આ તારીખે આવશે મિથિલા પાલકરની સિરીઝ ‘લિટલ થિંગ્સ’ની છેલ્લી સીઝન; ચાહકો બન્યા ઈમોશનલ

‘લિટલ થિંગ્સ’ની પહેલી સીઝન સીધી યુટ્યુબ પર રિલીઝ થઈ હતી,

નેટફ્લિક્સ (Netflix)ની રોમકોમ સિરીઝ ‘લિટલ થિંગ્સ’ (Little Things)માં લિવ-ઇન રિલેશનશીપ(Live-in relationship) માં રહેતા કાવ્યા અને ધ્રુવની વાત છે: 15 ઓક્ટોબરે થશે ચોથી સીઝનનું સ્ટ્રીમિંગ

 • Share this:
  નવી દિલ્હી: ‘લિટલ થિંગ્સ’ (Little Things) લોકપ્રિય ભારતીય સિરીઝમાંથી એક છે જેમાં ઇન્ટરનેટ સેન્સેશન મિથિલા પાલકર (Mithila Palkar)અને ધ્રુવ સહેગલ (Dhruv Sehgal) લીડ રોલમાં છે. આ શોનો ક્રિએટર ધ્રુવ સહેગલ છે જે સિરીઝમાં ‘ધ્રુવ’ નામના યુવાનનું પાત્ર ભજવી રહ્યો છે. ‘લિટલ થિંગ્સ’ ધ્રુવ વત્સ અને કાવ્યા કુલકર્ણી (Kavya Kulkarni) (મિથિલા) નામના લિવ-ઇન રિલેશનશીપમાં રહેતા કપલની વાર્તા રજૂ કરે છે. તેઓ સાથે રહીને નાની-મોટી સમસ્યાઓનો સામનો કરે છે. સમય જતાં તેમની રિલેશનશીપમાં પરિપક્વતા આવે છે તેમ મુશ્કેલીઓ પણ વધે છે.

  ‘લિટલ થિંગ્સ’ની પહેલી સીઝન સીધી યુટ્યુબ પર રિલીઝ થઈ હતી, ત્યારબાદ બીજી અને ત્રીજી સીઝન ઓટીટી પ્લૅટફૉર્મ નેટફ્લિક્સ પર રજૂ થઈ હતી. હવે તેની ચોથી અને આખરી સીઝનનું સ્ટ્રીમિંગ ૧૫ ઓક્ટોબરથી થવાનું છે એટલે આ સિરીઝના ચાહકોએ સારા અને ખરાબ એમ બે સમાચાર મેળવ્યા છે.

  ‘લિટલ થિંગ્સ’ યુવાનોમાં એટલા માટે લોકપ્રિય બની છે કેમકે તે રિલેટેબલ છે અને અર્બન લાઈફને સુંદર રીતે દર્શાવે છે. તાજેતરમાં નેટફ્લિક્સ દ્વારા એક અનાઉન્સમેન્ટ વિડીયો મૂકવામાં આવ્યો છે જેમાં મિથિલા અને ધ્રુવ જોવા મળે છે. તેઓ આ સીઝનના લોન્ચ માટે એક્સાઈટેડ અને ઈમોશનલ બન્યા છે. નેટફ્લિક્સે ટ્વીટર પોસ્ટમાં લખ્યું છે કે, ‘આપણે તેમની સાથે હસ્યા, તેમની સાથે રડ્યા અને હવે તેમને વિદાય આપવાનો સમય આવી ગયો છે.’

  ચોથી સીઝનમાં ધ્રુવ અને કાવ્યા રિલેશનશિપ, કરિયર અને મહત્વાકાંક્ષા માટે ઝઝૂમતા જોવા મળશે. આ ઉપરાંત તેઓ કઈ રીતે યુવાન પ્રેમી-પંખીડાંમાંથી મેચ્યોર લવર્સ બન્યા તેની હિસ્ટ્રી પણ જોવા મળશે.

  આ પણ વાંચો: સાઉથ સુપર સ્ટાર Thalapathy Vijayએ માતા-પિતા સહિત 11 લોકો વિરુદ્ધ નોંધાવી પોલીસ ફરિયાદ

  અજય ભુયન અને રુચિર અરુણ આ સિરીઝના નિર્દેશક છે તો જાણીતા કન્ટેન્ટ ક્રિએટર ડાઈસ મીડિયાએ તેને પ્રોડ્યુસ કર્યું છે. મેકર્સનું કહેવું છે કે, ‘મિથિલા અને ધ્રુવે અદભુત કામ કર્યું છે. નેટફ્લિક્સ પર ‘લિટલ થિંગ્સ’ની ફાઈનલ સીઝન રિલીઝ થવાની છે ત્યારે અમે ઈચ્છીએ છીએ કે દર્શકોના ચહેરાં પર સ્માઈલ મૂકીને જઈએ.’
  Published by:kuldipsinh barot
  First published: