વાજિદ ખાનનો અંતિમ વીડિયો આવ્યો સામે, 'દબંગ'નું ટાઇટલ ગીત ગાતા જોવા મળ્યા

News18 Gujarati
Updated: June 1, 2020, 4:21 PM IST
વાજિદ ખાનનો અંતિમ વીડિયો આવ્યો સામે, 'દબંગ'નું ટાઇટલ ગીત ગાતા જોવા મળ્યા
વાજિદ ખાન (ઇનસેટમાં હૉસ્પિટલની પથારી પર વાજિદ ખાન)

  • Share this:
મુંબઈ :  ઇરફાન ખાન, ઋષિ કપૂર અને હવે સાજિદ-વાજિદના પ્રસિદ્ધ મ્યુઝિક કમ્પોઝર વાજિદ ખાનનું નિધન થયું છે. આજે એટલે કે પહેલી જૂનના રોજ વાજિદ ખાનનું નિધન થયું છે. વાજિદ ખાન કિડનીની બીમારીથી પીડાતા હતા. વાજિદ ખાને સલમાન ખાનની ખૂબ જ પ્રસિદ્ધ દબંગ સિરીઝ માટે મ્યુઝિક કમ્પોઝ કર્યું હતું. વાજિદ ખાનના નિધનના સમાચાર મળતા જ બોલિવૂડ શોકમાં આવી ગયું છે. તમામ લોકો વાજિદ ખાન સાથેના પોતાના સંભારણા યાદ કરીને સોશિયલ મીડિયા દ્વારા દુઃખ વ્યક્ત કરી રહ્યા છે.

આ દરમિયાન વાજિદ ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં વાજિદ ખાન દબંગ ફિલ્મનું ટાઇટલ સોંગ ગાઈ રહ્યા છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે વાજિદ ખાનનો આ અંતિમ વીડિયો છે. આ વીડિયો તેમને સારવાર માટે દાખલ કરવામાં આવેલી હૉસ્પિટલનો છે. જેમાં હૉસ્પિટલની બેડ પર બેઠાં બેઠાં તેઓ દબંગનું ગીત ગાઈ રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે વાજિદની તબિયત ખૂબ ખરાબ છે. આટલી ખરાબ તબિયત હોવા છતાં વાજિદ ગીતને ખૂબ સારી રીતે ગાવાનો પ્રયાસ કરે છે, અને તે સફળ પણ રહે છે.

આ પણ વાંચો :  વાજિદ ખાનના નિધનના સમાચાર સાંભળી ખૂબ દુઃખી છે સલમાન ખાન, કહી આ વાત

કોરોનાને પગલે આપવામાં આવેલા લૉકડાઉન દરમિયાન વાજિદ ખાને સાજિદ સાથે મળીને સલમાન ખાન માટે માટે ગીત કમ્પોઝ કર્યાં હતાં. જેમાંથી એક ગીતના શબ્દો "પ્યાર કરોના" છે. આ ગીત એપ્રિલમાં રજૂ થયું હતું. ગીતને સલમાન ખાને ગાયું છે. એટલું જ નહીં બંનેએ સલમાન ખાનનું ઇદ સ્પેશિયલ ગીત "ભાઈ ભાઈ" પણ કમ્પોઝ કર્યું છે. આ ગીતમાં કોમી એકતા વિશે વાત કરવામાં આવી છે.

નોંધનીય છે કે સાજિદ-વાજિદને તેમના હિટ મ્યૂઝિકના કારણે સમગ્ર દેશમાં અલગ ઓળખ ઊભી કરી હતી. બંનેએ દબંગ 3, ફેમિલો ઓફ ઠાકુરગંજ, પાગલપંતી, સત્યમેવ જયતે, જુડવા 2, ફ્રીકી અલી, ક્યા કૂલ હૈ હમ 3, સિંહ ઇઝ બ્લિંગ, ડૉલી કી ડૉલી, તેવર, દાવત એ ઇશ્ક, બુલેટ રાજા, મેં તેરા હીરો, હીરોપંતી, દબંગ 2, સન ઓફ સરદાર, કમાલ ધમાલ માલામાલ, એક થા ટાઇગર, તેરી મેરી કહાની, રાઉડી રાઠોડ, હાઉસફુલ 2, નો પ્રોબ્લમ, દબંગ, વીર, વોન્ટેડ, વેલકમ, પાર્ટનર, તેરે નામ, હમે તુમ્હારે હૈ સનમ, બ્રધર, પ્યાર કિયા તો ડરના ક્યા, જેવી ફિલ્મોમાં સુપરહિટ સંગીત આપ્યું હતું.

 



 




View this post on Instagram




 

A heart breaking old video of #wajidkhan . This is not a recent video. #rip


A post shared by Viral Bhayani (@viralbhayani) on




આ જોડી સલમાન ખાન માટે હંમેશાથી હિટ ગીતો આપતી રહી. બાદમાં વાજિદે સલમાન ખાન માટે ગીતો ગાવાનું પણ શરૂ કર્યું હતું. તેમાં પાંડે જી સીટી, ફેવિકોલ સે, માશાલ્લાહ, હમકા પીની હૈ, હુડ હુડ દબંગ, જલવા, તોસે પ્યાર કરતે હૈ, જેવા ગીતો સામેલ છે.
First published: June 1, 2020, 4:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading