28 દિવસ પહેલા ઋષિ કપૂરે કર્યું હતું અંતિમ ટ્વીટ, લોકોને કરી હતી એક અપીલ

ઋષિ કપૂર.

ઋષિ કપૂર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ જ સક્રિયા હતા, પરંતુ બીમારીને કારણે છેલ્લા થોડા દિવસોથી શાંત હતા.

 • Share this:
  મુંબઈ : બોલિવૂડ (Bollywood) અભિનેતા ઋષિ કપૂર (Rishi Kapoor)નું ગુરુવારે નિધન થયું છે. તેઓ 67 વર્ષના હતા. તેઓ સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ પર ખૂબ જ સક્રિય હતા. ઋષિ કપૂર કપૂર કોઈ પણ મુદ્દે પોતાની વાત કહેવામાં જરા પર ખચકાટ અનુભવતા ન હતા. નાગરિકતા કાનૂનથી લઈને કોરોના વાયરસ જેવા મુદ્દા પર તેમના પોતાના વિચારો હતા. પરંતુ બીમારીને કારણે થોડા સમયથી તેઓ શાંત થઈ ગયા હતા. તેમણે પોતાનું અંતિમ ટ્વીટ (Actor Rishi Kapoor Last Tweet) 28 દિવસ પહેલા એટલે કે બીજી એપ્રિલના રોજ કર્યું હતું.

  ટ્વીટમાં શું લખ્યું હતું?

  પોતાના અંતિમ ટ્વીટમાં ઋષિ કપૂરે કોરોના વાયરસ વિરુદ્ધ જંગ લડી રહેલા ડૉક્ટરો અને નર્સો પર હુમલાની ઘટનાઓ અંગે દુઃખ પ્રગટ કર્યું હતું. ઋષિ કપૂરે લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી હતી. તેમણે લખ્યું હતું, "સમાજના તમામ ભાઈઓ અને બહેનોનો એક અપીલ...મહેરબાની કરીને પથ્થર ફેંકવા કે હત્યાનો સહારો ન લો. ડૉક્ટર, નર્સ, મેડિકલ સ્ટાફ, પોલીસકર્મી તમને બચાવવા માટે તેમનું જીવન જોખમમાં મૂકે છે. આપણે આ કોરોના વાયરસ વિરુદ્ધ યુદ્ધને એક સાથે જીતવું પડશે. જય હિન્દ."

  લૉકડાઉનનું સમર્થન

  એટલું જ નહીં, ઋષિ કપૂરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી લગાવવામાં આવેલા લૉકડાઉનનું પણ સમર્થન કર્યું હતું. જોકે, તેમના દ્વારા પીએમ મોદીની વાતનું સમર્થન કરવા પર અમુક યૂઝર્સે તેમની મજાક પણ ઉડાવી હતી. જે બાદમાં તેઓ ભડક્યા હતા તેમણે આવા લોકોને અનફૉલો કરવાની ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે દેશ અંગે કોઈ પણ જાક તેમને પસંદ નથી.

  આ પણ વાંચો : 
  Published by:Vinod Zankhaliya
  First published: