તેમને ન્યુમોનિયા પણ થયો છે. તેમણે વધુમાં જણાવ્યું કે, લતાજીને હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તબીબો ચાંપતી નજર રાખી રહ્યા છે. ડોક્ટર સમદાનીનું કહેવું છે કે, તેમની હાલત સ્થિર છે. તમને જણાવી દઈએ કે, લતા મંગેશકર (Lata Mangeshkar) 92 વર્ષના છે. 28 સપ્ટેમ્બર 1929ના રોજ ઈન્દોરમાં જન્મેલા લતાના પિતા દીનાનાથ મંગેશકર પ્રખ્યાત સંગીતકાર હતા. લતાના સદાબહાર ગીતો આજે પણ એટલા જ સાંભળવામાં આવે છે જેટલા પહેલા સાંભળવામાં આવતા હતા.
    Published by:kiran mehta
    First published:

    Tags: Bollywood Latest News, Bollywood News in Gujarati, Coronavirus, Lata Mangeshkar

    આગામી સમાચાર